Site icon Health Gujarat

વધતા જતા કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવા માંગો છો? તો આ ઉપાય જરૂર અપનાવી જુઓ.

વર્ષ 2002માં ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે વ્યક્તિ જેટલી વધારે કસરત કરે છે, એટલી જ એના શરીરમાં લો ડેન્સીટી લીપોપ્રોટીનનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતાઓ છે. આ અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે કસરતની તીવ્રતા કરતા વધારે સમય સુધી કસરત કરવી વધુ જરૂરી છે.

image source

નિયમિત રીતે કસરત કરવા સિવાય સંતુલિત ભોજન લેવું, ધુમ્રપાન છોડી દેવું જેવી આદતોથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરી શકાય તેમ છે. જે લોકો સક્રિય નથી રહેતા, એમને નાના નાના પ્રયત્ન કરવાની જરૂર છે. એ માટે એ દિવસમાં નાના નાના ટાર્ગેટ બનાવો અને એ પછી ધીમે ધીમે કસરત કે પછી શારીરિક ગતિવિધિઓનો સમય વધારો.

Advertisement

કોલેસ્ટ્રોલ ઓછું કરવાના ઉપાય.

image source

નેશનલ હેલ્થ પોર્ટલ ઓફ ઇન્ડિયાના મત પ્રમાણે 18થી 64 વર્ષની ઉંમર ધરાવતા લોકોએ રોજ ઓછામાં ઓછી 150 મિનિટ સુધી કસરત કરવી જોઈએ. એ દરમિયાન ધ્યાન રાખો કે કસરત વધારે ઝડપથી પણ ન હોય અને વધારે ધીમી પણ ન હોય.

Advertisement
image source

હંમેશા એ વાત પર ચર્ચા થાય છે કે શું એરોબિક્સ એક્સરસાઇઝ કે વજનને ઓછું કરવાને લગતી કસરત કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવામાં વધારે મહત્વ ધરાવે છે? તો અમે તમને જણાવી દઈએ કે નેશનલ હેલ્થ પોર્ટલ ઓફ ઇન્ડિયા આ બંને ને જ અસરકારક માને છે. એનએચપી અનુસાર, પ્રોફેશનલને પુછીને માંસપેશીઓને મજબૂત કરવા વાળી કસરતો અને એરોબિક કસરતો વયસ્કો માટે ખૂબ જ જરૂરી હોય છે.

image source

જો કોઈ વ્યક્તિ કસરતની સાથે સાથે એરોબિક જેમકે ચાલવું, દોડવું, ડાન્સ અને કસરત એટલે કે વજન ઓછું કરવાની કસરત, બોડી વર્કઆઉટ, ક્રોસફિટ કે પછી યોગને પોતાના રૂટિનમાં સામેલ કરે છે તો એ વધારે ઝડપથી કોલેસ્ટ્રોલ કાબુમાં કરવા માટે અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત તમે સ્વિમિંગ અને સાઈકલિંગ પણ કરી શકો છો એ પણ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખવા માટે ઘણું ફાયદાકારક છે.

Advertisement
image source

આ સિવાય કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા નીચેના ઉપાય પણ તમે અપનાવી શકો છો.

રેસાવાળા શાકભાજીનો ભોજનમાં વધુ ઉપયોગ કરો.

Advertisement

ખાટા ફળો ખાઓ જેમ કે સંતરા, નારંગી, લીંબુ

image source

રોજ ઘણું બધું પાણી પીઓ.

Advertisement

કેફી પદાર્થોનું સેવન ન કરો

દારૂનું સેવન ન કરો

Advertisement
image source

ભોજનમાં બાજરીનું પ્રમાણ વધારો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version