Site icon Health Gujarat

શું તમે જાણો છો કે ચણાના લોટમાં આવી રીતે થાય છે ભેળસેળ, ચેક કરવા માટે કામની છે આ ટિપ્સ

આપણામાંથી મોટાભાગના લોકો રોજ બેસન ખાવાનું પસંદ કરે છે. પછી તે મિઠાઈના રૂપમાં હોય, શાકના રૂપમાં હોય કે નમકીનના રૂપમાં. તે ખાવાનાનો સ્વાદ વધારવાની સાથે સાથે હેલ્થને પણ ફાયદો આપે છે. પણ શું તમે એ વાતની જાણકારી ધરાવો છો કે તે મિલાવટી એટલે કે નકલી કે ભેળસેળ વાળું પણ હોઈ શકે છે. આજકાલ બજારમાં મળતી દરેક ચીજ મિલાવટી જોવા મળે છે. તેમાં બેસનનો એટલે કે ચણાના લોટનો પણ સમાવેશ થાય છે. માર્કેટમાં અનેક બ્રાન્ડનું બેસન મળે છે. દરેક કંપની તેની શુદ્ધતાની ગેરેંટી પણ આપે છે. આ સમયે ગ્રાહક મુશ્કેલીમાં રહે છે કે કઈ કંપનીનું બેસન ખરીદવું યોગ્ય છે. ખાસ કરીને ગ્રાહકોએ સતર્કતા રાખવાની જરૂર છે. જો તેઓ કેટલીક નાની વાતોને જાણી લે છે તો તેઓ અસલી અને ભેળસેળ વાળા એટલે કે મિલાવટી બેસનની ઓળખ ફટાફટ જાતે જ કરી શકે છે.

આ રીતે કરાય છે મિલાવટ

Advertisement
image source

સૌ પહેલા વાત કરીએ કે આખરે બેસનમાં મિલાવટ કેવી રીતે કરવામાં આવે છે. અસલી બેસનને માટે ચણાની દાળનો ઉપયોગ કરાય છે. નકલી બેસન તૈયાર કરવા માટે નફાખોરો 25 ટકા ચણાની દાળ લે છે અને આ સિવાયના 75 ટકામાં રવો, વટાણા દાળ, ચોખાનો પાવડર, મકાઈ અને ખેસારીનો લોટ તથા કૃત્રિમ રંગનો ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો અનેક લોકો ઘઉંના લોટમાં પણ કૃત્રિમ રંગ મિક્સ કરીને બેસન તૈયાર કરે છે.

આ 2 રીતે સરળતાથી ઓળખી શકાય છે નકલી કે મિલાવટી ચણાના લોટને

Advertisement
image source

1. હાઈડ્રોક્લોરિક એસિડની મદદથી કરો ઓળખ

2. લીંબુની મદદથી કરો મિલાવટી ચણાના લોટની ઓળખ

Advertisement
image source

બેસનમાં મિલાવટ છે કે નહીં તે જાણવા માટે તમે 2 ચમચી ચણાનો લોટ લો.

તેમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો.

Advertisement

સાથે તેમાં 2 ચમચી હાઈડ્રોક્લોરિક એસિડ પણ મિક્સ કરી લો.

image source

તેને થોડી વાર રહેવા દો.

Advertisement

જો તમને બેસન લાલ કે ભૂરા રંગનું દેખાય છે તો તેનો અર્છ એ છે કે તે ચણાનો લોટ નકલી છે.

આ માટે જરૂરી છે યોગ્ય ચણાના લોટની ઓળખ

Advertisement
image source

મિલાવટી અને નકલી કે ભેળસેળ વાળા ચણાના લોટનો ટેસ્ટ કરવો જરૂરી છે કેમકે તે તમારી હેલ્થને બગાડવાનું કામ પણ કરી શકે છે. તેને ખાવાથી સાંધાના દર્દ, વિકલાંગતા અને પેટની બીમારીઓ સહિત અનેક ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version