Site icon Health Gujarat

શરદી-કફમાંથી તરત રાહત મેળવવા રાહ જોયા વગર રસોડામાં પડેલી આ એક વસ્તુનો કરો ઉપયોગ

આખાય વિશ્વમાં અત્યારે કોરોના મહામારીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે કોરોના સબંધિત દેશોમાં લોકડાઉન અથવા આપતકાલીન સુવિધાઓ પુરતી જ એક્ટીવ સ્થિતિ જોવા મળી રહ્યા છે. ભારતમાં પણ સતત બેથી વધારે મહિના લોકડાઉન રહ્યું હતું, ત્યાર પછી છેવટે જુન મહિનામાં સરકારે લોકડાઉન ઉપાડી લીધું અને પછી અનલોક ૧ લાગુ કરવામાં આવ્યું. જો કે આ સમયે પણ કોરોનાના કેસ જરાય ઓછા થયા નથી. ઉલટાનું આ લોકડાઉન દરમિયાન કોરોના સંક્રમિત કિસ્સાઓમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

image source

એક તરફ કોરોનાના ઉપચાર માટે કોઈ દવા શોધી નથી અને બીજી બાજુ કોરોનાના પરિણામે સરકાર દ્વારા સામાન્ય રોગો માટે હોસ્પીટલમાં ન આવવાની સલાહ આપી છે. કારણ કે બહાર કોરોના સંક્રમણના ભયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે લોકડાઉન દરમિયાન બંધ રહેલા દવાખાના અને હોસ્પિટલ ધીરે ધીરે કાર્યરત થઇ રહ્યા છે. તેમ છતાં કોરોનાના કારણે લોકોના મનમાં એક ડર ભરાઈ ગયો છે. આવા સમયે શરદી અનેક ખાંસી થાય તો પણ કોરોના હોય એવો ડર સતાવવા લાગે છે. આવા સમયે જો ઘરમાં જ આવા સામાન્ય રોગનો ઉપચાર મળી જાય તો એનાથી સારું શું હોય.

Advertisement
image source

કોરોનાના સમયે શરદી અને કફથી બચવા ચક્રીફૂલનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે ભારતીય મસાલાઓમાં આ ચક્રીફૂલનો ઉપયોગ બિરયાની અને પુલાવ બનાવવા માટે કરવામાં આવે છે. પણ, શું તમે જાણો છો કે આ જ ચક્રીફૂલ શરદી, ખાંસી, ઉંઘરસ, ગળામાં દુખાવો વગેરે સમસ્યામાં પણ લાભદાયી નીવડે છે. આ ચક્રીફૂલ એમાં રહેલી સુગંધ દ્વારા ભોજનનો સ્વાદ વધારે છે, પણ તેમાં રહેલા આયુર્વેદિક ગુણ આરોગ્ય માટે પણ ખુબ લાભકારક છે.

image source

તમે એનો સીધો ઉપયોગ રોજ સવારની ચામા ચક્રીફૂલ ઉમેરીને દવા તરીકે પણ કરી શકો છો. ચક્રીફૂલમાં વિટામિન A અને વિટામિન Cની ભરપૂર માત્રા હોય છે. આ સાથે એમાં રહેલ એંટી-ઑક્સીડેંટસ તત્વો ઈમ્યૂન પાવરને મજબુત બનાવે છે. તેના સેવનથી શિયાળામાં થતી શરદી અને ખાંસીથી રાહત મળે છે.

Advertisement
image source

આ રીતે ચા બનાવી શકાય છે.

એક કઢાઈમાં બે ચક્રીફૂલ પાણીમાં નાખીને એને ધીમા તાપમાં 15 મિનિટ સુધી ઉકળવા માટે મૂકો.

Advertisement

નિર્ધારિત કરેલા સમય પછી, આ પાણી (ઉકાળા)ને એક કપમાં ગાળીને કાઢી લો.

image source

સ્વાદ અનુસાર એમાં મધ અથવા લીંબૂ રસના થોડા ટીંપા નાખીને ઉપયોગમાં લો.

Advertisement

આ ઉકાળાને બેથી ત્રણ વાર પીવાથી કફ અને ઠંડીથી રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version