Site icon Health Gujarat

આ રીતે ઘરેે જ કરો ફેસ પર બ્લીચ, નહિં થાય પાર્લરનો ખર્ચો અને રિઝલ્ટ પણ મળશે જોરદાર

ત્વચા પર બ્લિચિંગ કરવા માટે અપનાવો અહીં જણાવેલા ઘરેલુ ઉપાય અને તમારા ચેહરાને સુંદર અને આકર્ષક બનાવો

જ્યારે ઘરેલું ઉપાય ચહેરાને આકર્ષક અને સુંદર બનાવી શકે છે ત્યારે ખર્ચાળ ક્રિમની જરૂર કેમ છે ? ત્વચા રક્ષણ માટે રંગ સુધારવામાં માસ્ક મદદરૂપ થઈ શકે છે.અહીં જણાવેલા માસ્કનો ઉપયોગ સૂર્યની ગરમી અને ચેહરાનો રંગને સાફ કરશે.દરેક સ્ત્રી પોતાના ચેહરાને સુંદર બનાવવા માટે ફેસિયલ અથવા બ્લીચ કરવાથી જ રહે છે,પરંતુ અત્યારે કોરોનાના સમયમાં બહાર પાર્લરમાં જવું અથવા તો તમારા ઘરમાં બહારથી ફેસિયલ કીટ અથવા તો બ્લીચ માટે કીટ લેવી ખતરનાક સાબિત થઈ શકે છે,તેથી આવું કરતા કરતા તમે તમારા જ ઘરે કુદરતી રીતે ફેસ માસ્ક બનાવી તમારી ત્વચા પર બ્લિચિંગ કરી શકો છો અને તમારા ચેહરાને સુંદર અને આકર્ષક બનાવી શકો છો.

Advertisement
image source

તમારી ત્વચાને સુધારવા માટે ગાજરનો રસ કાઢો.પછી તેને બરાબર ઠંડુ કર્યા પછી તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો અને ત્યારબાદ ઠંડા પાણીથી તમારો ચેહરો સાફ કરો.આ ઉપાય તમે દિવસમાં ત્રણ વખત કરી શકો છો.

image source

ચણાના લોટ,દહીં અને લીંબુના રસથી તૈયાર માસ્ક ઉત્તમ પરિણામ આપે છે.થોડા ચણાના લોટમાં,થોડું લીંબુ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો.જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં 2-3 દિવસ થઈ શકે છે.

Advertisement
image source

એક ચમચી મધમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી તેનું એક માસ્ક તૈયાર કરો.હવે થોડીવાર માટે ચહેરા પર આ માસ્ક લગાવો.માસ્ક સૂકાયા પછી ચહેરાને પાણીથી ધોઈ લો.આ તમારા ચેહરાનો ગ્લો વધારવામાં ખુબ જ ફાયદાકારક છે.

image source

હળદરના પાવડરમાં થોડું દૂધ મેળવીને માસ્ક તૈયાર કરો.હવે માસ્કને થોડીવાર માટે ચહેરા પર રાખો અને ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

Advertisement
image source

મુઠ્ઠીભર એક બદામ પીસી લો.ત્યારબાદ તેમાં જરૂર મુજબ દૂધ અને ચણાનો લોટ નાખો.ત્યારબાદ તમારો ચહેરો સારી રીતે ધોઈ લો પછી આ પેસ્ટ લગાવો.આ પેસ્ટ લગાવવાથી તમારા ચેહરા પર ગ્લો થોડા દિવસોમાં જ દેખાશે.તેના ઉપયોગથી તમારા ચેહરા પર ગરમી અને ચેહરા પર થતો પરસેવો દૂર થશે.

image source

અત્યારના સમયમાં બધામાં ઘરમાં એલોવેરા તો ઉગાડવામાં આવે જ છે,પણ એલોવેરાનો ઉપયોગ ત્વચાનો ગ્લો વધારવા માટે પણ થઈ શકે છે.એલોવેરાના ફાયદા વિશે વાત કરીએ તેમાં ત્વચાની સમસ્યાને દૂર કરવા માટેના બધા જ ફાયદાઓ શામેલ છે.તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું પણ કામ પણ કરે છે.એક અભ્યાસ મુજબ જાણવામાં આવ્યું છે કે એલોવેરામાં એન્ટી એજિંગ ગુણધર્મો છે,જે ત્વચાની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરી શકે છે અને કરચલીઓ ઘટાડી શકે છે.તેના મોઇશ્ચરાઇઝિંગ ગુણ શુષ્ક ત્વચાની સમસ્યાને દૂર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે અને તેના ખીલ વિરોધી ગુણધર્મો ચેહરા પર થતા ખીલ દૂર કરી શકે છે.એલોવેરા ત્વચા પર થતી બળતરા દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.ચહેરા પર ગ્લો વધારવા માટે તમે તમારા ચેહરા પર એલોવેરા જેલ લગાવવી તેને થોડીવાર માટે મસાજ કરો અને ત્યારબાદ તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો.

Advertisement
image source

શું તમે જાણો છો કે ગ્રીન ટી પણ ચેહરાનો રંગ સુધારવામાં ફાયદાકારક માનવામાં આવે છે.એ માટે તમે પેહલા ગ્રીન ટીને પાણીમાં ઉકાળો અને તેને ગાળી લો અને પછી તેને ઠંડુ થવા દો.ઠંડુ થાય એટલે ગ્રીન ટીમાં બ્રાઉન સુગર અને ક્રીમ નાખો.આ મિશ્રણને સ્ક્રબની જેમ ચહેરા પર લગાવો.10 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.આ મિશ્રણ અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકાય છે. એક અધ્યયન દ્વારા જાણવામાં આવ્યું છે કે ગ્રીન ટીનો ઉપયોગ ત્વચા પર થતા ખીલને દૂર કરે છે.તેથી,જો તમને ઓયલી સ્કિનની સમસ્યા છે,તો પણ તમે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો.ગ્રીન ટી તમારા ચેહરાની બધી જ સમસ્યાઓ દૂર કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version