Site icon Health Gujarat

ચોમાસામાં રફ અને ડ્રાય વાળને ફરીથી શાઈનિંગ આપવા માટે અપનાવી લો આ ખાસ ઉપાયો

ચોમાસાની સીઝનની શરૂઆત થઈ છે ત્યારે ખાસ કરીને ભેજના કારણે સ્કેલ્પ સૂકી બને છે અને વાળ બેજાન બને છે. જો તમે સૂકા વાળની સમસ્યાથી પરેશાન છો તો તમે અહીં આપેલી કેટલીક ટિપ્સનો ઉપયોગ કરીને ખરતા અને બેજાન વાળથી જલ્દી જ છૂટકારો મેળવી શકો છો. ચોમાસાની સીઝન આવતા જ અનેક લોકો ડ્રાય અને સૂકા વાળની સમસ્યાથી પરેશાન રહે છે. આવું મોશ્ચરાઈઝેશનની ખામીના કારણે થાય છે. આ સિવાય ખરાબ લાઈફસ્ટાઈલ અને પ્રદૂષણના કારણે પણ વાળ પર અસર પડે છે. ચોમાસામાં સૂકા અને ફ્રિઝી હેરની સમસ્યા ભેજના કારણે રહે છે. જે લોકોના વાળ કર્લી હોય છે તેમને આ સીઝનમાં વધારે સમસ્યા રહે છે. જો તમે ડ્રાય અને ફ્રીઝી હેરની સમસ્યાથી પરેશાન છો તો તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે મુલાયમ અને ઘેરા વાળ મેળવી શકો છો.

અવોકાડો હેર માસ્ક

Advertisement
image soucre

અવોકાડો હેર માસ્ક વાળને પ્રાકૃતિક રીતે મોઈશ્ચરાઈઝ કરવાની સાથે સાથે મજબૂત રાખવામાં મદદ કરે છે. આ માટે તમારે અડધા પાકા અવોકાડોમાં અડધી ચમચી મધ, એક ઈંડું અને રોઝમેરી ઓઈલના 3 ટીપાં મિક્સ કરવાના રહે છે. આ ચીજોને સારી રીતે મિક્સ કરીને વાળમાં લગાવી લો. આ માસ્કને 15-20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

વાળને કંડીશન કરો

Advertisement
image soucre

વાળનું સૂકાપણું દૂર કરવા માટે તમે તેને અઠવાડિયામાં 2-3 વાર ધૂઓ અને પછી તેને કંડીશનિંગ કરો. આમ કરવાથી વાળ મુલાયમ અને ચમકદાર બનશે. માર્કેટમાં અનેક પ્રકારના કંડીશનર આવે છે જે વાળને મોઈશ્ચરાઈઝ કરે છે. આ સિવાય તમે ઈચ્છો તો ઘરેલૂ ઉપાયો પણ અજમાવી શકો છો.

વાળને ડિટોક્સ કરો

Advertisement
image soucre

ચોમાસાની સીઝનમાં ડ્રાય સ્કેલ્પ અને ગૂંચવાયેલા વાળને મુલાયમ કરવા માટે તેને ડિટોક્સ કરી શકાય છે. આ સાથે વાળના સ્કેલ્પને પણ પોષણ મળશે. તમે વાળને ડિટોક્સ કરવાની સાથે સાથે 1-1 ચમચી એપલ સાઈડર વિનેગર કે લીબુંનો રસ અને 2 કપ ગરમ પાણી મિક્સ કરી શકો છો. આ બંનેને મિકસ કરીને ક્લીંઝ અને મોશ્ચરાઈઝ કરી લો. આ ઉપાયને શેમ્પૂની સાથે યૂઝ કરશો તો તમને ફાયદો થશે.

વાળ બનાવી લો મજબૂત

Advertisement
image soucre

અનેક વાર વાળમાં કલર કરવાના કારણે અને સ્ટાઈલિંગ કરવાથી પણ વાળ ડેમેજ થાય છે. એવામાં વાળને સ્ટ્રેન્ડને ફરીથી મજબૂત કરવાની જરૂર પડે છે. જો તમે સૂતા સમયે સિલ્કના તકિયાનો ઉપયોગ કરો તો તે લાભદાયી રહે છે. આ વાળને નરમ રાખે છે અને તમારા વાળ ઘસાતા નથી. આ સિવાય જો વાળ ખરવાની સમસ્યા હોય તો પણ આ સિલ્કના તકિયા રાહત આપે છે.

વાળને મોશ્ચરાઈઝ કરો

Advertisement
image soucre

કર્લી વાળને નરીશ રાખવા માટે ડિહાઈડ્રેશન અને મોશ્ચરાઈઝ કરવાનું જરૂરી બને છે. જો તમે વાળને મોશ્ચરાઈઝ કરવા માટે મધ, અલોવેરા જેલ, શીયા બટરનો ઉપયોગ કરો છો તો વાળની અનેક નાની મોટી સમસ્યાથી ઝડપથી છૂટકારો મેળવી શકો છો.

તો હવેથી આ વરસાદની સીઝનની શરૂઆતથી જ તમે આ ઉપાયો કરી લેશો તો આખી સીઝનમાં તમારા વાળ શાઈની, સિલ્કી રહેશે, સાથે આ ઉપાયોથી તમારા વાળનો ગ્રોથ પણ વધશે અને અન્ય કોઈ નાની મોટી સમસ્યા હશે તો તે પણ સરળતાથી દૂર થશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version