Site icon Health Gujarat

ચોમાસામાં દહીં? આયુર્વેદ મુજબ જાણો આ સિઝનમાં દહીં ખાવું કેટલુ યોગ્ય છે…

વરસાદની ઋતુમાં દહીં ખાવાથી શરીરને નુકસાન થાય છે ? કેટલાક કહે છે કે વરસાદની ઋતુમાં દહીં ન ખાવું જોઈએ જ્યારે કેટલાક કહે છે કે વરસાદની ઋતુમાં દહીં ખાવામાં કોઈ સમસ્યા નથી.તો ચાલો આજે અમને તમને જણાવીએ કે આયુર્વેદ અનુસાર શું સાચું છે…

image source

દહીં આપણા આહારનો એક મુખ્ય ભાગ છે.ઉનાળા અથવા શિયાળામાં,આપણે દહીંનો સ્વાદ અને તેના સ્વાસ્થ્ય લાભોને માણીએ છીએ.પરંતુ વરસાદની ઋતુમાં ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે આ ઋતુમાં દહીનો ઉપયોગ ન કરવો જોઇએ ? તો ચાલો આપણે જાણીએ કે આ બાબતમાં કેટલું સત્ય છે અને શું કહેવામાં આવે છે…

Advertisement

દહી ખાવું જોઈએ કે નહીં ?

image source

વરસાદની ઋતુમાં દહીં ખાવા કે નહીં તે અંગે જુદી જુદી પેથીઓના બે ડોકટરો વિવિધ મત આપી શકે છે.સારી વાત એ છે કે આ બંને તેમની જગ્યાએ સાચું કહે છે.કારણ કે એલોપેથના ડોકટરો તમને દહીં ખાવાની સલાહ આપી શકે છે,જ્યારે આયુર્વેદના ડોકટરો તમને દહીં ખાવાની ના પાડશે.

Advertisement

શું છે આ તફાવત

image source

– દહીંની વાતમાં બે અલગ અલગ પેથીના ડોકટરોની આપેલી સલાહ,તમારે ત્યારે જ માનવી જોઈએ જયારે તમને આ ઋતુમાં તેમની પાસેથી કોઈ ટ્રીટમેન્ટ લય રહ્યા છો.નહિંતર,આયુર્વેદ વરસાદની ઋતુમાં દહીં ખાવાની સંપૂર્ણ મનાઇ ફરમાવે છે.કારણ કે તેમના સંશોધન મુજબ દહીંમાં જલીય ગુણ હોય છે,જે વરસાદની ઋતુમાં શરીર માટે નુકસાનકારક છે.

Advertisement

આયુર્વેદની ભાષામાં,અભિષિંદિ એ એવા ખાદ્ય પદાર્થની સ્થિતિને કહેવામાં આવે છે જે શરીરના રોમ છિદ્રોને બંધ કરે છે.આ સ્થિતિ ઘણી શારીરિક સમસ્યાઓનું વધવાનું કારણ બને છે.આમાં ગાળાનો દુખાવો,ગળામાં કફ અને શરીરના સાંધામાં દુખાવો અથવા અચાનક કેટલાક તીવ્ર દુખાવાનો સમાવેશ થાય છે.

શું ગાળામાં આવી તકલીફો થાય છે ?

Advertisement
image source

વરસાદની ઋતુમાં દહીં ખાધા પછી જો તમને ગળામાં દુખાવો અને કફ થાય છે,તો સમજી લો કે દહી ખાવાથી તમારા શરીરને નુકસાન થાય છે.જો તમે શરીરની આ તકલીફને અવગણશો અને દહીંનું સેવન કરતા રહેશો,તો પછી તમને શરીરમાં તીવ્ર પીડા,પાચનમાં તકલીફ અથવા તાવ જેવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે.

– જ્યારે શરીરના સૂક્ષ્મ છિદ્રો બંધ થઈ જાય છે,ત્યારે આ સ્થિતિમાં શરીરમાં ભારેપણું અને જકડાવાની સમસ્યા શરૂ થાય છે.સતત થાક જળવાઈ રહે છે અને કોઈ કામની ન થાય.તે જ સમયે,કેટલાક લોકો પેટમાં દુખાવો અથવા ગેસની ફરિયાદ પણ કરે છે.વરસાદને લગતા દિવસોમાં દહીં,છાશ અને દૂધની અન્ય વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જેથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ન થાય.કારણ કે આ ઋતુમાં આ ખોરાકમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા ખૂબ ઝડપથી પોતાનું કામ કરે છે.જેઓ આરોગ્ય બગાડવાનું કામ કરે છે.તેથી દહીંથી દૂર રહેવું યોગ્ય છે.

Advertisement

આ મૂંઝવણથી બચો

image source

– તમારા મનમાં એ વિચાર આવે છે કે દહી ખાધા પછી પાચનશક્તિ સારી રહેશે,આવામાં દહી ખાવાથી પાચન કેવી રીતે સારું રહી શકે છે અને પેટમાં ગેસની થલીફ કેવી રીતે થઈ શકે છે ? ખરેખર,તમે તમારી જગ્યાએ બરાબર છો કે દહીં પેટ અને પાચક શક્તિને સુધારે છે.પરંતુ અમે તમને કહ્યું છે કે જો તમે વરસાદની ઋતુમાં દહીં ખાશો તો તે શરીરના રોમ છિદ્રોને રોકે છે.ત્વચાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે,શરીરમાં હવાના પ્રવાહ અવરોધાય છે.આને કારણે,શરીરને ફાયદો કરતા દહીં વધુ મુશ્કેલીનું કારણ બને છે.

Advertisement

શું કહે છે એક્સપર્ટ ?

image source

છેલ્લા 40 વર્ષથી આયુર્વેદિક પદ્ધતિ દ્વારા રોગોનું નિદાન કરનારા આયુર્વેદચાર્ય વૈદ્ય કહે છે કે વરસાદની ઋતુમાં દહીંનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવતો નથી.પરંતુ વિવિધ પેથીના ડોકટરો તેમની પદ્ધતિ અનુસાર આ ઋતુમાં દહીં ખાવા અથવા ન ખાવાની સલાહ આપી શકે છે.આપણે ફક્ત આયુર્વેદ વિશે જ વાત કરી છે અને આ પ્રમાણે આયુર્વેદ અનુસાર વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version