Site icon Health Gujarat

માત્ર કોરોના જ નહીં, આ રોગની પણ નથી શોધાઈ રસી, તમારા ઘરની આજુબાજુ હશે આ બિમારીના અનેક દર્દીઓ, ચેતજો

તમે બધાએ ચિકનગુનિયાનું નામ તો સાંભળ્યું જ હશે, કદાચ તમારામાંથી કોઈને આ રોગ થઈ પણ ગયો હશે. ત્યારે આ રોગને લઈ અને ઉપચારને લઈ લોકોમાં ઘણી અવઢવ જોવા મળતી હોય છે. તો આ સમાચાર તમારે વાંચવા જોઈએ કે જેથી તમે બધી ગફલતોથી દુર રહો. આ ચિકનગુનિયાની બીમારી એક વાયરસથી ફેલાય છે જે મચ્છર કરડવાથી થાય છે. આ બીમારીનો સૌથી પ્રથમ કેસ વર્ષ 1952માં આમે આવ્યો હતો. તે સમયે શોધ મારફતે જાણવા મળ્યું હતું કે ચિકનગુનિયા મચ્છરના કરડવાથી થાય છે. એડીઝ ઇજિપ્તિ અને એડિસ એલ્બોપિક્ટ્સ નામના મચ્છર આ વાયરસ ફેલાવે છે.

આ છે ચિકનગુનિયાનાં લક્ષણ

Advertisement
image soucre

ચિકનગુનિયાના પ્રમુખ લક્ષણ છે ખૂબ જ તાવ આવવો, શરીરમાં દુખાવો થવો, હાડકાંમાં દુખાવો, માંસપેશિઓમાં દુખાવો થવો, શરીરમાં રેશેઝ થવા, નબળાઇ આવવી અને થાકનો અનુભવ થવો. ચિકનગુનિયાના આ લક્ષણ ખૂબ જ સામાન્ય હોય છે અને આ લક્ષણ મચ્છર કરડ્યાંના 5 થી 7 દિવસ પછી જોવા મળે છે. શક્ય છે કે આ લક્ષણ કોઇ બીજા કારણથી હોય એટલા માટે તેની તપાસ કરાવી લેવી જોઇએ.

ચિકનગુનિયા મચ્છરોથી ફેલાય છે

Advertisement
image source

આ બીમારી કેટલાય દેશમાં જોવા મળી છે. એશિયા ઉપરાંત અમેરિકા, આફ્રીકા, યૂરોપ અને કેટલાય દેશોમાં આ બીમારી ઝડપથી વધી રહી છે. એમ્સના પ્રોફેસરનું કહેવું છે કે ચિકનગુનિયા મચ્છરોથી ફેલાય છે તો જો આપણે મચ્છરોથી પોતાનું રક્ષણ કરી લઇએ તો આપણે જાતે જ ચિકનગુનિયાથી બચવામાં સફળ થઇ શકીએ છીએ.

મચ્છરોથી બચશો તો આ બિમારીથી બચી જશો

Advertisement
image source

એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે, ચિકનગુનિયાના મોટાભાગના મચ્છર દિવસમાં કરડે છે એટલા માટે મચ્છરોથી બચાવતી ક્રીમ દિવસમાં લગાવવી જોઇએ. આ સાથે જ દિવસમાં પણ પોતાના શરીરને સંપૂર્ણ રીતે ઢાંકતા કપડાં પહેરવા જોઇએ. આપણી આસપાસ સાફ-સફાઇનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ, જેનાથી કોઇ પણ જગ્યાએ એકઠું થયેલું પાણી કેટલાય દિવસ સુધી એક જગ્યા પર ન રહી શકે, કારણ કે અહીં મચ્છરોના પેદા થવાની શક્યતાઓ વધારે હોય છે. રાત્રે મચ્છરદાની અને અગરબત્તીનો ઉપયોગ કરો. ઘર અને આસપાસ ડીડીટીનો સમય-સમય પર છંટકાવ કરો. આ બધું કરવાથી તમે મચ્છરોથી દુર રહેશો અને જેના કારણે આ બિમારી તમારાથી દુર જ રહેશે.

ચિકનગુનિયાને આ રીતે હરાવી શકાય છે

Advertisement
image source

એમ્સના પ્રોફેસરનું કહેવું છે કે ચિકનગુનિયાની દવા હજુ સુધી બની શકી નથી, પરંતુ પ્રારંભિક ઉપચાર કરીને ચિકનગુનિયાથી આવતા તાવમાંથી છૂટકારો મેળવી શકાય છે. તાવની દવા અને એન્ટિબાયોટિક દવાઓ તેમાં અસરકારક સાબિત થાય છે. સાંધામાં દુખાવાની ફરિયાદ માટે પેઇન કિલર આપવામાં આવે છે, પરંતુ જો દર્દીને વધારે પરેશાની થઇ રહી છે તો ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે.

image source

લોકોના મનમાં ચિકનગુનિયાને લઇને ઘણો ડર બેસી ગયો છે, પરંતુ જો લોકોમાં યોગ્ય રીતે ચિકનગુનિયાને લઇને જાગરૂકતા ફેલાવવામાં આવે અને તેમને આ બીમારીના લક્ષણ અને અટકાવવાના ઉપાયો વિશે યોગ્ય રીતે જણાવવામાં આવે તો આ બીમારીને આગળ વધતી અટકાવી શકાય છે. આપણે ચિકનગુનિયાથી ડરવાનું નથી પરંતુ જાગરૂત બનીને તેનો સામનો કરવાનો છે.

Advertisement

આ રીતે કરાવો ટેસ્ટ

image source

ચિકનગુનિયાની ઓળખ કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવો પડે છે, કારણ કે તેના લક્ષણ ઘણા સામાન્ય છે. ચિકનગુનિયા માટે અત્યાર સુધી કોઇ પણ વેક્સીન અથવા દવા બની નથી, પરંતુ આ બીમારી જીવલેણ પણ નથી, એટલા માટે તેનાથી ગભરાવાની પણ કોઇ જરૂર નથી. જ્યારે હાલમાં કોરોના ચાલી રહ્યો છે ત્યારે કોરોનાની પણ હજુ કોઈ વેક્સીન નથી, પરંતુ તે એક જીવલેણ રોગ થઈ ગયો છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version