Site icon Health Gujarat

કોરોના કાળમાં ઈમ્યૂનિટી સારી રાખવી હોય તો આ 3માંથી પીવો એક ઉકાળો, બીજી બીમારીઓથી પણ મળશે છૂટકારો

આજકાલ રોગો ખૂબ જ વકર્યા છે. દિવસે ગરમી લાગે અને રાતે ઠંડક, એવામાં મોસમમાં થતાં આવા ફેરફાર વ્યક્તિને માંદગી તરફ ધકેલે છે. જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ પરેશાન થઈ જાય છે.જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે એવા લોકોને આવી સિઝનમાં તાવ, શરદી, ઉધરસ વગેરે જેવી તકલીફો ઝડપથી થતી હોય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળી હોવાને કારણે શરીર વાતાવરણમાં રહેલાં બેક્ટેરિયાની ઝપટમાં આવી જાય છે અને વ્યક્તિ બીમાર પડી જાય છે. જેથી આવી સિઝનલ બીમારીઓથી બચીને રહેવા માટે જરૂર છે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવાની. તો આજે અમે તમને એવા દેશી ઉકાળા વિશે જણાવીશું જે સરળતાથી ઘરે જ બની જશે અને તેનું સેવન તમને આ તમામ સમસ્યાઓથી બચાવશે.

image source

કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે આયુર્વેદમાં દર્શાવેલ ઉપાયો અપનાવવાની સલાહ આપી છે. દેશના વડાપ્રધાને લોકોને તેને સ્વીકારવાની વિનંતી કરી છે. આગળ વાંચો સિઝનલ રોગોથી બચવા ને ઈમ્યૂનિટી સારી રાખવા માટે ખાસ ઉકાળા વિશે. અત્યારે બધાં જ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈ ગયા છે અને ઈમ્યૂનિટી સારી રાખવા માટે નિતનવા ઉપાયો પણ કરી રહ્યાં છે. કોરોનાનો કહેર શરૂ થયા બાદ લોકો ઈમ્યૂનિટી પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. જેથી આજે અમે તમને 3 એવા જોરદાર આયુર્વેદિક ઉકાળા વિશે જણાવીશું, જેમાંતી રોજ કોઈ એક પી લેશો તો તમારી ઈમ્યૂનિટી એકદમ સારી રહેશે. તો ચાલો જાણી લો.

Advertisement
image source

એલચી, તજ, તુલસીના પાન, સૂંઠ અને મરીને મિક્ષ કરીને બનાવેલો આ ઉકાળો શરીર માટે બહુ જ લાભકારી રહે છે. આ ઉકાળાનું નિયમિત સેવન તમારા શરીરને બીમારીઓથી બચાવશે અને તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે. આ ઉકાળામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે. આ સિવાય આ ઉકાળાનું સેવન શરીરને ડિટોક્સીફાઈ પણ કરે છે, જેનાથી પાચનતંત્ર સારું રહે છે.

તમારી ઈમ્યૂનિટી એકદમ બૂસ્ટ થઈ જશે

Advertisement

પહેલી ડ્રિંક

image source

સૌથી પહેલાં ખાયણીમાં આદુ, તજ, લવિંગ, એલચી, મરી લઈને પીસી લો. હવે આ મિશ્રણને 2 કપ પાણીમાં ઉકાળો. તેમાં અડધી ચમચી ગોળ અને થોડી હળદર મિક્સ કરીને 5 મિનિટ ઉકાળો. તૈયાર છે શરદી-કફ ભગાડનાર અને ઈમ્યૂનિટી બૂસ્ટ કરનાર ઉકાળો.

Advertisement

બીજી ડ્રિંક

image source

હવે એક પેનમાં 2 કપ પાણી ગરમ મૂકી તેમાં બે તેજ પત્તા, તુલસીના પાન, તજનો ટુકડો, આદુ, મરી, લવિંગ નાખી ઉકાળો. હવે પાંચ મિનિટ ઉકાળી ગાળીને પી લો. આ ઉકાળો તમારા શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા વધારશે.

Advertisement

ત્રીજી ડ્રિંક

image soucre

1 મુઠ્ઠી ફુદીનો, તજનો ટુકડો, લવિંગ, મરી, 2-3 એલચી લઈને બધું વાટી લો. હવે બે કપ પાણીમાં આ મિશ્રણ ઉકાળો. પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરી દો. હવે ગાળીને પી જાઓ. તમે આમાં મધ પણ નાખી શકો છો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version