Site icon Health Gujarat

જો તમે આ વસ્તુઓ ખાવાની છોડી દેશો તો ક્યારે બ્લડ પ્રેશર નહિં થાય હાઇ, અને સાથે નહિં આવો ઝપેટમાં પણ

આજની જીવનશૈલી જોતાં હાઈ બ્લડ પ્રેશર સામાન્ય બની ગયું છે. વ્યસ્ત જીવનશૈલી અને ઓછી શારીરિક પ્રવૃત્તિઓના કારણે બ્લડ પ્રેશર તમામ ઉંમરના લોકોમાં જોવા મળી રહ્યું છે. આને કારણે હાર્ટ સ્ટ્રોક, હાર્ટ એટેક અને હૃદય સંબંધિત અન્ય ઘણી બીમારીઓનું જોખમ હોઈ શકે છે. જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમારા આહારમાં થોડો ફેરફાર કરીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

image soucre

આવી સ્થિતિમાં હાર્ટ એસોસિએશન તમારા આહારમાં ફળો, લીલા શાકભાજી, પ્રોટીન અને આખા અનાજ શામેલ કરવાની સલાહ આપે છે. બીજી તરફ લાલ માંસ, વધુ પ્રમાણમાં મીઠું (સોડિયમ), અને વધુ મીઠી અથવા ખાંડ ધરાવતા પીણાંથી દૂર રહેવાનું પણ કહે છે. કારણ કે આ પદાર્થોનું સેવન બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ આ સિવાય હાઈ બ્લડ પ્રેશર એટલે શું અને આ સમસ્યા દૂર કરવા માટે તમારે શું ખાવું જોઈએ અને શું નહીં.

Advertisement

હાઈ બ્લડ પ્રેશર એટલે શું ?

image soucre

ડોકટરના જણાવ્યા મુજબ, હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે. એક વ્યક્તિનું હૃદય ધમનીઓ દ્વારા શરીરમાં લોહી પમ્પ કરે છે. ધમનીઓમાં વહેતા લોહી માટે ચોક્કસ દબાણ જરૂરી છે. પરંતુ કેટલાક કારણોસર, જ્યારે આ દબાણ વધે છે, ત્યારે ધમનીઓ દબાણ હેઠળ હોય છે અને તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા ન આવે ત્યાં સુધી ઘણા લોકો સામાન્ય રીતે કોઈ લક્ષણો જોતા નથી. કેટલાક લોકોને માથાનો દુખાવો, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવું, છાતીમાં દુખાવો અથવા યુરિનમાં રક્તસ્રાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને તમારા શરીરમાં કોઈપણ રીતના ફેરફારો દેખાતા હોય અથવા તમને તમારા શરીરની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર લાગતો હોય, તો તરત જ તમારા ડોક્ટરની સલાહ લો અને તેમના કેહવા પ્રમાણે તમારા શરીરની બરાબર રીતે તપાસ કરવો.

Advertisement

મીઠાનો ઓછો ઉપયોગ કરો

image soucre

જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો, તો ખોરાકમાં ઓછામાં ઓછા મીઠાનો ઉપયોગ કરો. ધ્યાનમાં રાખો કે દાળ, શાકભાજી, સૂપ વગેરે પર ઉપરથી મીઠું નાખીને ન ખાવું જોઈએ. કોઈપણ ચીજમાં ઉપરથી મીઠું નાખીને ખાવાથી તે તમારા હૃદયને નબળું બનાવે છે અને બ્લડ પ્રેશરમાં 5 થી 6 એમએમ એચજીનો વધારો થઈ શકે છે.

Advertisement

કોફીનું સેવન ઓછું કરો

image soucre

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, વધારે કોફીના સેવનથી બ્લડ પ્રેશર અનિયંત્રિત થાય છે જેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

Advertisement

ફાસ્ટ ફુડને ના કહો

image soucre

ચીઝ, ટમેટાની ચટણી વગેરેનો ઉપયોગ ફ્રોઝન પીત્ઝામાં થાય છે, જેમાં ખાંડ, સંતૃપ્ત ચરબી અને સોડિયમ વધુ માત્રામાં મળી આવે છે. તેના બદલે તમે ઘરે મનપસંદ શાકભાજી અને ઓછી સોડિયમ ચીઝનો ઉપયોગ કરીને પિઝા બનાવી શકો છો.

Advertisement

ટ્રાન્સ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ

image soucre

ટ્રાન્સ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ જેમ કે ડોનટ્સ, કૂકીઝ, કેક, વગેરેથી દૂર રેહવું જોઈએ. આ વસ્તુઓમાં જોવા મળતી ટ્રાંસ ફેટ શરીરમાં બેડ કોલેસ્ટરોલનું સ્તર વધારીને સારા કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે, જે બ્લડ પ્રેશર વધારવાનું જોખમ વધારે છે.

Advertisement

આલ્કોહોલનું સેવન ન કરો

image soucre

આલ્કોહોલનું સેવન કરવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે. આલ્કોહોલમાં ઘણી બધી કેલરી હોય છે, જે બ્લડ પ્રેશરની સમસ્યા વધારવાનું કામ કરે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version