Site icon Health Gujarat

ચહેરા પર ડાધા-ધબ્બાને બધુ બહુ થઇ ગયુ છે? તો આ કુદરતી રીતે મેળવો નિખાર, જાણો આ ટિપ્સ

ચહેરો એ તમારા સ્વસ્થ શરીરનો અરીસો છે. તમારા શરીરના તમામ આંતરિક ફેરફારોની અસર તમારા ચહેરા પર સ્પષ્ટ જોઇ શકાય છે. પછી ભલે તમારા ચેહરા પર પિમ્પલ્સ હોય કે આંખો નીચે ડાર્ક સર્કલ. આ બધા શરીરની અંદર થતાં પરિવર્તનનું પરિણામ છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે તમે તણાવમાં રહો છો, ત્યારે તમારા સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા હોય છે અથવા પોષણનો અભાવ હોય છે, તો પછી આ બધા લક્ષણો તમારા ચહેરા પર જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો છો કે તમારી ત્વચા સ્વસ્થ, નરમ, ગ્લોઈંગ અને તેજસ્વી રહે, તો તમારે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. તેથી, ચાલો અમે તમને જણાવીએ કે જીવનમાં કઈ નાની નાની વસ્તુઓ બદલીને, તમે તમારી સુંદરતા જાળવી શકો છો.

1. તણાવ ઓછો

Advertisement
image source

શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે તમે કોઈ મોટી ઇવેન્ટમાં ભાગ લેવા જાવ છો, ત્યારે તે જ દિવસે પિમ્પલ્સ તમારા ચહેરા પર કેમ આવે છે ? આનું કારણ ખરેખર તમારો તણાવ હોય છે. એક સંશોધન મુજબ, કેટલાક મોટા અથવા મહત્વપૂર્ણ કામ કરતા પહેલા કેટલાક લોકોને એટલી તાણ અને ચિંતા થાય છે કે તેમના ચહેરા પર ખીલ અથવા પિમ્પલ્સ આવવાની સંભાવના 23 ટકા વધી જાય છે. તેથી, તે મહત્વનું છે કે તમે કોઈ પણ કાર્ય કરતા પહેલા એક યોજના બનાવો, જેથી તમારે ચિંતા ન કરવી પડે. આ માટે તમે તમારી સવારની શરૂઆત યોગ અથવા ધ્યાનથી કરી શકો છો.

2. સવારની શરૂઆત વર્કઆઉટથી કરો

Advertisement
image source

આજે, મોટાભાગના લોકોની જીવનશૈલી એવી બની ગઈ છે કે સવારની શરૂઆત ખૂબ જ સુસ્ત અને આળસથી શરુ થાય. મોટાભાગના લોકો માટે, કામ એટલે 8 થી 10 કલાક કમ્પ્યુટરની સામે બેસવું. જો તમે પણ આવું કરો છો, તો પછી તે તમારા આરોગ્ય અને તમારી ત્વચાને સૌથી વધુ અસર કરશે. તેથી જ તમારા દિવસની શરૂઆત યોગ, વોકિંગ, ટ્રેડમિલ, વર્કઆઉટથી કરો. તમે જેટલા વધુ સક્રિય રેહશો, તેટલું જ તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ સારું રહેશે અને તણાવ પણ ઓછો હશે.

3. સ્વસ્થ ખોરાક જરૂરી છે

Advertisement
image source

શક્ય હોય ત્યાં સુધી તમારા દૈનિક આહારને સ્વસ્થ રાખો. આ માટે, તમે ડાયટ પ્લાન બનાવી શકો છો. રંગબેરંગી ફળો અને શાકભાજી ખાવાનો પ્રયત્ન કરો. રંગબેરંગી ફળો અને શાકભાજી વિટામિન્સ અને પોષણથી ભરપૂર હોય છે. આ ઉપરાંત પ્રોટીન ત્વચાની કોલેજન વધુ સારી રાખે છે. તમે તમારા સાપ્તાહિક ભોજનમાં માછલી, ઇંડા અને ચિકનનો પણ સમાવેશ કરી શકો છો. જો તમે બિનઆરોગ્યપ્રદ અને વધુ તેલયુક્ત મસાલા ખાઓ છો તો તરત જ આ આદત છોડી દો. તેનું સેવન કરવાથી તમારા ચહેરા પર વધુ ડાઘ થઈ શકે છે અને ત્વચાની ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે તમારા આહારમાં ફળોની સાથે, ડ્રાયફ્રૂટ્સ અને સલાડ વગેરે શામેલ કરી શકો છો. તેમાં રહેલા પોષક તત્ત્વો તમારી ત્વચાની સુંદરતા વધશે અને ચેહરા પર કુદરતી ગ્લો જાળવશે.

4. રાત્રે પૂરતી ઊંઘ લો

Advertisement
image source

એક સંશોધન અનુસાર, જો તમે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો છો, તો તમારા ચહેરા પર કોઈ ડાર્ક સર્કલ રહેશે નહીં. માત્ર આ જ નહીં, તે તમારી ત્વચાના સ્વરમાં પણ સુધારો કરશે. ઊંઘની અપૂરતી, ત્વચાનું નવું કોલેજન ઉત્પન્ન થવાનું બંધ કરે છે, જેના કારણે ત્વચા શુષ્ક થવાનું શરૂ કરે છે. તેથી, સંપૂર્ણ ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજ-કાલ ઘણા લોકોમાં એવી આદતો હોય છે, કે તેઓ દરરોજ રાત્રે સુતા પેહલા કલાકો સુધી મોબાઈલમાં સમય વિતાવે છે. આ કરવું ખુબ જ ખોટું છે, કારણ કે રાત્રે મોબાઈલમાં વધુ સમય પસાર કરવાથી તે તમારી આંખો સાથે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે અને તમારી આ આદત અનિંદ્રાનું કારણ પણ બને છે. તેથી જો તમને પણ આ આદત છે, તો આજથી જ આ આદત છોડીને રાત્રે પૂરતી ઊંઘ લો. જેથી તમે સ્વસ્થ રહો.

5. પુષ્કળ પાણી પીવું

Advertisement
image source

તંદુરસ્ત ત્વચા માટે પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાણી આપણા શરીરની અંદરના ઝેરી પદાર્થોને દૂર કરે છે અને ત્વચાને લવચીક બનાવવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચાની હીલિંગ ક્ષમતા સારી રહે છે અને ત્વચા કોઈપણ પ્રકારની બળતરા વગર જાતે જ મટાડવામાં સક્ષમ બને છે.

6. યુવી કિરણો ટાળો

Advertisement
image source

સૂર્યપ્રકાશ અને સૂર્ય કિરણોને લીધે સન-બર્ન જાય છે અને ત્વચાની વૃદ્ધત્વ પ્રક્રિયા ઝડપથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તો સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં અને જયારે સૂર્ય કિરણો સૌથી વધુ હોય, એટલે કે સવારે 10 થી 4 સુધી, તો આટલો સમય શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version