Site icon Health Gujarat

જો તમે રોજ 5 મિનિટ કરશો આ કામ, તો વધેલુ પેટ આપોઆપ થઇ જશે ફ્લેટ અને નહિં વધે વજન

ખોટી રીતે લેવાયેલા આહાર અને કાર્બોહાઈડ્રેટના કારણે વધેલા વજનને ઘટાડવું એ હવે મુશ્કેલ કાર્ય નથી. તમારી નિત્યક્રમમાં કેટલાક ફેરફારો કરીને તમારા વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે.

લોકડાઉન દરમિયાન લોકો ઘરોમાં જ રહ્યા છે અને આવી સ્થિતિમાં વજન વધવાની સમસ્યા તો સામાન્ય છે. જો સમયસર આ સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આવે તો તમારા જાડાપણાની સમસ્યા હંમેશ માટે રહી જશે.વજન ઘટાડવું એ મુશ્કેલ કાર્ય નથી.યોગ્ય જીવનશૈલી અને યોગ્ય માર્ગદર્શન અપનાવીને જાડાપણું દૂર કરી શકાય છે.

Advertisement

કેટલાક નિષ્ણાતો કહે છે કે નાના ફેરફારો પણ તમારા જીવન પર મોટી અસર કરી શકે છે.અહીં અમે તમને એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અપનાવીને તમે વજન ઘટાડવાના લક્ષ્યમાં સફળ શકો.

સુતા પહેલાં નાસ્તાની યોજના બનાવો

Advertisement
image source

સવારનો નાસ્તો એ આપણા માટે વજન ઘટાડવા માટે દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે.યોગ્ય માત્રામાં લેવામાં આવેલો સવારનો નાસ્તો વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.સવારે ઉઠવું અને તમારા નાસ્તાની ચિંતા કરવી તેના કરતા વધુ સારું છે કે તમારે રાત્રે સૂતા પહેલા જ બીજા દિવસની નાસ્તાની યોજના કરવી જોઈએ. નાસ્તાની યોજના બનાવતી વખતે હંમેશાં નાસ્તામાં વિટામિન અને પ્રોટીનથી ભરપૂર નાસ્તાની યોજના કરો. તમે નાસ્તામાં ફળોના રસ અને સાથે તમારા મનપસંદ પ્રોટીનથી ભરપૂર આહાર લેવા જોઈએ.

વર્કઆઉટ પહેલાં કોફી પીવો

Advertisement
image source

ઘણા ફિટનેસ ટ્રેનર્સ અને સેલિબ્રિટીઝ પ્રિ-વર્કઆઉટ તરીકે કોફીનું સેવન કરે છે.કોફી પીવાથી તમે કસરત કરતી વખતે તમારા શરીરમાં ઉર્જા અને મદદ મેળવો છો.ઉપરાંત,કોફીમાં કેલરી ખૂબ ઓછી હોય છે,જે વજન ઘટાડવા માટે ખુબ જ ફાયદાકારક છે.

જ્યારે પણ તમને સમય મળે ત્યારે ચાલો

Advertisement
image source

વજન ઓછું કરવા માટે મોટાભાગના લોકો દોડવું અને ભારે વર્કઆઉટ્સ અપનાવે છે.જો તમે આ કરવા નથી માંગતા,તો પછી તમે સવારમાં અથવા તમને આખા દિવસમાં જયારે પણ સમય મળે ત્યારે તમારે ચાલવું જોઈએ.ચાલવા માટે જરૂરી નથી કે તમે કોઈ પાર્કમાં જાવ.તમે તમારા કામ દરમિયાન મળેલા વિરામ દરમિયાન પણ ઘરે અથવા ઓફિસમાં ચાલી શકો છો.

સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો

Advertisement
image source

આજકાલ મોટાભાગના લોકો તેમના સવારની શરૂઆત ફક્ત સોશિયલ મીડિયાના ફીડ્સ દ્વારા જ કરે છે. તમારા ફોનનો વધુ સારો ઉપયોગ કરવાનો આ સમય છે.તમારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ બનાવો જે વર્કઆઉટ્સથી સંબંધિત હોય અથવા તે લોકોને ફોલો કરો જે ફિટનેસ સંબંધિત વિડીયો અથવા પોસ્ટ શેર કરતા હોય.તેથી સવારમાં તમે જ્યારે પણ તમારો મોબાઇલ જોશો,ત્યારે તમને આ પોસ્ટ્સ જોવાની અને વર્કઆઉટ્સ અપનાવવા માટે પ્રેરણા મળશે.

સવારે ઉઠીને પાણી પીવું જરૂરી છે

Advertisement
image soucre

જાડાપણાની સમસ્યાને ઘટાડવા માટે તમારે સૌ પ્રથમ આ આદત નિયમિતપણે અપનાવવી જોઈએ.સવારે ઉઠ્યા પછી તમારે ફ્રેશ થતાં પહેલાં ઓછામાં ઓછું અડધો લિટર પાણી પીવું જોઈએ.આ કરવાથી તમારું પેટ સંપૂર્ણ સાફ થઈ જાય છે.આ સિવાય અમુક પ્રકારના હાનિકારક ઉત્સેચકોને લીધે વજન વધવાનું જોખમ પણ ઘણી વખત ઘટાડે છે.જો તમે પીવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો છો,તો તે વધુ ફાયદાકારક રહેશે.

ફળોનું સેવન કરતા પેહલા આ બાબતોની જરૂરથી કાળજી લો

Advertisement
image source

સૌથી અગત્યની અને મહત્વની બાબત એ છે કે વજન ઓછું કરવા માટે તમારે તમારા ખોરાકને નિયંત્રિત કરવો પડશે.તમારે એવા ખોરાકનું સેવન કરવાનું ટાળવું જોઈએ જેનાથી વજનમાં વધારો થઈ શકે.આમાં એવોકાડો, કેળા,ખાંડથી ભરપૂર ઓટમિલ અને ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ખોરાક ટાળવાનો સમાવેશ થાય છે.વજન ઘટાડવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી,વિટામિન સી,બાફેલા બટાટા,બાફેલા લીલા કઠોળ ખૂબ મદદરૂપ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version