Site icon Health Gujarat

આ મહિનામાં કોરોના ખતમ તો થઇ જશે, પણ આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન, જાણો અને ખાસ ચેતો

કોરોના વાયરસના કારણે દેશમાં હાહાકાર મચ્યો છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસો બહાર આવી રહ્યા છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે કહ્યું કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં કોરોના વાયરસ અને મૃત્યુના આંકડામાં ઘટાડો થયો છે. આ રોગચાળો દેશના ઘણા રાજ્યોમાં ફેલાયો છે. જો કે, શિયાળાની ઋતુમાં કોરોના ચેપના બીજા તબક્કાની શક્યતા નકારી શકાય નહીં. પોલ દેશમાં રોગચાળા સામે લડવા માટેના પ્રયત્નોમાં સંકલન કરતી નિષ્ણાત પેનલના વડા પણ છે. તેમણે કહ્યું કે એકવાર કોરોના રસી મળી જાય તો તેનું વિતરણ કરવા તેમજ નાગરિકોને સુલભ બનાવવા માટે પૂરતા સંસાધનો મળશે.

કોરોના વાયરસના કેસો અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો

Advertisement
image source

પૌલે પીટીઆઈને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં નવા કોરોના વાયરસના કેસો અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે અને મોટાભાગના રાજ્યોમાં રોગચાળો સ્થિર થયો છે. જો કે ત્યાં પાંચ રાજ્યો (કેરળ, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગ અને પશ્ચિમ બંગાળ) અને 3-4. કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં હજી કેસો વધી રહ્યા છે.

સારી સ્થિતિ

Advertisement
image source

પોલના જણાવ્યા મુજબ, ભારત હવે સારી સ્થિતિમાં છે પરંતુ દેશમાં હજી ઘણી લાંબી સફર બાકી છે કારણ કે 90 ટકા લોકો હજી પણ કોરોના વાયરસના ચેપ માટે સંવેદનશીલ છે. પોલે જણાવ્યું હતું કે શિયાળો શરૂ થતાં જ યુરોપના દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.
તેમણે કહ્યું કે ઉત્તર ભારતમાં શિયાળાની સીઝનમાં તેમજ ઉત્સવની સિઝનમાં પ્રદૂષણમાં થોડો વધારો થયો છે, આપણે ખૂબ કાળજી લેવી પડશે. આગામી મહિનાઓ પડકારરૂપ છે. પોલે નવા કેસોની સંખ્યામાં ઘટાડા અંગે કોઈ પણ પ્રકારની ઢીલ આપી નથી અને તમણે કહ્યું આપણ આવનારા સમયમાં વધારે સાવચેત રહેવાની જરૂર છે.

ભારતમાં એક હદ સુધી કોલ્ડ સ્ટોરેજની સુવિધા

Advertisement
image source

કોરોના રસીના સંગ્રહ અને વિતરણ અંગે તેમણે કહ્યું કે ભારતમાં એક હદ સુધી કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ છે અને તેને જરૂરિયાત મુજબ લંબાવી શકાય છે. એકવાર રસી ઉપલબ્ધ થયા પછી, રસી પહોંચાડવા અને તેને નાગરિકો માટે સુલભ બનાવવા પૂરતા સંસાધનો છે. આપણી પાસે સંસાધનોની કમી નથી.

કમ્યુનિટી ટ્રાન્સમિશન

Advertisement
image source

આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ સ્વીકાર્યું કે કોરોના સંક્રમણ કમ્યુનિટી ટ્રાન્સમિશનના ચરણાં પહોંચી ગયું છે. જો કે હર્ષવર્ધનએ સ્પષ્ટતા કરી હતી કે દેશભરમાં નહીં પરંતુ કેટલાક જિલ્લાઓમાં આ થઈ રહ્યું છે.

ફેબ્રુઆરી 2021માં કોરોના સમાપ્ત થઈ જશે

Advertisement
image source

દેશમાં કોરોના પીક સપ્ટેમ્બરમાં થઈ ચૂક્યું હતું અને ફેબ્રુઆરી 2021માં કોરોના સમાપ્ત થઈ જશે. આ દાવો રવિવારે સરકાર દ્વારા રચાયેલી વિજ્ઞાનીઓની નેશનલ સુપર મોડલ સમિતિએ કર્યો હતો. આ સમિતિમાં આઈઆઈટી હૈદરાબાદ અને આઈઆઈટી કાનપુર સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોના નિષ્ણાત સામેલ છે. બીજી તરફ, મહામારીનો સામનો કરવા માટે રચાયેલી ટાસ્કફોર્સના વડા વી.કે.પૉલે ચેતવણી આપી હતી કે શિયાળામાં કોરોનાની સેકન્ડ વેવ આવી શકે છે એટલા માટે હવે વધારે સાવચેત થઈ જવાની જરૂર છે.

કોરોના પર કાબૂ હોવા છતાં વેક્સિનનું મહત્ત્વ ઓછું નહીં થાય

Advertisement
image soucre

એક જૂને “નેશનલ સુપર મોડલ ફૉર કોવિડ-19 પ્રોગ્રેશન’ નામનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. તેમાં વિજ્ઞાનીઓએ વાસ્તવિક ડેટાના આધારે મેથેમેટિકલ તથા સ્ટેટિસ્ટિકલ મોડેલ વિકસાવી પૂર્વાનુમાન લગાવ્યું હતું. સમિતિના સભ્ય પ્રો.મહેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે જો હાલ એના વિશે કોઈ માહિતી નથી કે કોરોના એન્ટિબોડી કેટલા દિવસ સુધી શરીરમાં રહે છે એટલા માટે આ મોડેલથી એ અંદાજ ન કાઢી શકાય કે બીજી કે ત્રીજી વેવ ક્યારે આવશે? ડૉ. માધુરી કાનિટકરે કહ્યું હતું કે કોરોના પર કાબૂ હોવા છતાં વેક્સિનનું મહત્ત્વ ઓછું નહીં થાય.

પ્રદૂષણથી કોરોના વધઉ ફેલાશે

Advertisement
image soucre

નિષ્ણાતોએ પ્રદૂષણથી કોરોના ઝડપથી ફેલાવાના જોખમ અંગે સાવચેત કર્યા છે. નિષ્ણાતોએ કહ્યું હતું કે એનાથી એ લોકો સૌથી વધુ જોખમમાં છે જેમને અમુક અઠવાડિયાં પહેલાં કોઈ ચેપ લાગ્યો હોય. અનલૉક થવા અને શિયાળાના ભણકારાની સાથે જ દિલ્હી-NCR એર ક્વૉલિટી બગડવા લાગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version