Site icon Health Gujarat

ચહેરાની સુંદરતાથી લઇને વાળની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અક્સીર છે વિટામીન-ઇ, આ રીતે કરો ઉપયોગ

ચહેરા અને વાળની ​​સુંદરતામાં વધારો કરવા સાથે, વિટામિન-ઇ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તમારા રૂટિનમાં વિટામિન ઇનો સમાવેશ કરીને, તમે ગ્લોઈંગ ત્વચા, રેશમી વાળ અને સારું આરોગ્ય પણ મેળવી શકો છો.

image source

ત્વચાને ગ્લોઈંગ બનાવવી હોય અથવા વાળની ચમક વધારવી હોય સાથે સ્વસ્થ પણ રેહવું હોય તો તમારા આહારમાં વિટામિન ઇનો સમાવેશ કરી શકો છો. આ ફક્ત ત્વચા અને વાળ માટે જ નહીં, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમે દવાઓ સિવાય, શાકભાજી અને ફળો દ્વારા પણ વિટામિન ઇ મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે ચહેરા, વાળ અને આરોગ્ય સુધારવા માટે આપણા રૂટિનમાં વિટામિન-ઇનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે-

Advertisement

ચહેરા માટે

image source

તમે ચહેરા માટે વિટામિન-ઇ કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે દરરોજ રાત્રે સુતા પહેલા વિટામિન-ઇની કેપ્સ્યુલ નાઈટ ક્રીમ, મોઇશ્ચરાઇઝર, લોશન અથવા બદામના તેલમાં મિક્સ કરો. ત્યારબાદ તેને ચહેરા અને ગળા પર લગાવો. આ ત્વચાને શુષ્ક બનતા અટકાવે છે અને ત્વચામાં ગ્લો લાવે છે.

Advertisement

વાળ માટે

image source

વાળને મજબૂત બનાવવા અને ચમકદાર બનાવવા માટે, તમે દરરોજ જે તેલનો ઉપયોગ કરો છો તેમાં વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરો. આ માટે તમે તમારા વાળ માટે જે પણ તેલ વાપરો છો, તેમાં કેપ્સ્યુલ નાખીને મિક્સ કરો. ત્યારબાદ આ તેલથી તમારા માથાની ચામડીની માલિશ કરો અને આ તેલને તમારા વાળ પર પણ લગાવો. આ તમારા વાળને સુંદર, મજબૂત અને જાડા બનાવશે. આ સાથે, બેમોવાળા વાળની ​​સમસ્યા પણ ઓછી થશે.

Advertisement

આંખો માટે

image source

ઘણી વખત લોકોના આંખોની આસપાસ ડાર્ક સર્કલ જોવા મળે છે. આ ડાર્ક સર્કલ દૂર કરવા માટે વિટામિન-ઇનો ઉપયોગ કરી શકો છો. આ માટે દરરોજ સુતા પહેલા ચમચીમાં વિટામિન-ઇ તેલ લો. પછી આંગળીઓની મદદથી આ તેલ ડાર્ક સર્કલ પર લગાવો, હવે હળવા હાથથી પાંચ મિનિટ સુધી માલિશ કરો, પછી તેને આખી રાત રહેવા દો અને સવારે તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો. આ રીત તમારા ડાર્ક સર્કલ માત્ર થોડા દિવસોમાં જ દૂર કરશે.

Advertisement

હોઠ માટે

image source

વિટામિન-ઇ નો ઉપયોગ હોઠોને નરમ અને સુંદર બનાવવા માટે કરી શકાય છે. આ માટે દરરોજ સુતા પહેલા, મોસ્ચ્યુરાઇઝ અથવા બદામ તેલ સાથે વિટામિન-ઇ કેપ્સ્યુલ્સ મિક્સ કરી લો. હવે આ મિક્ષણ હોઠ પર લગાવો. જો તમે ઇચ્છો, તો તમે આ તેલને કોઈ પણ વસ્તુમાં મિક્સ કર્યા વગર જ લગાવી શકો છો. આ તમારા હોઠને નરમ બનાવશે સાથે તમારા હોઠની કાળાશ પણ દૂર કરશે.

Advertisement

સ્વાસ્થ્ય માટે

image source

તમે તમારી ત્વચા અને વાળ પર વિટામિન-ઇ કેપ્સ્યુલ્સથી ભરેલા તેલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ વિટામિન-ઇ કેપ્સ્યુલ્સનું સેવન કરી શકાય નહીં. આ માટે તમારે તમારા નિયમિત આહારમાં બદામ, અખરોટ, મગફળી, સૂર્યમુખીના બીજ, પાલક, બ્રોકોલી, કેપ્સિકમ, પીનટ બટર જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. જે તમારા શરીરમાં વિટામિન-ઇની ઉણપને પૂર્ણ કરશે. વિટામિન-ઇનો ઉપયોગ કરવાથી ફક્ત સુંદર ત્વચા અને વાળ જ નહીં, તે તમારા સ્વાસ્થ્યને પણ સુધારશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version