Site icon Health Gujarat

મોટાભાગના લોકો અજાણ છે આ શાક વિશે, જે માર્કેટમાં મળે છે માત્ર 3 જ મહિના અને..

મથાળું વાંચીને તમે આશ્ચર્યચકિત થશો કે આ કયુ મોંઘુ શાક છે. હા, તમને મૂંઝવણમાં નથી મૂકી રહ્યા, હકીકતમાં લોકો આ શાકભાજીને મોંઘા શાકભાજી કહે છે. છત્તીસગનું આ ખાસ શાકભાજી વર્ષના થોડા મહિના જ વેચાય છે. તે ખૂબ ટૂંકા સમય માટે બજારમાં આવે છે. જેઓ છત્તીસગના છે તેઓ આ વનસ્પતિનો સ્વાદ અને ફાયદા જાણે છે

image source

. તેથી, તેની મોસમ આવતાની સાથે જ, તેઓ ઓછામાં ઓછું એક વાર તેનો સ્વાદ માણવાનો પ્રયત્ન કરે. આટલી બધી વાતો વાંચ્યા પછી તમે વિચારતા જ હશો, ભાઈ, આ મોંઘા શાકભાજીની આટલી પ્રશંસા થઈ રહી છે, તો તેનું નામ શું? આ વિશેષ અને મોંઘા શાકભાજીનું નામ ‘બોડા’ છે. જો કોઇ શાક ૧૦૦ રૂપિયે કિલો થઇ જાય તો દેશમાં મોંઘવારીના નામે ચર્ચા શરૂ થઇ જાય છે . આટલું જ નહીં ડુંગળીએ રેકોર્ડ તોડ કિંમતે સત્તા પલટો કરાવી દીધો હતો. જો કે છત્તીસગઢમાં એક એવું શાક વેચાઇ રહ્યું છે. જે ૧૦૦ રૂપિયા નહીં પરંતુ ૧૦૦૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે. જેનું નામ બોડા છે.

Advertisement
image source

આ શાક મોંઘુ હોવાનું એક રસપ્રદ કારણ છે. આ શાકની ખેતી નથી કરી શકાતી. કોઇપણ રીતે ખેડૂત તેનું ઉત્પાદન નથી કરી શકતો. બોડા શાકની ખાસિયત એ છે. કે તે બસ્તરના અમુક વિસ્તારમાં પ્રાકૃતિક રીતે ચોમાસાની સિઝનમાં ઉગી નીકળે છે. આ શાક ચોમાસાની સિઝનમાં જ આવે છે. આ શાકની સિઝન માત્ર બેથી ત્રણ મહિનાની જ હોય છે. ત્યારબાદ માર્કેટમાંથી ગાયબ થઇ જાય છે. આ દુર્લભ શાક બોડા છત્તીસગઢના બસ્તર અને તેના આસપાસના વિસ્તારમાં જ થાય છે.

image source

તેની કિંમત પ્રતિ કિલો ૨૦૦થી માંડીને ૧૦૦૦ કે ૧૨૦૦ સુધી હોય છે. બોડાની કિંમત ૨૦૦થી ઓછી નથી હોતી. આ શાક માત્ર સાલના વૃક્ષ નીચે પ્રાકૃતિક રીતે ઉગી નીકળે છે. ચોમાસામાં જ્યારે વરસાદ બાદ તાપ નીકળે છે. એ સમયે બોડાને સાલ વૃક્ષની નીચે જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે. જો કે ચોમાસાના શરૂઆતના સમયમાં તેની કિંમત જરા વધુ હોય છે. કારણ કે, શરૂઆતની સિઝનમાં બોડાની છાલ કૂણી હોય છે અને અંદરનો માવો પણ નરમ હોય છે. આ કારણથી તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. આ જ કારણથી ચોમાસાની શરૂઆતના સમયમાં તે વધુ મોંઘી હોય છે.

Advertisement
image source

આ શાક દુર્લભ અને કુદરતી રીતે તૈયાર થતું હોવાથી તેનો સ્વાદ પણ લાજવાબ છે. આ કારણથી જ તેની કિેમત પણ આસમાને હોય છે ચોમાસાની શરૂઆતના સમયમાં મળતું બોડા શાક ભૂરા કે સફેદ રંગનું હોય છે. તેને કેટલાક લોકો ‘જાત બોડા’ પણ કહે છે. વરસાદના એક મહિના બાદ બોડાની ઉપરની છાલ નરમ થઇ જાય છે ત્યારબાદ તેને ‘લાખડી બોડા’ કહેવાય છે. છત્તીસગઢના સરુગુજામાં બોડાને ‘પુટુ’ પણ કહે છે.

image source

તો કેટલાક લોકો તેને ‘પટરસ ફુટી’ પણ કહે છે. ડોક્ટરે જણાવ્યા અનુસાર ‘બોડા’ માર્ઇક્રોબાઇલોજિકલ ફંગસ છે. જે સાલના વૃક્ષના મૂળમાંથી નીકળતા કેમિકલથી વિકસિત થાય છે. આ કુદરતી શાક છે, જેમાંથી શરીરને સેલ્યુલોઝ અને કાર્બોહાઈડ્રેટ મળે છે. જે લોકોએ તેનો સ્વાદ ચાખ્યો છે તે કહે છે કે બોડાનો સ્વાદ કેટલો વિશેષ છે, તે માત્ર તેઓ જ કહી શકે છે. જે તેને એકવાર ખાય છે તે દિવાના થઈ જાય છે. તે એકદમ કુદરતી શાકભાજી છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version