Site icon Health Gujarat

વધતુ જાય છે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ, આ પાંચ સાવચેતી અવશ્ય રાખો

વધતું જાય છે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ, આ પાંચ સાવચેતી અવશ્ય રાખો.

જેવું લોકડાઉન પછી અનલોક શરૂ કરવામાં આવ્યું એ સાથેબજ કોરોના વાયરસના સંક્રમણના કેસ વધતા જોવા મળી રહ્યા છે.

Advertisement
image source

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના લગભગ 7 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ હવા દ્વારા પણ લોકોને સંક્રમિત કરી શકે છે. 32 દેશોના 239 વૈજ્ઞાનિકોઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આ વિશે પત્ર લખ્યો છે. એમનું કહેવું છે કે કોરોના વાયરસના નાના નાના કણ હવામાં તરતા રહે છે જે લોકોને સંક્રમિત કરી શકે છે. એવામાં દરેક વ્યક્તિએ પૂરતી સાવધાની રાખવી ખૂબ જ જરુરી છે.

1. કામ વગર બહાર ન નીકળો.

Advertisement
image source

લોકડાઉન ખુલી ગયું છે તેમ છતાં હજી કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી જરુરી ન હોય, ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો. ઘણા લોકો હવે સવાર સાંજ ચાલવા માટે પાર્કમાં જવા લાગ્યા છે પણ જો આ વાયરસ હવામાં પણ રહેલો હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

2. માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરતા રહો.

Advertisement
image source

બહાર જતા પહેલા માસ્ક જરૂર પહેરો અને ઘરે પરત ફરીને એને ધોઇને જ મુકો. જ્યારે જરૂર પડે ત્યારે સેનેટાઈઝરનો ઉપયોગ કરો. હાથ સાફ રાખો. કઈ પણ ખાતા પહેલા હાથ બરાબર ધોઈ લો. ચહેરો પણ સાબુથી સાફ કરો.

3. ઘરને એકદમ સાફ રાખો.

Advertisement
image source

સંક્રમણથી બચવા માટે ઘરને સંપૂર્ણ રીતે સાફ રાખો. ફર્શ પર રોજ ફીનાઇલથી પોતું કરો. બાથરૂમની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો. પલંગની ચાદર અને ઓશિકાના કવર ને દર બીજા ત્રીજા દિવસે બદલતા રહો. બહારથી બુટ કે ચંપલ પહેરીને ઘરમાં ન આવો. ઘરનું વાતાવરણ સંપૂર્ણ રીતે સાફ અને સ્વચ્છ રાખો.

4.સોશિયલ ડિસ્ટનસિંગના નિયમનું પાલન કરો.

Advertisement
image source

તમે ભલે બહાર જાઓ કે ઘરમાં કોઈ તમને મળવા આવે, સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન ચોક્કસપણે કરો. કોઈની પણ સાથે વાત કરતી વખતે યોગ્ય અંતર જાળવો. એવી જ રીતે ખાંસી કે છીંક આવે ત્યારે મોઢા અને નાક પર રૂમાલ જરૂર રાખો.

5.ઇમ્યુનિટી વધારે એવી વસ્તુઓ ખાઓ.

Advertisement
image source

કોરોના વાયરસની કોઈ વેકસીન હજી સુધી નથી બની કે ના એની કોઈ દવા ઉપલબ્ધ છે. ઇમ્યુનિટી વધારીને જ કોરોના વાયરસથી બચવું શક્ય છે. એટલા માટે ખાવા પીવામાં એવી વસ્તુઓનો ઉપયોગ કરો જેનાથી ઇમ્યુનિટી વધતી હોય. લસણ, ડુંગળી, આદુ, મરી, હળદરનો વધુમાં વધુ ઉપયોગ કરો. ગ્રીન ટી પીઓ. સીઝનલ ફ્રુટ અને લીલા શાકભાજી ખાઓ. સફરજન, સંતરા અને લીંબુ અને જાંબુનું નિયમિત સેવન કરો. જો કોઈ પણ પ્રકારની તકલીફ લાગે તો તમારા ડોકટર સાથે સંપર્ક કરવામાં જરાય વાર ન લગાડો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version