Site icon Health Gujarat

આજથી જ કરો આ 5 ફ્રૂટનું સેવન, અને બ્લડ શુગર લેવલને કરી દો કંટ્રોલમાં

અહીં તમને એવા શ્રેષ્ઠ ફળો વિશે જણાવીશું કે જેના સેવનથી શરીરમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળશે અને તમે આ ફળોનું નિયમિતપણે સેવન પણ કરી શકો છો.

આપણે શરીરમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.કેટલાક ખોરાક એવા પણ છે જેનો આહારમાં નિયમિતપણે સમાવેશ થાય છે,જે આપણા શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. જો આપણે યોગ્ય સમયે તેવા ખોરાકનું સેવન બંધ ન કરીએ તો બ્લડ સુગર લેવલ વધવાને કારણે ડાયાબિટીઝ થવાનું જોખમ પણ વધી જાય છે.

Advertisement

તેથી જ અહીં તમને એવા ફળો વિશે જાવીશું,જે તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરી શકે છે.તો ચાલો હવે અમે તમને એ ફળો વિશે જણાવીએ.

બેરી

Advertisement
image source

બેરી સામાન્ય રીતે સવારના નાસ્તામાં ખાવામાં આવે છે.આ સિવાય તમે તેનું સેવન સૂવાના સમયે પણ કરી શકો છો.બેરી એવું ફળ છે જે ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે અને તે મુખ્યત્વે બધા લોકોને પસંદ પણ હોય છે.બેરી શરીરમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં અસરકારક રીતે મદદ કરી શકે છે.

સફરજન

Advertisement
image source

એવું કહેવામાં આવે છે કે જો દરરોજ એક સફરજનનું સેવન કરવામાં આવે તો તે શરીરને અનેક પ્રકારના રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.ડોકટરો દ્વારા નિયમિતપણે સફરજનનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે અને સફરજનના સેવન માટે વૈજ્ઞાનિક કારણ પણ છે.સફરજનમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે,જેના કારણે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.આ સિવાય સફરજનનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એવોકાડો

Advertisement
image source

એવોકાડો એ એક એવું ફળ છે જે તમે લગભગ તમામ ઋતુમાં સરળતાથી શોધી શકો છો.એવોકાડોના સેવનથી તમને ફિટ રહેવામાં પણ ઘણી મદદ મળી શકે છે.તે જ સમયે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે, એવોકાડોનું સેવન કરવાથી પણ સારા પરિણામો મળે છે.તેથી તમે એવોકાડોનું સેવન કરીને તમારા બ્લડ સુગર લેવલને સંતુલિત રાખી શકો છો.

નારંગી

Advertisement
image source

ખાટાં ફળોનું સેવન કરવાથી આપણી ત્વચા પરનો ગ્લો ખુબ જ વધે છે.આ સિવાય તેમાં હાજર ન્યુટ્રિશનલ એલિમેન્ટ્સ શરીરને રોગોથી બચાવવામાં અસરકારક મદદ કરે છે.વૈજ્ઞાનિકોના અધ્યયન મુજબ નારંગીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં અસરકારક અસર જોવા મળી શકે છે.

તરબૂચ

Advertisement
image source

દરેક ઋતુમાં સરળતાથી મળતું આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.ઘણા લોકો તેનું નિયમિત સેવન પણ કરે છે,જેના કારણે શરીરને ડિહાઇડ્રેશનના જોખમથી બચાવી શકાય છે.આ સિવાય બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે પણ તરબૂચનું સેવન તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

જાણો બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટેના ઉપાયો

Advertisement
image source

-બધા જ કાર્યોની શરૂઆત પેહલા નાના પગલાં પરથી જ થાય છે.તેથી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે પહેલું પગલું એટલે કે તમારું પહેલું કામ એ છે કે તમારે નિયમિત ચાલવું.તમે વિચારસો કે તમે એક સાથે 5 કિલોમીટર ચાલશો તો તે શક્ય નથી.તમારે શરૂઆત 1 કિલોમીટર ચાલવાથી જ કરવી પડશે.

-આપણે જાણીએ જ છે કે ઘણા લોકો એવા હોય છે,કે જે કામ તેમણે નક્કી કર્યું છે,તે માત્ર બે કે ત્રણ દિવસ જ કરશે બાકીના દિવસો આળસમાં જશે.તેથી તમારા કામ માટે એક યોગ્ય ટાઈમ-ટેબલ બનાવો અને તેને તમારા બેડની સામેની દીવાલ પર ચોટાડો.જેથી સવારમાં ઉઠીને તમારી નજર સૌથી પેહલા તમારા ટાઈમ-ટેબલ પર જ જશે.

Advertisement
image source

-અમે જાણીએ છીએ,કે આ બધું તમારા માટે થોડું અઘરું છે પણ તમારે તમારું મન મક્કમ કરીને તમારા સ્વાસ્થ્ય માટે આ કર્યો કરવા ખુબ જ જરૂરી છે.આ આદતો થોડા સમય અપનાવીને તમે પોતે જ પરિણામો જોઈને ખુબ જ ખુશ થશો.આ પરિણામો જ તમારું મોટિવેશન બનશે.એક બાબત જરૂરથી ધ્યાનમાં લેજો કે તમને પેહલાથી જ કોઈ બીમારી અથવા કોઈ એલર્જી છે તો આ ફળો અને કસરતો કરતા પેહલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version