Site icon Health Gujarat

કિડનીથી લઇને આ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરે છે આ ઘાસ, જાણો અને ક્યાંય પણ મળે તો તરત જ લઇ આવો ઘરે

ચાંગેરી એક પ્રકારનો ઘાસ અથવા છોડ છે, જેને આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઘાસ ચોક્કસપણે તમારા ઘરની આસપાસ હાજર જ હશે, પરંતુ તમે તેના વિશે અજાણ રહેવાથી તેનો કોઈ લાભ લઈ શકતા નથી. ચાંગેરીને તીનપતીયા પણ કહેવામાં આવે છે, કારણ કે તેના પાંદડા ત્રણ ભાગોમાં વહેંચાયેલા દેખાય છે. ચાંગેરીના પાંદડામાં પોટેશિયમ, કેલ્શિયમ અને કેરોટિન મળી આવે છે. આ સિવાય તેના પાંદડામાં ઓક્સાલેટ અને વિટામિન સી પણ ભરપુર માત્રામાં હોય છે.

image source

આજે અમે તમે ચાંગેરી ઘાસ વિશે જણાવીશું, આ તે જ ચાંગેરી છે જે આપણે બધાએ બાળપણમાં ખાધી જ હશે, તેનો સ્વાદ ખાટો અને મીઠો છે અને દેખાવમાં આ ઘાસ એક ફૂલ જેવું જ એકદમ સુંદર લાગે છે. પ્રાચીન કાળથી તેનો ઉપયોગ પેટને લગતા રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે, તેથી આજે અમે તમને તેના સ્વાસ્થ્ય લાભો વિશે જણાવી રહ્યા છીએ. જે લાભ જાણીને તમે આજથી જ આ ચીજનું સેવન કરવાનું ચાલુ કરી દેશો.

Advertisement

જાણો અહીં ચાંગેરીના ફાયદા વિશે.

પેટની સમસ્યા

Advertisement
image soucre

તે ખોરાક પ્રત્યેની રુચિમાં વધારો કરે છે, જે ભૂખ ખોલવામાં મદદ કરે છે, આ માટે,ચાંગેરીના 8 થી 10 પાંદડા લો અને તેનો ઉકાળો બનાવો ત્યારબાદ આ ઉકાળાનું સેવન નિયમિત કરો. તે પાચનની શક્તિમાં સુધારો કરે છે.

મરડોમાં

Advertisement

મરડાની સમસ્યા દૂર કરવા માટે ચાંગેરીના રસમાં પીપળાનો રસ મિક્સ કરીને પીવો.આ રસ મરડામાં રાહત આપે છે.

માથાનો દુખાવો દૂર કરો

Advertisement
image source

અત્યારના સમયમાં તણાવની સ્થિતિ સામાન્ય છે તણાવ થવાથી માથાનો દુખાવો થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે ચાંગેરીના રસમાં થોડો ડુંગળીનો રસ મિક્સ કરીને માથા પર લગાડવાથી આ સમસ્યા દૂર થાય છે.

બવાસીરની સમસ્યા દૂર કરે છે

Advertisement
image source

આ સમસ્યા દૂર કરવા માટે ચાંગેરીના પાંદડાં, ફૂલો, ફળો, છાલ અને મૂળને પીસી લો. ત્યારબાદ આ પેસ્ટને ઘીમાં સેકી લો અને તેમાં દહીં નાખીને આ શાકનું સેવન કરો. આ શાકના નિયમિત સેવનથી બવાસીરની સમસ્યા દૂર થશે.

કિડની, લીવર અને આંતરડા માટે

Advertisement

ચાંગેરીના પાંદડાનું નિયમિત સેવન કરવાથી કિડની, લીવર અને આંતરડાની ગંદકી સાફ થાય છે અને તે સ્વસ્થ બને છે.

મોંની ગંધ દૂર કરવા માટે

Advertisement
image source

જો તમને મોમાં ગંધ, પેઢામાં લોહી અથવા દાંતની નબળાઇથી પરેશાન છો, તો ચાંગેરીના પાંદડા તમને આ સમસ્યાઓથી રાહત આપે છે. મોંની દુર્ગંધ દૂર કરવા માટે ચાંગેરીના 7-8 પાન ધોઈ લો અને તેને બરાબર ચાવો. તેના પાનનો સ્વાદ ખાટો હોય છે. આ પાંદડા મોંના ફ્રેશનરની જેમ કાર્ય કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version