Site icon Health Gujarat

ચોમાસામાં છીંક અને ઉધરસને અલવિદા કહેવા માટે અજમાવો આ પાંચ ઘરેલુ ઉપાય, મળશે તુરંત રાહત અને સ્વાસ્થ્ય રહેશે નીરોગી…

ચોમાસાની ઋતુ કાળઝાળ ગરમીમાંથી સુખદ રાહત લાવે છે અને તેટલી જ ભયાનક બીમારીઓ પણ લાવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ધાતક બની શકે છે. ચોમાસાની ઋતુમા અનેકવિધ બીમારીઓનો પણ સામનો કરવો પડે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તેથી, જ્યારે વાયુ પ્રદૂષણ નું સ્તર ઉચું હોય છે, વરસાદ પડી રહ્યો છે, અને રોગપ્રતિકારક શક્તિ ઘટે ત્યારે તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરોને કેવી રીતે અટકાવવી તે જાણવું જરૂરી છે.

image soucre

તેથી ઉધરસ અને છીંક જેવા નાના લક્ષણો થી દૂર રહેવા માટે તમારી જાતને તૈયાર કરવા માટે કે જે ચોમાસા દરમિયાન કોવિડ-૧૯ નું ઘાતક સ્વરૂપ લઈ શકે છે, આ ઘરેલું ઉપાયો અજમાવો. આ ટિપ્સ અનુસરવા માટે સરળ છે, અને તમારા ઘરમાં સરળતાથી આ વસ્તુઓ મળી આવે છે.

Advertisement
image soucre

આદુ માં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણધર્મો હોય છે, જે ઉબકા અને અને દુખાવામાં રાહત આપે છે. તે નાક સાફ કરવામાં અને ઉધરસ મટાડવા માટે મદદ કરે છે. એક ચમચી આદુ, જીરું, વરિયાળી અને કોથમીર નું પાણી ઉકાળીને ઓફિસ અને શાળાએ લઈ જઈ દિવસભર પીવું જોઈએ.

image soucre

તુલસી એક પ્રાચીન આયુર્વેદિક ઓષધિ છે, જે રોગોને દૂર કરે છે. આ છોડના પાંદડાઓમાં જાદુઈ ઉપચાર ગુણધર્મો છે. તેથી દરરોજ ત્રણ થી ચાર તુલસી ના પાનને ખાવા જોઈએ, અથવા મધ સાથે પેસ્ટ બનાવી અને ઉધરસ અને છીંક થી રાહત મેળવવા માટે તેનું સેવન કરી શકાય છે.

Advertisement
image soucre

હળદર આપણા રોજિંદા વપરાશમાં જોવા મળતા સૌથી વધુ ઉપયોગ થનારા મસાલાઓમાં નો એક છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે તેથી તમે મધ સાથે અડધી ચમચી હળદર મિક્સ કરી અને દિવસમાં બે વખત તેનું સેવન કરી શકો છો. ઉધરસ અને છીંક જેવી સમસ્યાઓ માટે લીમડો ફરી એક શ્રેષ્ઠ ઓષધિ છે.

image soucre

દરરોજ સવારે ખાલી પેટ પાંચ થી છ લીમડા ના પાન ચાવો. લીમડો હાનિકારક પ્રદૂષકો ને શોષવામાં ખૂબ જ સારો છે. આ પદ્ધતિઓ અપનાવીને તમે આ સિઝનમાં શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ને સરળતાથી અલવિદા કહી શકો છો. બદલાતા હવામાન અને પ્રદૂષણ ને કારણે અવરોધિત નાક અને ગળાની સમસ્યાઓને દૂર કરવા માટે તમે મરી નો ઉપયોગ કરી શકો છો. આ માટે રાત્રે સૂતા પહેલા એક ચપટી પીસેલા મરીમાં એક ચમચી મધ ઉમેરી તેનું સેવન કરો.

Advertisement
Advertisement
Exit mobile version