Site icon Health Gujarat

વધેલા વજનને સડસડાટ ઘટાડવુ હોય તો, જાણો લસ્સી અને છાશમાંથી વધારે સારુ શું.

લસ્સી અને છાશ એક આરોગ્યપ્રદ પીણું છે લસ્સી અને છાશ તમને કેલ્શિયમ,વિટામિન બી 12,ઝીંક અને પ્રોટીન પ્રદાન કરી શકે છે.એસિડિટી અને હાર્ટબર્નથી છુટકારો મેળવવા માટે બંને પીણાં મદદગાર છે.

image source

ખાસ વસ્તુઓ

Advertisement

1. બે માંથી ક્યુ પીણું તમારું વજન ઝડપથી ઘટાડવામાં મદદરૂપ થશે ?

2.બંને ડેરી પ્રોડક્ટ સરળતાથી દહીં સાથે ઘરે બનાવી શકાય છે.

Advertisement

3.છાશ બનાવવા માટે ઘણી બધી રીતો છે,જે તમે ઓનલાઇન શોધી શકો છો.

image source

લસ્સી અથવા છાશ તમારા માટે સારો વિકલ્પ કયો છે ? આ બંને ઉનાળાના સામાન્ય પીણાં છે જે તમને સળગતી ગરમીમાં ઠંડા અને હાઇડ્રેટ કરી શકે છે.આ બંને ડેરી ઉત્પાદનો છે અને સરળતાથી દહીં સાથે ઘરે બનાવી શકાય છે. તે બંને પ્રોબાયોટિક્સથી સમૃદ્ધ છે અને તમારા આંતરડામાં ફાયદાકારક બેક્ટેરિયા પ્રદાન કરી શકે છે,જે આંતરડાનું આરોગ્યમાં અને પાચનમાં સુધારો કરી શકે છે.પરંતુ,જો તમે વજન ઘટાડવા માટે ડાયટ પર છો,તો પછી તે જાણવું મહત્વપૂર્ણ બને છે કે આ બે માંથી ક્યુ પીણું તમારા માટે વજન ઘટાડવા માટે ઝડપથી સાબિત થશે.સેલેબ ન્યુટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ આ સવાલનો જવાબ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Advertisement
image source

પૂજા માખીજાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં કહ્યું,હું દરેક રીતે કહીશ કે લસ્સી અને છાસમાં છાસ એ વધુ સારી પસંદગી છે.તે હળવું,સ્વસ્થ,સ્પાઇસીઅર અને ટેન્ગીઅર છે.તે વિટામિન સી અને પ્રોબાયોટિક્સનો સમૃદ્ધ સ્રોત છે. તમે દિવસમાં ઘણીવાર છાસના ગ્લાસ પી શકો છો.
છાશને મસાલાવાળી છાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગરમીના સમયે છાસ પીવી વધુ ફાયદાકારક છે,તેથી તમે ઉનાળામાં છાસનો ઉપયોગ વધુ કરી શકો છો.કોલા અને આવા અન્ય પીણા પીવાના બદલે તમે તમારી તરસ છીપાવવા માટે કુદરતી પીણું પી શકો છો.અને તમારી જાતને સારી રીતે હાઇડ્રેટેડ રાખી શકો છો.

મસાલાછાસ કેવી રીતે બનાવવી

Advertisement
image source

આ લોકપ્રિય પીણા પીણાને બનાવવાની રીત ખૂબ સરળ છે.તમારે ફુદીના અને કોથમીર,લીલા મરચા,જીરું પાવડર, કાળું મીઠું અને અડધા કપ દહીંની જરૂર છે. તેમને મિક્સચરમાં પીસી લો.હવે આ મિક્ષણમાં અડધો કપ દહીં નાખો.થોડું મીઠું અને અઢી કપ પાણી ઉમેરો અને પછી એક બાઉલમાં સારી રીતે ભેળવી લો.

image source

છાશ બનાવવા માટે ઘણી બધી રીતો છે,જે તમે ઓનલાઇન શોધી શકો છો.તમે તેને તમારી પસંદગી પ્રમાણે બનાવી શકો છો.દિવસ દરમિયાન કોઈપણ સમયે તમે એક ગ્લાસ છાશ પી શકો છો. તમે છાશને બપોરના ભોજન સાથે લો અને તે બપોરે આળસને રોકવામાં પણ મદદ કરશે.
લસ્સી કરતા છાસ વજન ઓછું કરવામાં મદદગાર છે કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version