Site icon Health Gujarat

1 જ મિનિટમાં કપડા પર પડેલા ગમે એવા ડાઘને કરી દો દૂર, અને પાછી મેળવો ચમક

મોટે ભાગે ઘરેલું અથવા અન્ય કામ કરતી વખતે કપડાં પર ડાઘ પડે છે.એક લાખ પ્રયાસ કર્યા પછી પણ ઘણા ડાઘ એવા હોય છે જે ક્યારેક દૂર થતા નથી.જે ડાઘ ચીકણા હોય એ ડાઘ સાફ કરવા ખુબ જ મુશ્કેલ બની જાય છે.ડાઘને દૂર કરવા માટે બજારમાં ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે,જે સખત ડાઘોને દૂર કરવાનો દાવો કરે છે.પરંતુ ક્યારેક તે મુશ્કેલ ડાઘને દૂર નથી કરી શકતા.તેથી જ આજે અમે તમારા માટે કેટલીક વિશેષ પદ્ધતિ લાવ્યા છીએ,જેની મદદથી તમે સરળતાથી આ ડાઘ દૂર કરી શકશો.

ડાઘ દૂર કરવાની આ પદ્ધતિ તમારો કોઈપણ ડાઘ માત્ર 1 મિનિટમાં જ દૂર કરશે.

Advertisement
image source

સૌથી પેહલા જે કપડાં પર ડાઘ લાગ્યા છે તે કપડાને સાદા પાણીથી ધોઈ લો,ત્યારબાદ એક લીંબુનો ટુકડો લો અને તે ટુકડો ડાઘ પર ઘસો.1 મિનિટ ટુકડો ઘસ્યા પછી તે કપડાને સાબુથી ધોઈ લો અને તેને તડકામાં સુકવી દો.થોડા સમયમાં જ તમારો કોઈપણ જૂનો ડાઘ સરળતાથી ગાયબ થઈ જશે.
તમારા કોઈપણ કપડામાં જો પાન અથવા કોઈ ગુટકાના ડાઘ થયા છે તો તે ડાઘ દૂર કરવા માટે તમારા કપડાને ખાટી છાસ અથવા દહીંમાં પલાળો અને લગભગ 15-20 મિનિટ સુધી તમારા હાથથી એ કપડાને ઘસો.ત્યારબાદ સાબુ અને સાદા પાણીથી ધોઈ લો.એકવારમાં આ જીદી ડાઘ નહીં જાય તેથી 3 થી 4 વાર આવી રીતે તમારા કપડાને ધોવા જરૂરી છે.

image source

ઘણી વાર ચા અને કોફી આપણા કપડા ઉપર પડે છે.તે ડાઘ કપડાં પરથી સરળતાથી દૂર નથી થતા.આ ડાઘ દૂર કરવા માટે તમારા કપડાને નવશેકા પાણીમાં પલાળો.ત્યારબાદ તેમાં ડીટરજન્ટ પાવડર અને સાબુ લગાવો પછી તેને ઓછામાં ઓછા 5-10 મિનિટ રહેવા દો થોડા સમય પછી તમારા કપડાને તમારા હાથથી જ ઘસો અને કપડાંને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

Advertisement
image source

કપડામાંથી કોઈપણ ડાઘ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરો.આ માટે સૌથી પેહલા કપડાને સાદા પાણીમાં પલાળો.ત્યારબાદ ડાઘ પર બેકિંગ સોડા ઘસો.આ કર્યા પછી તેને ઓછામાં ઓછા અડધા કલાક માટે ડાઘ પર રહેવા દો.આ કારણોસર બેકિંગ પાવડર ડાઘને શોષી લેશે.પછી તેને શુધ્ધ પાણીથી ધોઈ લો.

image source

ટૂથપેસ્ટ કોઈપણ જીદી ડાઘ દૂર કરી શકે છે.તમારા કપડાના ડાઘ પર ટૂથપેસ્ટ લગાવો અને 15 મિનિટ તેને રહેવા દો 15 મિનિટ પછી તે કપડાને ધોઈ લો.જો તો પણ તમારો ડાઘ દૂર ન થાય તો તમે ટૂથપેસ્ટ સાથે થોડું મીઠું લગાવીને પણ પ્રયોગ કરી શકો છો.

Advertisement

તમારા કપડાના ડાઘ દૂર કરવા માટે વિનેગર પણ અસરકારક છે.આ માટે એક ચમચી વિનેગર લો અને તેને 1-2 કપ પાણીમાં મિક્સ કરી દો.હવે તેને ડાઘ પર લગાવો અને થોડા સમય પછી ધોઈ લો.

image source

ચોકલેટના ડાઘ ક્યારેય કપડાં પરથી નથી જતા.તેથી જયારે પણ તમારા કપડામાં ચોકલેટ લાગે ત્યારે તરત જ ટેલ્કમ પાવડર તે ડાઘ પર નાખો અને થોડા સમય માટે સુકાવા દો.ત્યારપછી તે કપડાને ગરમ પાણીમાં ધોઈ લો.આ ઉપાયથી તમારા ચોકલેટના ડાઘ તરત જ દૂર થશે.

Advertisement

આઇસક્રીમના ડાઘથી છુટકારો મેળવવા માટે એમોનિયાનો ઉપયોગ કરી શકો છો.સૌથી પેહલા એમોનિયા ડાઘ પર નાખો પછી તેને હળવા હાથથી ઘસો અને થોડા સમય સુધી તેને રહેવા દો.તમે આઈસ્ક્રીમના ડાઘોને દૂર કરવા માટે ફળોના રસનો ઉપયોગ પણ કરી શકો છો.

image source

જયારે પેઇન્ટ કપડાં પર લાગે છે ત્યારે એ કપડાને ફેંક્યા સિવાય આપણી પાસે કોઈ બીજો ઉપાય રહેતો નથી.આવા ડાઘ દૂર કરવા માટે કેરોસીનનો ઉપયોગ કરો.સૌથી પેહલા કેરોસીન તમારા કપડાં પર લગાવો,ત્યારબાદ થોડા સમય સુધી રહેવા દો અને પછી આ કપડાને ધોઈ લો.પણ ખાસ ધ્યાનમાં રાખો કે આ કપડાને માત્ર ગરમ પાણીમાં જ ધોવા.

Advertisement

શાહીના ડાઘ દૂર કરવા માટે તે ડાઘ પર ડેટોલ લગાવો.ત્યારબાદ કોટનની મદદથી ડાઘ પર ડેટોલને ઘસો અને પછી તેને સાદા પાણીથી ધોઈ લો.આ ઉપાય કપડામાંથી શાહી ડાઘ દૂર કરશે.

image source

સફેદ સુતરાઉ કાપડમાંથી શાહીનો ડાઘ દૂર કરવા માટે ટમેટાને કાપો અને તેમાં મીઠું નાખી તે ડાઘ પર ઘસો.આ ઉપરાંત તે ડાઘ પર મીઠું અને લીંબુનો રસ પણ લગાવી શકો છો.ત્યારબાદ ઓછામાં ઓછા અડધા કલાક સુધી તેને રહેવા દો.પછી સાદા પાણીથી કપડાં ધોઈ લો.આ ઉપાય તમારા ડાઘની સમસ્યા તરત જ દૂર કરશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version