Site icon Health Gujarat

કોરોના કાળમાં ખાસ આ લોટનો કરો ઘરમાં ઉપયોગ, વધી જશે ઇમ્યુનિટી અને સાથે આટલા બધા ફાયદાઓ તો ખરા જ

કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં સતત વધતો જાઇ છે ત્યારે કોરોનાથી બચવા માટે હજુ કોઇ રસી શોધાઇ નથી કે ના તો કોઇ દવા એવી છે જેને કોરનાની બીમારીમાં સચોટ અસરકારક હોઇ,ત્યારે કોરોના સામે લડવા એક જ હથીયાર ઉપયોગી છે,માટે એના માટે જરૂરી ફુડનું સેવન કરવુ અને યોગ્ય કસરત કરવી અને યોગ પ્રાણાયામ કરવા કોરોનાનું જોખમ સૌથી વધુ એવા લોકો પર છે જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વિટામીન સી, ડી અને અનેક માઈક્રોન્યૂટ્ર્ન્ટ્સ એવા છે જે તમને કોરોનાથી બચાવી શકે છે. બજારમાં વિવિધ પ્રકારના લોટ મળે છે. મલ્ટિગ્રેન લોટ, ઘઉંનો લોટ, રાગી, વગેરે. છેલ્લા ઘણા સમયથી લોકો ઘઉંના બદલે અથવા ઘઉંની સાથે સાથે વિવિધ લોટનો ઉપયોગ કરતા થયા છે. તેમાં વિવિધ પોષક તત્વો હોય છે. પરંતુ દરેકને એ જ મુંઝવણ હોય છે કે હેલ્થની દૃષ્ટિએ કયો લોટ ખાવો ઉત્તમ છે.

દરેકને ઘઉના લોટથી બનેલી રોટલી ખાવી ગમે છે, જ્યારે કે પંજાબી ભોજન સાથે રૂમાલી રોટી કે નાન ભાવે છે. કઇ રોટલી આપણા આરોગ્ય માટે લાભકારી છે અને કેવા પ્રકારના લોટથી બનેલ રોટલી આપણે ખાવી જોઈએ, તેની માહિતી લોકોને નથી હોતી.

Advertisement

ઘઉં

image source

જેમને ગ્લુટેનથી એલર્જી છે એવા જ લોકોને ઘઉંની રોટલી ખાવાની મનાઈ હોય છે. દરેક ઘરમાં ઘઉંની રોટલી ખાવામાં આવે છે, ઘઉંની રોટલીમાં ફોલિક એસિડ, વિટામિન ઇ, વિટામિન બી 6, બી કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ, ઝિંક જેવાં ખનિજો પણ હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ જેમણે ગ્લૂટેનથી એલર્જી છે, ફક્ત એવા જ લોકોએ ઘઉંની રોટલી ન ખાવી જોઈએ.

Advertisement

બાજરી

image source

બાજરીના લોટમાં પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને ફાઇબર જેવાં મહત્વપૂર્ણ તત્વો જોવા મળે છે. તે વિટામિન બી કોમ્પ્લેક્સથી ભરપૂર છે. તે હૃદયની તંદુરસ્તી માટે પણ સારું છે અને કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, તેથી શિયાળામાં બાજરીનો લોટ ખાવાની સલાહ આપવામાં આવે છે.

Advertisement

મલ્ટીગ્રેન

image source

ઓછું કાર્બોહાઈડ્રેટ હોવાને કારણે તે વજન નિયંત્રિત રાખે છે. આજકાલ બજારમાં મલ્ટીગ્રેન લોટની અનેક વેરાયટીઝ મળે છે. જે પ્રોટીન યુક્ત લોટ માંસપેશીને પણ મજબૂત બને છે. તેમા ફાઈબર હોવાને કારણે કબજિયાત અને પેટની ફરિયાદ નથી થતી. ઓછુ કાર્બોહાઈડ્રેટ હોવાને કારણે વજન નિયત્રિત રહે છે. પણ તેનુ સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાક જરૂર લેવી જોઈએ.

Advertisement

રાગી

image source

રાગીમાં કેલ્શિયમ, આયર્ન, થાયમિન પ્રચૂર માત્રામાં જોવા મળે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ માંસપેશીઓને સુધારે છે. જેનાથી તમને ક્યારેય શરીરનો દુ:ખાવાની ફરિયાદ થતી નથી. તેથી રાગીના લોટથી બનેલી રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે. અન્ય જરૂરી વસ્તુઓમાં તમારા ઘરમાં મૂસલી, ઓટ્સ, ચિયા સીડ્સ, ઇંડા, ચીઝ, સોજી અને ચણા લોટ હોય તે જરૂરી છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version