Site icon Health Gujarat

જો તમારા દાંત તમાકુ-સિગારેટથી પીળા પડી ગયા હોય તો અપનાવો આ ટિપ્સ, દાંત થઈ જશે દૂધ જેવા ધોળા

મોતી જેવા ચમકતા દાંત તમારી સુંદરતા અને તમારા વ્યક્તિત્ત્વમાં ચાર ચાંદ લગાવી દે છે. દિવસમા બે વાર બ્રશ અને યોગ્ય સ્વચ્છતા જાળવવાથી દાંત મોતી જેવા ચમકદાર અને મજબુત બને છે. ગુટખા, પાન, તમ્બાકુ, દારૂ, સિગારેટ વિગેર દાંતની ચમકને દૂર કરી દે છે અને સાથે સાથે તે તમારા દાતના મૂળિયાને પણ નબળા પાડી દે છે પણ આજે અમે તમારા દાંતને ફરી સફેદ તેમજ ચમકીલા બનાવવાની કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ આ ટીપ્સ વિષે.

મીઠાથી દાત સાફ કરવા તે સૌથી જુનો નુસખો છે. મીઠામાં બેથી ત્રણ ટીપા સરસિયાનું તેલ મિક્સ કરીને તેનાથી દાત સાફ કરવામા આવે તો દાતની પીળાશ દૂર થાય છે અને દાત ચમકીલા બને છે.

Advertisement
image source

જો તમે કુદરતી રીતે તમારા દાંતની પીળાશને દૂર કરવા માગતા હોવ તો બળેલા લાકડાના કોલસાનો જીણો પાઉડર બનાવીને તેને તમારી આંગળીઓના ટેરવા પર લઈને તેનાથી તમારા દાંત ઘસવાથી તેમજ દાત પર મસાજ કરવાથી તમે તેની પીળાશને દૂર કરી શકો છો આ એક અકસીર ઉપાય છે. અને સદીયોથી તેનો ઉપયોગ કરવામા આવે છે.

image source

લીંબુની છાલમાં એક ચમટી મીઠુ લગાવીને તેને દાત પર ઘસવાથી તમારા દાત પર લાગેલા ધબ્બા કે ડાઘ દૂર થઈ જશે. લીંબુમા વિટામિન સી હોય છે અને મીઠુ આયુર્વેદ પ્રમાણે ગંદકી દૂર કરવા માટે વપરાય છે, માટે દાત માટે આ અદ્ભુત પેસ્ટ છે. તેનાથી પીળા દાત સ્વચ્છ થઈ જાય છે.
પીળા દાતને સાફ કરવા માટે તમે તમારા રસોડામા વપરાતી હીંગનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે તમારે હીંગનો પાઉડર લેવો તેને પાણીમાં નાખી તે પાણી ઉકાળીને તેને ઠંડુ કરી લેવું. હવે આ પાણીથી તમારે દિવસ દરમિયાન બે વાર કોગળા કરવા. તેનાથી તમારા દાતની પીડા પણ દૂર થઈ જશે અને તમારા દાત પણ સફેદ બની જશે.

Advertisement
image source

સફરજનના વિનેગરથી પણ તમે તમારા દાંતને પરી સફેદ બનાવી શકો છો. તેના માટે તમારે એક ચમચી સફરજનનું વિનેગર લેવું તેને એક કપ પાણીમાં મિક્સ કરી દેવું. હવે આ પાણીથી તમારે રોજ સવારે બ્રશ કરતા પહેલાં કોગળા કરી લેવા. આ પ્રયોગ તમે અઠવાડિયામાં 2-3 વાર સવારના સમયે કરી શકો છો.

image source

આ ઉપરાંત બેકિંગ સોડા અને લીંબુનો રસ પણ તમને મદદ કરી શકે છે. તેના માટે તમારે એક ચમચી બેકિંગ સોડા, એક ચમચી લીંબુનો રસ અને 1 ટૂથબ્રશની જરૂર પડશે. બેકિંગ સોડા અને લીંબુનો રસ બરાબર મિક્સ કરીને તે પેસ્ટને તમારે ટૂથબ્રશની મદદથી તમારા દાત પર ઘસવી. ત્યાર બાદ તેને તેમજ 2-3 મિનિટ છોડી દેવું. ત્યાર બાદ મોઢાને કોગળા કરીને સાફ કરી લેવું. આ પ્રયોગને તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો ત્યાર બાદ તમારે આ પ્રયોગ 10 દિવસે એકવાર કરવો.

Advertisement

તમે લીંબુ અને મીઠાનો ઉપયોગ પણ તમારા દાતને ચમકીલા અને સફેદ બનાવવા માટે કરી શકો છો. તેના માટે તમારે એક ચમચી મીઠુ અને બે ચમચી લીંબુનો રસ જોઈશે. આ બન્ને વસ્તુને તમારે બરાબર મિક્સ કરી લેવી હવે તે પેસ્ટથી તમારે તમારા દાંત ઘસી લેવા. આ પ્રયોગ તમે અઠવાડિયામા બે વાર કરી શકો છો.

image source

સ્ટ્રોબેરી, હા સ્ટ્રોબેરીના ઉપયોગથી પણ તમે તમારા દાતને સફેદ બનાવી શકો છો. તમારે સ્ટ્રોબેરીની સાથે બેકિંગ સોડા પણ લેવાનો છે. એક સ્ટ્રોબેરી મેશ કરી લેવી અને તેમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરી દેવો ત્યાર બાદ તેને મિક્સ કરી લેવું. આ મિશ્રણને ટૂથ બ્રશ પર લગાવીને તેનાથી દાંત ઘસી લેવા. તેને લગાવ્યા બાદ તેને થોડી મિનિટો માટે તેમ જ છોડી દેવું. ત્યાર બાદ કોગળા કરી લેવા. આ પ્રયોગ તમે અઠવાડિયે એકવાર કરી શકો છો.
આ ઉપરાંત લીમડાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ભારતમાં સદીઓથી લીંબડાના દાતણનો ઉપયોગ દાતને સ્વચ્છ તેમજ તમારી ઓરલ હેલ્થને જાળવી રાખવા માટે થાય છે. સૌ પ્રથમ તો તમારે લીમડાના દાતણને ગરમ પાણીથી ધોઈ લેવું. ત્યાર બાદ તેનાથી દાત સાફ કરી લેવા. આ પ્રયોગ તમે રોજ કરી શકો છો.

Advertisement
image source

હળદરનો ઉપયોગ પણ તમે તમારા દાત પર કરી શકો છો. તેના માટે તમારે માત્ર એક ચમચી હળદર અને તમારા ટૂથ બ્રશની જરૂર પડશે. તમારે ટૂથ બ્રશ પર હળદર લેવી અને તેનાથી તમારા દાત પર બ્રશ કરી લેવુ. ત્યાર બાદ તેને તેમ જ 2-3 મિનિટ માટે છોડી દેવું. ત્યાર બાદ કોગળા કરીને મોઢું સાફ કરી લેવું. ત્યાર બાદ તમે તમારી રેગ્યુલર ટૂથપેસ્ટથી બ્રશ કરી શકો છો. આ પ્રયોગ કરવાથી તમને તરત જ હકારાત્મક પરિણામ જોવા મળશે. આ પ્રયોગ તમે અઠવાડિયે બે વાર કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version