Site icon Health Gujarat

તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે અહીં જણાવેલ ઉપાય અજમાવો

અત્યારના ભાગ-દોડવાળા સમયમાં લોકોને આરોગ્યની ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.બ્લડ પ્રેશર પણ આવી જ એક સમસ્યા છે જે આજે શહેરમાં રહેતા લોકોના જીવનનો એક ભાગ બની ગઈ છે. આજના સમયમાં મોટાભાગના લોકોને હાઈ અથવા લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે.પરંતુ તમે કોઈ દવા લીધા વિના બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરી શકો છો.તો ચાલો જાણીએ બ્લડ પ્રેશર દૂર કરવા માટેના ઉપાયો.

image source

સંશોધન મુજબ જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે,તેવા લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા થવાની સંભાવના ખૂબ હોય છે.આ કારણોસર,દરેક વ્યક્તિને ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ તો લેવી જ જોઇએ.

Advertisement

જે લોકોને પહેલાથી બ્લડપ્રેશરની સમસ્યા છે,તેઓએ તેમના આહારમાં મીઠું ઓછું વાપરવું જોઈએ,નહીં તો તેઓને રક્તવાહિનીના રોગોનું જોખમ પણ વધી શકે છે.આવા લોકોએ નોન-વેજથી પણ દૂર રેહવું જોઈએ કારણ કે નોન-વેજ વસ્તુઓમાં મીઠાની માત્રા સામાન્ય કરતા વધારે હોય છે.
બ્લડપ્રેશરની સમસ્યાથી બચવા માટે,દરેક વ્યક્તિએ અઠવાડિયા સુધી ઓછામાં ઓછું 15 મિનિટનું વર્કઆઉટ કરવું જોઈએ.નિયમિત એરોબિક્સ તમારા બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં ઘણી મદદ કરે છે અને તમને દવાઓથી પણ દૂર રાખે છે.ફળો અને શાકભાજી પણ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર રાખવામાં મદદ કરે છે. હાયપરટેન્શનવાળા દર્દીઓ માટે પણ ફળો ફાયદાકારક સાબિત થાય છે.તે તમારા લોહીને સામાન્ય રાખવામાં મદદ કરે છે અને શરીરને વિટામિન અને પોટેશિયમ જેવા તત્વો પુરા પાડે છે.

image source

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે તમારું વજન નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.વજન વધવાને કારણે, હૃદયને લોહીને પંપ કરવું મુશ્કેલ બને છે,જે આગળ બ્લડ પ્રેશરનું સ્વરૂપ લે છે.

Advertisement

જાણો બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય

1. મેથીના દાણા

Advertisement
image source

મેથીના દાણા ઘણી ગંભીર સમસ્યાઓ દૂર કરવા માટે જાણીતા છે.મેથી બધાના ઘરે સરળતાથી જોવા મળે છે. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે મેથીના દાણા ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.મેથીમાં મોટા પ્રમાણમાં વિટામિન એ,બી,સી,આયરન,ફોસ્ફરસ અને કેલ્શિયમમાં જોવા મળે છે.આ ઉપરાંત મેથીના દાણામાં પોટેશિયમ પણ જોવા મળે છે,જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખુબ જ ફાયદાકારક છે.

2. લસણ

Advertisement
image source

કેટલાક લોકો હાઈ બ્લડ પ્રેશરમાં લસણનું સેવન કરતા નથી,પરંતુ અમે તમને જણાવી દઈએ કે,હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે લસણ એક ઉત્તમ ખોરાક બની શકે છે.જો તમને બ્લડપ્રેશરની સમસ્યા છે,તો પછી તમે દરરોજ એક કળી લસણ ખાઈ શકો છો.બ્લડ પ્રેશર કંટ્રોલ માટે લસણ એક સૌથી અસરકારક ઉપાય હોઈ શકે છે.તે કોલેસ્ટરોલ માટે પણ ઉત્તમ સાબિત થાય છે.

3. કેળા

Advertisement
image source

કેળા ઘણા આરોગ્ય લાભોથી ભરેલા હોય છે.કેળામાં પુષ્કળ પોટેશિયમ જોવા મળે છે.તમે પહેલાથી જ જાણો છો કે પોટેશિયમથી સમૃદ્ધ ખોરાકો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે લાભકારક માનવામાં આવે છે. કેળા શરીરમાં સોડિયમની માત્રા ઘટાડી શકે છે.બ્લડ પ્રેશરના દર્દીઓ દિવસમાં 2 થી 3 કેળા ખાઈ શકે છે.

4. ડુંગળી

Advertisement
image source

ડુંગળી એક એવી વસ્તુ છે કે તમારે તેને તમારા આહારમાં અલગથી શામેલ કરવાની જરૂર નથી કારણ કે આપણે તેને શાકભાજીમાં નાખીને અથવા તો દાળના વઘારમાં મૂકીને પણ ખાઈએ છીએ.પરંતુ ઉનાળામાંતમે કચુંબર તરીકે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો.આ તમારા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.ડુંગળીમાં ઘણા પ્રકારના એન્ટિ-ઓક્સિડેન્ટ જોવા મળે છે,જે બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરી શકે છે.

5. મધ

Advertisement
image source

મધ સામાન્ય રીતે શરદી ઉધરસની સારવારમાં વપરાય છે.પરંતુ શું તમે જાણો છો કે મધનું સેવન કરવાથી તમે બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મેળવી શકો છો.જો તમે દરરોજ દૂધમાં એક ચમચી મધ નાખી તેનું સેવન કરો તો તમને વધુ સારા પરિણામો મળી શકે છે.આ બ્લડ પ્રેશરને નિયંત્રિત તો કરે જ છે પરંતુ સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા લાભ આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version