Site icon Health Gujarat

ચશ્માના નંબર ઓછા કરવા અને આંખોનું તેજ વઘારવા આ 4 નુસ્ખાઓ છે ખૂબ અસરકારક, જાણો તમે પણ

એક કેહવત છે, જે એકદમ સાચી છે. કહેવાય છે કે આંખ છે તો દુનિયા છે. આવું એટલા માટે કહેવાય છે કારણ કે આપણે આ વિશ્વને આંખોથી જોયે છે, તેથી આપણા શરીરની સંભાળ લેવાની જેમ, આપણી આંખોની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસોમાં આંખોની સમસ્યાઓ એક સામાન્ય સમસ્યા છે. જો કે, ઘણા લોકોને સમસ્યાની ગંભીરતાનો ખ્યાલ હોતો નથી. જો નબળી આંખોની રોશનીને અવગણવામાં આવે છે, તો દ્રષ્ટિ દોષ સામાન્ય ભાષામાં કહેવાય તો આંખોની રોશની પણ ગુમાવી શકો છે. ઘણા લોકો આંખોની દ્રષ્ટિ સુધારવા માટેના ઘરેલું ઉપાયોથી પરિચિત નથી. જો તમે તમારા ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સથી છૂટકારો મેળવવા માંગતા હો તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આ ઘરેલું ઉપાય અપનાવવાથી, તમે તમારી આંખોની દૃષ્ટિ વધારીને સ્વસ્થ રહી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ એ ઘરેલુ ઉપાય ક્યાં છે.

બદામ, વરિયાળી અને સાકર

Advertisement
image source

બદામ, વરિયાળી અને સાકર એક એવા આયુર્વેદિક ઉપાય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મિશ્રણમાં ઉપયોગમાં લેવાતા તમામ 3 તત્વો આંખની રોશનીમાં સુધારો કરવા માટે જાણીતા છે. આ મિક્ષણ તૈયાર કરવા માટે, તમારે બદામ, સાકર અને વરિયાળીની જરૂર પડશે. આ ત્રણેય ચીજોનો પાવડર બનાવવા માટે, બધી ચીજોને ગ્રાઇન્ડ કરો. ત્યારબાદ આ પાવડરને એક ડબ્બામાં સ્ટોર કરો અને દરરોજ રાત્રે સુતા પહેલાં આ એક ચમચી પાવડર ગરમ દૂધ સાથે લો. 7 દિવસ સુધી દરરોજ આ મિક્ષણનું સેવન કરવાથી તમે તમારી આંખોની રોશની વધારી શકો છો.

પલાળીને બદામ, કિસમિસ અને અંજીર

Advertisement
image source

જો તમારી આંખોની દ્રષ્ટિ નબળી છે અથવા તમને લાગે છે કે તમારી આંખો નબળી પડી રહી છે તો તમારે આ ઘરેલું ઉપાય અજમાવવો જોઈએ. આ માટે તમારે માત્ર બદામ, કિસમિસ અને અંજીરની જરૂર છે. હવે આ ચીજોને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે પીસી લો. હવે આ મિક્ષણને પાછું પાણીમાં મિક્સ કરો અને પી લો. આ તમને આંખોની બધી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે. કિસમિસ અને અંજીરને પણ તમારી આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. જો તમે આ ત્રણેય ચીજો ગ્રાઈન્ડ નથી કરી શકતા તો ત્રણેયને રાત્રે પાણીમાં પલાળો. ત્યારબાદ સવારે ઉઠીને પલાળેલી બદામ, કિસમિસ અને અંજીર ખાઈ લો અને તે પાણી પી લો. આ ઉપાય પણ ફાયદાકારક છે.

દેશ ઘી

Advertisement
image source

આ ઘરગથ્થુ ઉપાયથી આંખોની દ્રષ્ટિ સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. આયુર્વેદ અનુસાર દેશી ઘી તમારી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચારમાં મદદ કરી શકે છે. દેશી ઘીમાં વિટામિન અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે જે તમારી આંખોના રોશની સુધારવામાં મદદ છે. આંખોની રોશની સુધારવા માટે, તમારી આંખો પર દેશી ઘી લગાવો અને થોડા સમય માટે તમારા આંખોની મસાજ કરો. આ ઉપાય થોડા દિવસો કરવાથી તમને તમારી આંખોની રોશનીમાં ઘણો તફાવત જોવા મળશે.

આંખની કસરતો

Advertisement
image soucre

તમારી આંખને સ્વસ્થ રાખવા માટે તમારે તેની આસપાસના સ્નાયુઓને ઉત્તેજીત કરવાની જરૂર છે. આ માટે તમારી આંખોને ડાબેથી જમણે, ઉપર અને નીચે તરફ ફેરવો. દિવસમાં 2-3 વખત ક્લોકવાઇઝ અને એન્ટિકલોકવાઇઝનું પુનરાવર્તન કરો.

આંખની રોશની વધારવા માટે આમળા

Advertisement
image source

જો તમને તમારી આંખો નબળી લગતી હોય તો આમળા તમારી આંખોની રોશની વધારવા માટે ખુબ જ ફાયદાકારક ઉપાય છે. દરરોજ સવારે એક ચમચી આમળાનો રસ પીવાથી તમારી આંખોની રોશની દિવસેને દિવસે સારી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version