Site icon Health Gujarat

ચોકલેટ ખાવાથી ચહેરા પર નથી પડતી કરચલીઓ, જાણો બીજા આ અનેક ફાયદાઓ વિશે તમે પણ

માત્ર બાળકો જ નહીં, પુખ્ત વયના લોકો પણ ચોકલેટ ખાવાનું પસંદ કરે છે, પરંતુ ઘણી વાર આપણે સાંભળ્યું છે કે ચોકલેટ ખાવાથી દાંત બગડે છે અથવા શરીરની ચરબીમાં વધારો થાય છે. તેમજ ઘણા સંશોધનોમાં એ વાત બહાર આવી છે કે ચોકલેટ ખાવાથી શરીરને ઘણાં પોષક તત્વો પણ મળે છે અને ચોકલેટથી શરીરને ફાયદો પણ થાય છે. હકીકતમાં ચોકલેટ કોકો નામના એક વૃક્ષના પ્રવાહીમાંથી બનાવવામાં આવે છે. આ વૃક્ષમાં મોટી માત્રામાં એન્ટીઓક્સિડન્ટસ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો ચાલો આપણે જાણીએ ચોકલેટ ખાવાના ફાયદા શું છે –

પૌષ્ટિકતાથી ભરપૂર:

Advertisement
image source

કોકો વૃક્ષના પ્રવાહીમાંથી બનાવેલા ચોકલેટને ડાર્ક ચોકલેટ કહેવામાં આવે છે. ખાસ કરીને આ જ ચોકલેટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, કારણ કે કોકોમાં ઘણાં બધાં ખનીજ અને દ્રાવ્ય રેસા હોય છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, કોકોમાં મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, જસત ઉપરાંત ઘણા પોષક તત્વો હોય છે. તેમાં થોડી માત્રામાં કેફીન પણ મળી આવે છે, તેથી જો આપણે થોડી પણ ચોકલેટ ખાઈએ છીએ તો શરીરને ઘણી કેલરી મળે છે.

એન્ટીઓકિસડન્ટસનો શ્રેષ્ઠ સ્રોત:

Advertisement
image source

ડાર્ક ચોકલેટ એ શરીર માટે એન્ટીઓક્સિડન્ટ્સનો મહત્વપૂર્ણ સ્રોત છે. શરીર પરના બાહ્ય હુમલાઓને રોકવા માટે એન્ટીઓકિસડન્ટસ યુક્ત આહાર જરૂરી હોય છે. તેમજ કોકોમાં હાજર એન્ટીઓકિસડન્ટસ ઉચ્ચ ગુણવત્તાના હોય છે. કેટલાક અભ્યાસો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોકલેટમાં બ્લૂબેરી કરતા એન્ટીઓક્સિડન્ટસ વધુ હોય છે.

ચોકલેટ લોહીનો પ્રવાહ સુધારે છે

Advertisement
image source

ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોલ્સ હોય છે, જે નાઈટ્રિક ઓકસાઈડ ઉત્પન્ન કરે છે, જે ધમનીઓને મજબૂત બનાવે છે અને લોહીના પ્રવાહમાં અવરોધ નથી લાવતું. જો શરીરમાં લોહીનો પ્રવાહ સરળતાથી કામ કરે તો હૃદય અને મગજ પણ યોગ્ય કામ કરે છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક અને બીપી જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

ચોકલેટ સારા કોલેસ્ટરોલ વધારે છે

Advertisement
image source

આખા શરીરમાં હૃદયનું સ્વસ્થ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો ધબકારા યોગ્ય રીતે કામ કરવાનું ચાલુ રાખે છે, તો શરીરના અન્ય ભાગોમાં લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રહેશે, પરંતુ જો લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય છે. ખાસ કરીને, ખરાબ કોલેસ્ટ્રોલની હૃદય પર તેની પ્રથમ નકારાત્મક અસર પડે છે. ડાર્ક ચોકલેટ લોહીમાં ખરાબ કોલેસ્ટરોલને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

image source

જ્યારે શરીરમાં એચડીએલનું પ્રમાણ વધે છે ત્યારે હૃદયનું જોખમ પણ ઘટે છે. આ સિવાય ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પણ મળે છે. આવી સ્થિતિમાં, જો ડાયાબિટીસના દર્દીઓ ડાર્ક ચોકલેટ ખાય છે, તો ઘણાં નકારાત્મક પરિણામો જોવા મળતા નથી.

Advertisement

ચહેરા પર કરચલીઓ પડતી નથી

image source

કેટલાક વૈજ્ઞાનિક સંશોધનથી એ પણ બહાર આવ્યું છે કે ડોર્ક ચોકલેટમાં હાજર કોકો ફ્લેવોનોલ્સ વૃદ્ધત્વના સંકેતોને ઝડપથી આવવા દેતા નથી. એક અધ્યયન મુજબ દરરોજ બે કપ ડોર્ક ચોકલેટ પીવાથી વૃદ્ધ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને તેમની વિચારસરણી ક્ષમતામાં પણ વધારો થાય છે. જો મન સ્વસ્થ રહે છે, તો તેના શરીરના અન્ય ભાગો પર પણ સકારાત્મક પરિણામો આવે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version