Site icon Health Gujarat

મગફળી બચાવે છે ડાયાબિટીસથી, શું તમે જાણો છો બીજા આ અઢળક ફાયદાઓ વિશે?

શિયાળામાં ગરમાગરમ મગફળી ખાવાની મજા આવે છે. મગફળી ખાવામાં ટેસ્ટી લાગે છે, તેમજ તેને ખાવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે. કેમ કે, મગફળીમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન હોય છે જે શારીરિક વિકાસ માટે જરૂરી છે. જો તમે કોઈ પણ કારણથી દૂધ ના પીતા હોય તો મગફળીનું સેવન કરવું એક સારો વિકલ્પ છે. તે સિવાય મગફળીમાં કેટલાંક એવા તત્વો છે જે કેટલીક બીમારીઓને દૂર કરે છે.શિયાળાની ઋતુને ખાણી-પીણીની ઋતુ માનવામાં આવે છે. આ ઋતુમાં એક વસ્તુ છે જેને લોકો ખૂબ મજાથી ખાય છે અને તે છે મગફળી. મગફળીમાં તે તમામ પોષક તત્ત્વ મળી આવે છે જે બદામમાં હોય છે. એટલા માટે તેને સસ્તું બદામ પણ કહેવામાં આવે છે. મગફળીમાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો હોય છે. જાણો, શિયાળામાં મગફળી કેમ ખાવી જોઇએ..

પ્રોટીનથી ભરપૂર

Advertisement
image source

મગફળીમાં પર્યાપ્ત પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે જે શારીરિક વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે કોઇ પણ કારણથી દૂધ નથી પીતા તો મગફળીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.

વજન ઓછું કરો

Advertisement
image source

મગફળી વજન ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. મગફળી ખાદ્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમે વધુ ખાઇ શકતાં નથી જેના કારણે તમને વજન ઘટાડવામાં સરળતા રહે છે.

હૃદયની બીમારીને દૂર કરે

Advertisement

મગફળી એન્ટી‌-ઑક્સીડેન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ સ્ટ્રોક અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું કરે છે. મગફળીમાં રહેલ ટ્રિપ્ટોફૈન ડિપ્રેશનની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

કેન્સરનું જોખમ ઓછુ

Advertisement
image source

મગફળીમાં વધારે પ્રમાણમાં ફાઇટોસ્ટેરૉલ રહેલું હોય છે, જેને બીટા-સીટોસ્ટેરોલ કહેવાય છે. આ ફાઇટોસ્ટેરૉલ કેન્સરથી સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થાય છે. યૂએસમાં કરવામાં આવેલી એક સ્ટડીના રિપોર્ટ અનુસાર, જે મહિલાઓ અને પુરુષ ઓછામાં ઓછા અઠવાડિયામાં 2 વાર મગફળીનું સેવન કરે છે તેવી મહિલાઓમાં કોલોન કેન્સર થવાનું જોખમ 58 ટકા અને પુરુષોમાં 27 ટકા ઓછું થાય છે.

ડાયાબિટીસથી બચાવે છે

Advertisement
image source

મગફળીમાં મેગેનીઝની સાથે-સાથે મિનરલ્સ પણ મળી આવે છે. આ મિનરલ્સ ફેટ, કાર્બોહાઇડ્રેટ, મેટાબૉલિઝ્મ, કેલ્શિયમ, અબ્સૉર્પ્શન અને બ્લડ શુગરને રેગ્યુલેટ કરે છે. કેટલાય સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મગફળીનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ 21 ટકા સુધી ઘટી જાય છે. જો તમને ડાયાબિટીસ છે તો પોતાના ડૉક્ટરની સલાહ લઇને મગફળી ખાઇ શકો છો.

બેડ કૉલેસ્ટ્રોલ ઘટાડે

Advertisement
image source

મગફળીમાં ભરપૂર પ્રમાણમાં મોનોસૈચ્યુરેટેડ અને પૉલીઅનસૈચ્યુરેટેડ ફેટ્સ હોય છે. મગફળીમાં મળી આવતા ઓલેક એસિડ બ્લડમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કૉલેસ્ટ્રોલના લેવલને વધારે છે. આ શરીરમાં કૉલેસ્ટ્રોલના સ્તરને બેલેન્સ પણ કરે છે અને આ સાથે જ કોરોનરી આર્ટરી ડિસીઝથી શરીરને સુરક્ષિત રાખે છે.

ફર્ટિલિટીને સુધારે

Advertisement

મગફળીમાં ભારે પ્રમાણમાં ફોલિક એસિડ રહેલો હોય છે, જે મહિલાઓમાં ફર્ટિલિટીને મજબૂત બનાવે છે. આ ગર્ભમાં વિકસતાં બાળકના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો તમે પ્રેગનેન્સીના શરૂઆતના દિવસોમાં છો તો આજથી જ મગફળી ખાવાની શરૂઆત કરી દો. તેનાથી બાળકનું સ્વાસ્થ્ય સારું બની રહેશે. મગફળીનાં સેવનથી થનાર બાળકમાં અસ્થમા થવાનું જોખમ પણ ઓછું થઇ જાય છે.

ચહેરા પર ચમક આવે છે

Advertisement
image source

મગફળી સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં રહેલ મોનોસૈચ્યુરેટેડ એસિડ સ્કિનને હાઇડ્રેટ રાખવાની સાથે-સાથે સ્કિનમાં ગ્લો પણ લાવે છે.

ઇમ્યૂનિટી મજબૂત બનાવે છે

Advertisement

મગફળીમાં વિટામિન C પણ મળી આવે છે, જે શિયાળામાં થતી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચાવે છે. દરરોજ મગફળી ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રહે છે અને શરીરની અંદરથી એનર્જી મળે છે.

ડિપ્રરેશનને દૂર કરવા માટે

Advertisement
image source

મગફળીમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે એક સારું એન્ટી ઓક્સિડેન્ટ છે. તે તનાવ પણ ઓછો કરે છે અને ત્વચાને સુંદર રાખવામાં પણ મદદ કરે છે. સાથે તેમાં ટ્રાઈટોફન નામનું એમીનો એસિડ હોય છે, જે મગજમાં સેરોટોનિન ઉત્પન કરવામાં મદદ કરે છે. જે લોકો ડિપ્રેશનમાં હોય છે તે લોકો માટે મગફળી બહુ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version