Site icon Health Gujarat

બ્લડ પ્રેશરની સમસ્યા હોય કે એસિડિટીની તકલીફ, રોજ પીઓ આ ખાસ પાણી નહીં રહે બીમારીઓનો ખતરો

આજકાલની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે લોકોને તેના સ્વાસ્થ્યની ચિંતા ત્યારે થાય છે જ્યારે શરીરમાં કોઈ સમસ્યા આવે છે અને શરીર સાથ દેવાનું છોડવાના સંકેત કરે છે. જ્યારે શરીરમાં અલગ-અલગ સમસ્યાઓ થવા લાગે છે ત્યારે લોકો સ્વાસ્થ્ય ને સુધારવા માટે દોડધામ શરૂ કરે છે. ત્યાર પછી ક્યારેક જિમમાં એક્સરસાઇઝ, હેલ્થી ડાયટ પ્લાન અને દવાઓ ખાવાની શરૂઆત થાય છે.

image soucre

પરંતુ શું તમે જાણો છો કે ઘરના રસોડામાં જ કેટલીક એવી ગુણકારી ઔષધિઓ છે જે આપણને બીમારીઓથી બચાવવા અને શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. આવી અનેક વસ્તુઓમાંથી એક છે જીરું. ભોજનનો સ્વાદ વધારતા જીરાનો ઉપયોગ જો હૂંફાળા પાણી સાથે કરવામાં આવે તો તેનાથી શરીરની અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે.

Advertisement

કેવી રીતે બનાવવું જીરા નું પાણી ?

image soucre

એક વાસણમાં એક લીટર પાણી લેવું અને તેમાં બે ચમચી જીરું ઉમેરવું. આ પાણીને પાંચ મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ ચા ગાળવાની ગરણી થી તેને ગાળી અને પાણીને અલગ કરી લેવું. આ પાણીને એક સાફ બોટલમાં ભરી લેવું. જીરા નું પાણી બનાવવા માટે હંમેશા કાચા જીરા નો જ ઉપયોગ કરવો.

Advertisement

જીરા નું પાણી પીવાથી થતા ફાયદા

1. સ્થૂળતા દૂર થાય છે

Advertisement
image soucre

સ્થૂળતા આજકાલના લોકોની સૌથી મોટી સમસ્યા છે. પરંતુ હૂંફાળા પાણીમાં જીરૂ મેળવીને પીવાથી વજન વધતું નથી. કારણ કે તે મેટાબોલિઝમ વધારે છે. જીરામાં જે તત્વો હોય છે તે શરીરના ટોક્સિન બહાર કાઢે છે જેના કારણે વજન વધતું નથી.

2. બ્લડ પ્રેશર

Advertisement
image soucre

ખરાબ લાઇફસ્ટાઇલના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બીમારી બની ચૂકી છે. તેવામાં રોજ ખાલી પેટ જીરાનું પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. જીરા ના પાણી માં પોટેશિયમ સારી એવી માત્રામાં હોય છે. જે શરીરમાં ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ ને બરાબર રાખે છે. આ પાણી પીવાથી હાર્ટ રેટ પણ યોગ્ય રહે છે.

3. એસીડીટી

Advertisement
image soucre

જીરુ શાકનો સ્વાદ વધારે છે તેની સાથે જ શરીરનું પાચનતંત્ર પણ બરાબર કરવામાં મદદ કરે છે. જીરાનું પાણી પીવાથી એસીડીટીની સમસ્યાથી બચી શકાય છે.

4. ઝાડા ઉલટી

Advertisement
image soucre

હૂંફાળું જીરાનું પાણી પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે. તેના કારણે ઉલટી અને ઝાડા માં પણ રાહત થાય છે.

5. રોગ પ્રતિકારક શક્તિ

Advertisement
image soucre

રોજ સવારે જીરાનું હૂંફાળું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. જીરામાં આયરન હોય છે જે ઈમ્યૂન સીસ્ટમની બરાબર રીતે કામ કરવામાં મદદ કરે છે. જીરામાં જે એન્ટિઓક્સિડન્ટ હોય છે તે શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે.

Advertisement
Advertisement
Exit mobile version