Site icon Health Gujarat

કોરોના અને ફલૂ બન્નેમાં સ્વાદ અને સ્મેલ નથી આવતી, છતાં બન્નેમાં છે તફાવત, જાણો આ વિશે તમે પણ

કોરોનાની બીજી લહેર પછી, દર્દીઓમાં હવે ઘણા નવા લક્ષણો જોવા મળે છે. જો કે, ઘણા લોકોને હજી અચાનક સ્વાદ અને ગંધ દૂર થવાની સમસ્યા થઈ રહી છે. જો કે ફ્લૂ હોય ત્યારે પણ સ્વાદ અને ગંધ ઓછી જ હોય છે, તે કોરોનાથી ચેપગ્રસ્ત લોકોથી સંપૂર્ણપણે અલગ છે. કોરોના દર્દીઓ ગંધ ન આવવવાની સમસ્યા અચાનક જ થાય છે. કોરોના દર્દીને ગંધ અથવા સ્વાદનો અનુભવ જરા પણ થતો નથી. જો કે, જો તમારામાં લાંબા સમય સુધી આ લક્ષણો હોય, તો તે પણ ખૂબ ગંભીર હોઈ શકે છે.

કોરોના અને ફ્લૂમાં સ્વાદ અને ગંધ વચ્ચેનો તફાવત

Advertisement
image source

શરદી અથવા ફ્લૂના કિસ્સામાં, આશરે 60% લોકો તેમની ગંધ ગુમાવે છે. આ ઘણા લોકોના સ્વાદને પણ અસર કરે છે. પરંતુ આમાં તમને તીવ્ર ગંધ આવી શકે છો. તે જ સમયે, કોરોના દર્દીઓ માટે આવું થતું નથી. જો ગંધ ગમે તેટલી તીવ્ર હોય, છતાં કોરોનાના દર્દીને કોઈ અસર થતી નથી. જો તમને થોડી ગંધ અથવા સ્વાદ આવે છે, તો જરૂરી નથી કે તમને કોરોના જ છે. આ ફ્લુનું લક્ષણ પણ હોય શકે છે.

શા માટે ગંધ અને સ્વાદની ક્ષમતા દૂર થાય છે ?

Advertisement
image source

વિભિન્ન અધ્યયનોએ કોરોનાના સ્વાદ અને ગંધ વિશે વિવિધ માહિતી જાહેર કરી છે. નિષ્ણાતો કહે છે કે કોરોના વાયરસ ચેતાતંત્રને અસર કરે છે, જેના કારણે સ્વાદ અને ગંધ લેવાની ક્ષમતા દૂર થાય છે. જ્યારે કોરોના વાયરસ આપણા શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે હોસ્ટ સેલના કોષોમાં ACE2 નામના પ્રોટીનને જોડે છે. આ પ્રોટીન મોં અને નાકમાં ખૂબ જોવા મળે છે. આ સ્થિતિમાં, વાયરસ તેના પર હુમલો કરે છે અને સ્વાદ અને ગંધ બને દૂર થાય છે. ઘણા સંશોધનોમાં એ પણ બહાર આવ્યું છે કે આ વાયરસ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે ગંધ અને સ્વાદની અનુભૂતિ થતી નથી.

કોરોના હળવા હોવાના લક્ષણો

Advertisement
image source

ઇટાલી, ફ્રાંસ, બેલ્જિયમના 2581 દર્દીઓ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં એવું જાણવા મળ્યું છે કે કોરોના હળવી સ્થિતિમાં રહેતા 86 ટકા લોકોએ સ્વાદ અને ગંધની સમસ્યાઓ નોંધાવી છે. તીવ્ર અથવા મધ્યમ લક્ષણોવાળા લોકોમાં ફક્ત 4 થી 7 ટકા લોકોમાં સ્વાદ અને ગંધના લક્ષણો હોય છે. તેથી તે કોરોનાનું હળવા લક્ષણ માનવામાં આવે છે. દર્દીઓને રિકવરી મળ્યા પછી તેઓને કોઈપણ ખોરાકનો સ્વાદ અને ગંધ આવે છે.
ગંધ અને સ્વાદ ન આવવી ક્યારે જોખમી હોય શકે છે

image source

જો કે તે કોઈ સમસ્યા નથી, પરંતુ કેટલાક લોકોને આ સમસ્યાને કારણે ખાવા-પીવાનું મન થતું નથી. ઘણા લોકોને સારા અને ખરાબ ખોરાક વચ્ચેનો તફાવત થવો પણ મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવાની પણ જરૂર છે. આ સમયમાં તમે મુશ્કેલીમાં પણ આવી શકો છો, જેમ કે જો તમે ઘરમાં રસોઈ કરી રહ્યા છો અને ગેસ લીકેજ થાય છે, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વધુ સમય થતા તમને માનસિક સમસ્યા પણ થઈ શકે છે.
કોરોનાના સામાન્ય લક્ષણો –

Advertisement
image source

જો તમે કોઈ કફનો અનુભવ કરી રહ્યા છો જે ઘણી વાર સુકાઈ જાય છે અને તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને તમે થોડું ચાલીને જ થાકી જાવ છો અને તે જ સમયે તમને કોઈપણ પ્રકારની સુગંધ નથી આવતી અથવા તો તમારા મોમાં કોઈ સ્વાદ નથી આવતો, આમાંથી કોઈ એક લક્ષણ પણ તમને અનુભવાય છે તો તમે કોવિડ -19 ચેપની ચપેટમાં આવી ગયા છો. ફક્ત ગળામાં દુખાવો એ સાબિત નથી કરતું કે તમને કોવિડ -19 ચેપ લાગ્યો છે મોટાભાગના કિસ્સાઓમાં ગળામાં થતો સામાન્ય દુખાવો એ હવામાન અને ફ્લૂમાં પરિવર્તનના કારણે પણ થઈ શકે છે.

આ સમય દરમિયાન શું કરવું જોઈએ ?

Advertisement
image source

વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, તમારે હંમેશાં અન્ય લક્ષણો પર નજર રાખવી જોઈએ. જો તમને માત્ર ગળામાં દુખાવો છે અને તમે સામાજિક અંતરને અનુસરી રહ્યા છો, તેમજ માસ્ક પહેરો છો અને કોરોના ચેપવાળા કોઈ દર્દીના સંપર્કમાં નથી, તો પછી ગરમ પાણી પીવો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ કરવાથી તમારી સમસ્યા હલ થઈ શકે છે. આ સિવાય જો તમે કોઈ દર્દીના સંપર્કમાં આવ્યા છો અને તમારી તબિયત વધુ બગડે છે, તો તરત જ તમારો કોરોના રિપોર્ટ કરવો અને ડોકટરના જણાવ્યા અનુસાર દવાઓ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version