Site icon Health Gujarat

શુ તમારું બાળક માસ્ક પહેરવા તૈયાર નથી થતુ? તો અજમાવો આ તરકીબ તરત જ માની જશે

શુ તમારું બાળક માસ્ક પહેરવા તૈયાર નથી થતું? આ તરકીબ અજમાવી જુઓ તો તરત માની જશે

સરકારે આપી છૂટછાટ

Advertisement
image source

ભારતમાં કોરોના વાયરસના કારણે ચાલેલા લોકડાઉનને હળવું કરાયા બાદ લોકો ધીમે-ધીમે ઘર બહાર નીકળવા લાગ્યા છે. આટલું જ નહીં છેલ્લા 3 મહિનાથી બંધ રહેલી ઓફિસો, દુકાનો-ધંધા પણ હવે ધીમેં ધીમે રાબેતા મુજબ થઈ રહ્યા છે. લોકડાઉનમાં ભલે થોડી ઢીલ મુકવામાં આવી હોય પરંતુ કોરોના વાયરસના કેસ પણ દિવસે દિવસે વધી જ રહ્યા છે એ બાબત પણ આપણે ભૂલવી ન જોઈએ. આ એવો સમય છે જેમાં પર્સનલ હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડે તેમ છે.

બાળકોને ‘ન્યૂ નોર્મલ’ વિશે જણાવો

Advertisement
image source

આ સમય જ્યારે આપણાં જેવા લોકો માટે કપરો બન્યો છે ત્યારે નાના બાળકોની શુ સ્થિતિ થતી હશે એ વિચારવા જેવું છે. શાળાઓ પણ ક્યારે ખૂલશે તેનું પણ કઈ નક્કી નથી. તેવામાં બાળકોને ઘર બહાર લઈ જતી વખતે માસ્ક પહેરવાની આદત પાડવી ખૂબ જ જરૂરી છે. કોવિડ 19ની રસી ક્યારે શોધાશે તેની કોઈને જાણ નથી. ત્યારે બાળકોને પણ ‘ન્યૂ નોર્મલ’ વિશે શીખવવુ જરુરી છે. જેમ કે, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરે.

બાળકોને માસ્ક પહેરતા કેવી રીતે કરવા?

Advertisement
image source

કોરોના વાયરસના કારણે દરેક ઉંમરની વ્યક્તિ માટે માસ્ક પહેરવું ખૂબ જ જરુરી છે. પણ નાના બાળકોને મોઢે માસ્ક બાંધવું જરાય ગમતું નથી હોતું. આવી સ્થિતિમાં તેમને માસ્ક પહેરવા તૈયાર કેવી રીતે કરશો તે માટેની જોઈ લો ટિપ્સ.

માસ્ક શા માટે જરૂરી છે તે જણાવો

Advertisement

તમારા બાળકને કોરોનાની ગંભીરતા વિશે જણાવવું જરૂરી છે. તેનો અર્થ જરાય એ નથી કે બાળકને કોરોનાની તમામ માહિતી આપીને તેમને ડરાવી દેવામાં આવે પરંતુ તમારા બાળકને જણાવો કે જોઈ ન શકાય તેવા જંતુથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. આ સિવાય જર્મ્સ સામે જીતવા માટે હાથ ધોવા કેટલા જરૂરી છે તે પણ સમજાવો.

તમારી પાસેથી જ શીખશે બાળકો

Advertisement
image source

જો તમારા બાળકો તમને માસ્ક પહેરતા જોશે તો જ તેમને પણ માસ્ક પહેરવાનું ગમશે. આ સિવાય તમે તમારા બાળકોના ફ્રેન્ડ્સના માતા-પિતાને પણ તેમણે માસ્ક પહેર્યું હોય તેવા ફોટો મોકલવાનું કહી શકો છો. આમ કરવાથી તેમને પ્રેરણા મળશે અને કમ્ફર્ટેબલ અનુભવશે.

થોડો સમય આપો

Advertisement
image source

તમે કહો અને બાળક તરત માની જાય એવું ક્યારેય બનતું નથી એટલે તેમને ઘરમાં જ માસ્ક પહેરવાની પ્રેક્ટિસ કરાવો અને થોડો સમય પણ આપો. બાળકોને ધાક ધમકી આપ્યા વગર માસ્ક રૂટિન લાઈફનો જરૂરી ભાગ છે તેવું તેમને સમજાવો

બાળકોને માસ્કને ડેકોરેટ કરો

Advertisement

જો ઉપરના જણાવેલ તમામ પ્રયોગો નિષ્ફળ જાય તો તેમને ગમે એવા માસ્ક લઈ આવો અથવા પછી ઘરે જ તેની સાથે બેસીને એના માટે બનાવો. આ સિવાય તમે માસ્કને ડેકોરેટ કરશો તો પણ તેને પહેરવાનું ગમશે.

image source

માસ્ક કમ્ફર્ટેબલ છે કે નહીં તે ચેક કરો

Advertisement

બાળક વ્યવસ્થિત રીતે માસ્ક પહેરે તે જરૂરી છે જ આ સિવાય તે તેમના માટે કમ્ફર્ટેબલ પણ હોવું જોઈએ. તે એકદમ ટાઈટ કે ઢીલું ન હોય તે જોવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version