Site icon Health Gujarat

જાણો જ્યારે હાથ પર દઝાય ત્યારે ઉતાવળમાં કયુ કામ ના કરવુ જોઇએ…

રસોડામાં કામ કરતી વખતે ઘણી વાર બેદરકારી કે પછી ક્યારેક અજાણતા જ લોકો પોતાનો હાથ દઝાડી બેસે છે. એવા સમયે કોઈ પાણીમાં હાથ નાખવાનું કહે છે તો કોઈક બરફ ઘસવાની સલાહ આપે છે.

image source

પણ શું તમે જાણો છો કે હાથ દાઝી જાય એવી પરિસ્થિતિમાં સૌથી પહેલા શુ કરવું જોઈએ એ વાતને લઈને હંમેશા લોકો મૂંઝવણમાં રહે છે. હર કોઈ બળતરાને ઓછી કરવા જુદા જુદા ઉપાય અજમાવે છે. પણ ક્યારેક આ ઉપાય હાનિકારક પણ બની શકે છે. તો ચાલો જાણી લઈએ કે બળતરાથી આરામ મેળવવા દરમિયાન કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

Advertisement

ઠંડા પાણીથી દૂર રહો.

image source

દાઝી જાવ તો સૌથી પહેલા દાઝેલા ભાગને પાણીની નીચે રાખી દો. ઓછામાં ઓછી 20 મિનિટ એ જ સ્થિતિમાં રહો. જોકે એ વાત પર અવશ્ય ધ્યાન આપવું કે પાણી બિલકુલ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. દાઝેલા ભાગ પર ઠંડુ પાણી ક્યારેય ન નાખશો.

Advertisement

બરફ ન ઘસવો.

image source

ચામડીના દાઝી જવાને કારણે ઘણા લોકો બળતરાથી બચવા બરફનો સહારો લે છે. એ વાત સાચી છે કે બરફ ઘસવાથી બળતરા ઓછી થઈ જાય છે, પણ બરફના કારણે એ જગ્યા પર લોહી જામી શકે છે. જેના કારણે તમારું લોહીનું પરિભ્રમણ પ્રભાવિત થઈ શકે છે. એટલે બરફનો ઉપયોગ ન કરો.બરફ ઘસવાથી ફોલ્લા પડવાની શક્યતા ઓછી નથી થતી પણ આના કારણે તમારી તકલીફો વધી શકે છે. એટલે સાવચેતી જરૂર રાખો.

Advertisement

રૂનો ઉપયોગ ન કરો.

image source

ક્યારેય પણ દાઝેલા ભાગ પર રૂનો ઉપયોગ ભૂલથી પણ ન કરો. એ ચામડી સાથે ચોંટી શકે છે જેના કારણે તમને વધારે બળતરા થશે.એ સિવાય બેક્ટેરિયા વધવાની પણ શક્યતાઓ રહેલી છે.

Advertisement

મલમ ન લગાવશો.

image source

દાઝી ગયા હોય એ જગ્યા પર માખણ કે મલમને તરત ક્યારેય ન લગાવવું જોઈએ અને જો ફોલ્લો પડી જાય તો એને ફોડવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. આના કારણે તમારી તકલીફ વધી શકે છે.

Advertisement

કપડું ન ખેંચશો.

જો વધારે પડતા જ દાઝી ગયા હોય તો ઘરમાં ઘરગથ્થુ ઉપાય કરવાને બદલે તરત દાઝેલી વ્યક્તિને હોસ્પિટલ લઈ જાઓ. જો દાઝ્યા હોય એ જગ્યા પર કોઈ કપડું ચોંટી ગયું હોય તો એને ખેંચશો નહિ, એની સાથે સાથે ચામડી ખેંચાઈ જવાની બીક રહે છે.

Advertisement

પાણી ન પીવડાવો.

image source

વધારે પડતું દાઝી ગયા હોય તો એ વ્યક્તિને એક સામટુ પાણી ન આપો, પણ એને ઓઆરએસ ઘોળીને પીવડાવો. કારણ કે દાઝ્યા પછી માણસના આંતરડા કામ કરતા બંધ થઈ જાય છે. અને પાણી શ્વાસનળીમાં ફસાઈ શકે છે જેના લીધે જીવ જોખમમાં મુકાઈ શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version