Site icon Health Gujarat

સ્કિન પરના બધા ડાઘા-ધબ્બાને દૂર કરવા તેમજ સ્કિન સોફ્ટ કરવા ચંદનમાં મિક્સ કરો આ વસ્તુઓ, મળશે જોરદાર રિઝલ્ટ

જ્યારે પણ ત્વચાને સુંદર અને ગ્લોઈંગ બનાવવાની વાત આવે છે ત્યારે ચોક્કસપણે ચંદનના પાવડરનો ઉલ્લેખ હોય છે જેનો ઉપયોગ પ્રાચીન કાળથી ઘણા ઉપાયો માટે કરવામાં આવે છે. તમે ચંદન પાવડરથી સુંદર અને ગ્લોઇંગ ત્વચા મેળવી શકો છો. તે તમારી ત્વચાને નરમ અને ત્વચા પરની દરેક સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે, સાથે તે ત્વચા પરની ફોલ્લીઓ દૂર કરીને ત્વચાને બેદાગ બનાવવામાં પણ મદદ કરશે. તો ચાલો જાણીએ ચંદન પાવડરથી ફેસ-માસ્ક બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે.

ચંદન પાવડર અને ગુલાબજળ

Advertisement
image soucre

જો તમે ત્વચા પર પિમ્પલ્સથી પરેશાન છો, તો તમારી સમસ્યા દૂર કરવા માટે ચંદન પાવડરની પેસ્ટ ફાયદાકારક છે. આ માટે ચંદનના પાવડર અને ગુલાબજળને સમાન માત્રામાં મિક્સ કરો. હવે તેને તમારા આખા ચહેરા પર લગાવો અને તેને ઓછામાં ઓછા 15 મિનિટ માટે રહેવા દો. આ તમારી ત્વચાને ઠંડક તો આપશે જ સાથે ત્વચામાં હાજર પિમ્પલ્સ પણ ધીરે ધીરે અદૃશ્ય થઈ જશે.

ચંદન પાવડર અને મધ

Advertisement
image soucre

એન્ટીએજિંગ માટે ચંદન પાવડર ખૂબ જ ફાયદાકારક છે. એન્ટીએજિંગ ફેસપેક બનાવવા માટે, તમારે ઇંડાનો પીળો ભાગ લેવો પડશે અને તેમાં અડધી ચમચી મધ ઉમેરવો પડશે. હવે તેમાં 1 ચમચી ચંદન પાવડર મિક્સ કરો અને તેને તમારા આખા ચહેરા પર લગાવો અને થોડા સમય માટે રહેવા દો. જયારે આ ફેસ-પેક સૂકાઈ જાય ત્યારે તમારો ચેહરો ધોઈ લો. આ ફેસ-પેક ચેહરાને કડક બનાવશે સાથે ચેહરા પરની કરચલીઓ પણ દૂર કરશે.

ચંદન પાવડર અને દૂધ

Advertisement
image soucre

કાચા દૂધમાં અડધી ચમચી ચંદન પાવડર મિક્સ કરો. તેને તમારા આખા ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ સુધી રહેવા દો. જયારે આ ફેસ-પેક સુકાઈ જાય ત્યારે તેને હળવા હાથથી માલિશ કરીને કાઢો. આ ફેસ-પેક ત્વચા પર હાજર ટેનિંગ ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે.

ચંદન પાવડર, ગુલાબજળ અને કાચું દૂધ

Advertisement
image soucre

જો તમને તમારા ચહેરા પર સતત પરસેવો આવવાની સમસ્યાથી પરેશાન છો, તો આ સમસ્યા દૂર કરવા માટે ચંદન પાવડર ખુબ ફાયદાકારક છે. ચંદન પાવડરથી ચેહરો ઠંડો થાય છે. આ માટે ચંદન પાવડર, ગુલાબજળ અને કાચું દૂધ લો અને આ ત્રણેય ચીજોને બરાબર મિક્સ કરી લો. હવે આ ફેસ-પેકને ચેહરા પર લગાવો અને થોડા સમય સુધી રહેવા દો. થોડા સમય પછી તમારા ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉપાય અપનાવવાથી ચેહરો એકદમ ઠંડો થશે અને પરસેવો આવવાની સમસ્યા દૂર થશે.

ચંદન પાવડર, મુલતાની માટી અને ગુલાબજળ

Advertisement
image soucre

ચેહરા પર પિમ્પલ્સની સમસ્યા દૂર કરવા માટે મુલતાની માટીની 1 ચમચી, 1 ચમચી ગુલાબજળ, 1/2 ચમચી ચંદન પાવડર અને એક ચપટી હળદર લો. પહેલા એક બાઉલ લો અને તેમાં મુલતાની માટી અને ચંદન પાવડર નાખો. હવે તેમાં 1 ચમચી ગુલાબજળ ઉમેરો. જો પેસ્ટ સૂકાઈ જાય તો તમે થોડું વધુ ગુલાબજળ ઉમેરી શકો છો. ત્યારબાદ આ મિશ્રણમાં એક ચપટી હળદર ઉમેરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. ધ્યાનમાં રાખો કે તમારે આ પેસ્ટને બ્રશની મદદથી જ ચહેરા પર લગાવવી, ત્યારબાદ 15 મિનિટ પછી તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો. યાદ રાખો કે ચેહરો ધોતી વખતે ચેહરાને રગડો નહીં. હળવા હાથથી તમારો ચેહરો ધોઈ લો. આ પેસ્ટને અઠવાડિયામાં 2-3 વાર ચહેરા પર લગાવો, તમને પિમ્પલ્સની સમસ્યામાં રાહત મળશે.

ચંદન પાવડર અને દહીં

Advertisement
image soucre

?
ચેહરાને ગ્લોઈંગ બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ લો અને એ બાઉલમાં એક ચમચી દહીં નાખો. આ પછી તેમાં અડધી ચમચી ચંદન પાવડર અને અડધી ચમચી હળદર પાવડર નાખી આ બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરો અને એક પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને 10 મિનિટ માટે ફ્રીઝમાં રાખો જેથી તે પેસ્ટ સારી રીતે ઠંડી થાય, તમારે ઠંડી થયેલી પેસ્ટનો જ ઉપયોગ કરવો પડશે. 10 મિનિટ પછી તમે ફ્રિજમાંથી પેસ્ટ કાઢો અને તેને તમારા ચહેરા પર લગાવો, ત્યારબાદ તેને લગભગ 15 મિનિટ સુધી તમારા ચહેરા પર રહેવા દો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. ફક્ત 2 થી 3 દિવસ સુધી આ ઉપાય કરવાથી તમે તમારી જાતે જ તફાવત અનુભવશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version