Site icon Health Gujarat

દાદીમાંના આ ઘરેલું ઉપચાર તમારા શરીરને બનાવશે નીરોગી, જે ખૂબ અસરકારક છે, અજમાવો તમે પણ

ઘણી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે, જેના માટે લોકો ઘણીવાર ડોક્ટર પાસે જતા નથી, કારણ કે તે ક્યારેક ઘરેલું ઉપચારોથી મટાડી શકાય છે. અમે તમને જણાવીએ દાદા દાદીના સમયથી ચાલી રહેલા કેટલાક ઘરેલું ઉપાયો આપણા સ્વાસ્થ્ય સમસ્યાને તાત્કાલિક દૂર કરવામાં મદદ કરે છે.

image source

ગેસની સમસ્યાથી તરત રાહત મેળવવા માટે બે કળી લસણની છાલ ઉતારીને તેમાં બે ચમચી શુદ્ધ ઘી થી ચાવી લો. તેનાથી તાત્કાલિક આરામ થશે. ડુંગળીના રસમાં લીંબુનો રસ પીવાથી ઊલટી બંધ થઈ જાય છે. સૂકા તમાલપત્રને બારીક પીસીને દર ત્રીજા દિવસે એકવાર મસળવાથી દાંત ચમકી ઊઠે છે. જો હિચકી ચાલુ હોય તો એક થી બે ચમચી તાજા શુદ્ધ ઘીને ગરમ કરી તેનું સેવન કરો. આ ઉપાય કરવાથી હિચકી બંધ થાય છે.

Advertisement
image source

તાજી કોથમીર સૂંઘવાથી છીંક નીકળી જાય છે. ડુંગળીનો રસ લગાવવાથી મસાના નાના ટુકડા મૂળ માંથી નીચે પડી જાય છે. જો નિદ્રાહીનતાની ફરિયાદ હોય તો રાત્રે સૂતી વખતે તળિયા પર સરસવનું તેલ લગાવો. ઉધરસ માટે સવારની ચા માં થોડો ફૂદીનો અને અજમાના પાન નાંખી ઉકાળીને પીવો. નિયમિત માસિક માટે તુલસીના બીજનો ઉકાળો બનાવીને પીવો.

image source

જે લોકોને ગેસ નો પ્રોબ્લેમ હોય તેને જમીને રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. શરદી માટે લસણ અને અજમાને સરસવના તેલમાં પકાવો, અને આ તેલની માલિશ દરરોજ કરો. દાઝેલા ભાગ પર આંબાના પાનની ભસ્મ બનાવી ને લગાવવાથી રાહત મળે છે. આંખનું તેજ વધારવા માટે ગાયના દૂધ માં આમળાના ચૂર્ણ નાખી નિયમિત સેવન કરો.

Advertisement
image source

માથાનો દુ:ખાવો દૂર કરવા માટે તેજ પત્રને વાટીને માથા પર લેપ કરો. એસીડીટી ના પ્રોબ્લેમ માટે મધ, કાળી દ્રાક્ષ અને આમળાનો રસ મિક્સ કરી તેનું સેવન કરો. ડાયાબિટીસ ના પ્રોબ્લેમ માટે નિયમિત રીતે કારેલાનો રસ પીવો જોઈએ. અવાજ બેસી ગયો હોય ત્યારે સાકર માં કાળા મરીનું ચૂર્ણ નાખી ગરમ દૂધ સાથે પીવો. પેશાબની બળતરા માટે ગોળ માં આમળાંનું ચૂર્ણ નાખી ને નાની નાની ગોળીઓ બનાવી ખાઓ.

image source

જે લોકોને તાવ આવતો હોય તેને અજમો, તુલસીના પાન અને સૂંઠનું ચૂર્ણ બનાવી આ બધી વસ્તુને મિક્સ કરી તેમાં મધ નાખીને પીવાથી ફાયદો થાય છે. જે વ્યક્તિઓને વજન ઘટાડવો હોય તે લોકોએ નિયમિત એક ચમચી તલનું તેલ પીવું જોઈએ. કિડનીના રોગો દૂર કરવા માટે સફરજનનો રસ પીવો જોઈએ. જે લોકોને કોઢ છે, તેને કારેલાના રસ નું નિયમિત સેવન કરવું જોઈએ. આંતરડાનાં ચાંદાં દૂર કરવા માટે કોબીજનો રસ પીવો જોઈએ.

Advertisement
image source

જો પગની એડિયો ફાટી ગઈ હોય તો લીમડાના તેલમાં હિંગ નાખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો એડી ઠીક થઈ જશે. જો બાળકોના ગુદાના માર્ગે કીડા થયા હોય તો થોડી હિંગ પાણીમાં મિક્સ કરીને ગુદાના માર્ગ પર લગાવો. કીડા નષ્ટ થશે. કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.

image source

બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાડી અડધો કલાક રહેવા દઈ વાળ ધોવાં. આ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે. એલચી, લવિંગ અને જાયફળના ચૂર્ણને મધ અને લીંબુથી બનાવેલ ચામાં મેળવીને પીવાથી કબજિયાતમાં આરામ થાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version