Site icon Health Gujarat

કોરોનાના વધતા કેસો વચ્ચે ઉધરસ, તાવ અને થાકને દૂર કરવા અપનાવો આ આર્યુવેદિક ઉપાયો, તરત જ થઇ જશે રાહત

કોરોના વાયરસના સૌથી સામાન્ય લક્ષણો ઉધરસ, તાવ અને થાક છે. આ લક્ષણોને દૂર કરવા માટે આયુર્વેદ નિષ્ણાતોએ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. આ સરળ ઉપાયો તમને રાહત આપવા માટે કામ કરશે. કોરોના વાયરસ સામે રક્ષણ માટે રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તાવ, ઉધરસ અને થાક એ હજી પણ કોરોના વાયરસ ચેપ સાથે સંકળાયેલા સૌથી સામાન્ય લક્ષણો છે, જ્યારે ઘરે લોકો તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ઝડપથી રિકવરી મેળવવા માટે કંઈક કરી શકે છે. ગંભીર સમસ્યા ધરાવતા લોકોને નિષ્ણાતની દેખરેખ હેઠળ રેહવું આવશ્યક છે, જ્યારે ઓછા લક્ષણો ધરાવતા લોકોને ઘરમાં રાખીને જ સરળ દવાઓથી સારવાર આપી શકાય છે. આયુર્વેદ નિષ્ણાતના જણાવ્યા મુજબ નાના લક્ષણોની સારવાર માટે આયુર્વેદિક ઉપચાર ફાયદાકારક છે. તો ચાલો અમે તમને જણાવીએ સામાન્ય લક્ષણોને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય વિશે.

હાઇડ્રેશન

Advertisement
image source

ડોકટરના જણાવ્યા મુજબ સુકા આદુ અને તુલસીના પાન સાથે ગરમ પાણીનો ઉપયોગ આપણા માટે ફાયદાકારક છે. આ સરળ મિશ્રણ બનાવવા માટે, સૂકા આદુના ટુકડા સાથે થોડું પાણી ઉકાળો જ્યાં સુધી તે અડધાથી ઓછું ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. ત્યારબાદ આ મિક્ષણમાં તુલસીના પાન મિક્સ કરો અને આ ઉકાળો દિવસમાં ઘણી વખત પીવો.

ખોરાક

Advertisement
image source

ઘણા લોકો બપોરે બચેલો ખોરાક રાત્રે ખાય છે અથવા રાતનો બચેલો ખોરાક બીજા દિવસે સવારે ખાય છે. આ રીત અયોગ્ય છે. હંમેશા ચોખ્ખો અને તાજો ખોરાક જ ખાવો જોઈએ. તમારા લંચ અથવા ડિનરમાં મીઠું અથવા તેલ વગરનું મગની દાળનું સૂપ શામેલ કરો. વધુ પ્રમાણમાં ખોરાકનું સેવન કરવાનું ટાળો, ભોજન કરતા સમયે પેટને અડધું ખાલી રહેવા દો. રાત્રે 7 વાગ્યા પહેલાં ખોરાકનું સેવન કરવાનું સુનિશ્ચિત કરો.

મસાલા

Advertisement
image source

આપણે બધા જાણીએ છીએ કે ભારતીય મસાલાઓમાં ઉર્જા આપવાની શક્તિ છે. તમારા આહારમાં તજ, કાળા મરી, એલચી, ચક્રના ફૂલો અને લવિંગનો સમાવેશ કરો અને સાથે તમારા ખોરાકમાં સૂકી હળદર અને સુકા આદુ ઉમેરો.

ફળ

Advertisement
image source

જો તમે એસિમ્પટમેટિક છો, તો દાડમ અને દ્રાક્ષ જેવા ફળો ખાઓ. જો તમને કોરોના વાયરસના લક્ષણો છે, તો પછી ફળો સંપૂર્ણપણે ખાવાનું ટાળો.

શાકભાજી

Advertisement
image soucre

સારી રીતે રાંધેલા શાકભાજીનો ઉપયોગ કરો, કોરોના સમયમાં કાચું શાકભાજી અથવા સલાડ ન ખાશો. કડવા શાક જેવા કે કારેલાનું શાક જરૂરથી ખાઓ. રીંગણા, ટમેટા અને બટેટાંનું સેવન ઓછું કરો.

કસરત

Advertisement
image source

જો તમને કોરોના વાયરસના લક્ષણો છે અને તમે ખુબ જ થાક અનુભવો છો, તો પછી કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ ન કરો. માત્ર 30 મિનિટ માટે પ્રાણાયામ કરો.

ઔષધિ

Advertisement

જો તમને ઉધરસ આવે છે, તો કાળા મરીના પાવડર સાથે એક ચમચી મધ મિક્સ કરીને દિવસમાં ત્રણ થી ચાર વખત પીવો. જો તમને ગળામાં દુખાવો થાય છે, તો નવશેકા પાણીથી કોગળા કરો. આ ઉપાય અપનાવવાથી તમને તરત જ અસર દેખાશે.

સ્ટીમ

Advertisement
image soucre

કોરોના વાયરસ મહામારી દરમિયાન સ્ટીમ લેવું જરૂરી છે. ગળામાં જામેલા કફને સાફ કરવા માટે ગરમ સ્ટીમ લો. તેનાથી આરામ મળશે. સ્ટીમ લેવાથી ગળામાં રહેલો કફ છૂટો થશે અને શરીરની બહાર નીકળશે. આ કફ દૂર થતા જ ઉધરસની સમસ્યા પણ દૂર થશે.

અજમો

Advertisement
image source

જો થાક, ઉધરસ અથવા ગળામાં દુખવાની સમસ્યા હોય તો આ સમસ્યા દૂર કરવા માટે તમે હળદરનું દૂધ પીવો છો અથવા પાણીના કોગળા કરો છો, તો પણ જો તમારી આ સમસ્યા દૂર ન થાય તો આ સમસ્યા દૂર કરવા માટે તમારે માત્ર અજમાને પાણીમાં ઉકાળી અને એ પાણીથી કોગળા કરવા પડશે. તમારા ગળામાં થતી તીવ્ર પીડા અથવા ઉધરસની સમસ્યા આ ઉપાયથી દૂર થશે. એટલું જ નહીં તમે હળદરના દૂધમાં પણ અજમો નાખી શકો છો.

એલચી

Advertisement

જો તમને ગળામાં દુખાવો અથવા બળતરા થાય છે, તો એલચીનું સેવન કરો. એલચીનું સેવન કરવાથી ગળામાં થતો દુખાવો તથા ગળાની દરેક સમસ્યા દૂર થશે.

કાળું મીઠું

Advertisement
image source

કાળું મીઠું શરદી, ઉધરસ અને શ્વાસની તકલીફ મટાડવા માટે ખૂબ મદદગાર છે, જે કોરોના વાયરસના મુખ્ય લક્ષણો છે. તમે તેને ગરમ પાણીમાં મિક્સ કરીને પી શકો છો. કાળા મીઠા અને ગરમ પાણીનું આ મિક્ષણ કફ અને ઉધરસ દૂર કરવામાં ઘણી મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version