Site icon Health Gujarat

ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ધરાવતા લોકોએ સવારે નહીં આ સમયે કરવી જોઈએ કસરત

જે લોકોના શરીરમાં બ્લડ સુગરની માત્રા વધારે હોય છે, તેઓ ડાયાબિટીઝ નામનો રોગ થાય છે. આ રોગ શરીરને સુસ્ત બનાવે છે અને અંદરથી તોડવાનું કામ કરે છે. એટલું જ નહીં, જે લોકો લાંબા સમયથી તેનો ભોગ બને છે, તેઓ કિડની, આંખ, હૃદય, યકૃત અને ત્વચા સંબંધિત રોગો પણ થાય છે. આમ, તેને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ આહાર આ રોગને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

image source

ડાયાબિટીઝના દર્દીઓ માટે કસરત અને યોગ ખૂબ મહત્વના છે. તેઓ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. થોડા સમય પહેલા થયેલા સંશોધન મુજબ, જે લોકોના ભોજનમાં ફેટ વધુ હોય તેમણે સવારને બદલે સાંજે કસરત કરે તો વધુ ફાયદો થશે. નોંધનિય છે કે, સામાન્ય રીતે એવું કહેવાય છે કે સવારે વહેલા ઊઠી કસરત કરવી એ આરોગ્ય માટે ફાયદા કારક છે પરંતુ સાંજે કસરત કરવાના પણ અનેક ફાયદા છે. તમે જણાવી દઈએ કે, સાંજે કસરત કરવાથી મેટાબોલિજમ સુધરે છે સાથે જ એકાએક સુગર લેવલ નિયંત્રિત કરવાનું પણ સરળ બને છે. તમને જણાવી દઈએ કે, જેમને ડાયાબિટીસ ટાઈપ-2નું જોખમ હોય છે તેમના માટે સાંજે કસરત કરવી ઘણી ફાયદા કારક છે.

Advertisement
image source

આ અંગે ઓસ્ટ્રેલિયન કેથોલિક યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. ડૉયબિટીઓલાજિઆમાં પ્રકાશિત અભ્યાસમાં એવા પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા કે જેમને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ રહેલુ હતું અને વજન વધુ હતું ઉપરાંત તેઓ સક્રિય પણ નહોતા. તેમને 11 દિવસ સુધી 65 ટકા ફેટની માત્રાવાળું ભોજન આપવામાં આવ્યું હતું. એક જૂથને સવારે 6.30 વાગે, બીજા જૂથને સાંજે 6.30 વાગે કસરત કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રીજા જૂથને કસરત નહીં કરવાનું કહેવાયું હતું.

image source

નોધનિય છે કે, સવાર-સાંજ કસરત કરનારાની કાર્ડિયોરેસ્પરેટરી ફિટનેસમાં ઘણો સુધારો જોવા મળ્યો જ્યારે સાંજે કસરત કરનારનું સુગર આશ્ચર્યજનક રીતે ઓછુ થયું હતું. આ ઉપરાંત જે લોકોએ કસરત કરી જ નહોતી તેમનુ કોલેસ્ટ્રોલ ઘણુ વધી ગયુ હતુ. આ ઉપરાંત સવારે કસરત કરનારમાં પણ તેમનું સ્તર વધેલું જોવા મળ્યું હતું. પરંતુ સાંજે કસરત કરનાર લોકોમાં ખરાબ ડાયટની ઓછી અસર જોવા મળી. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ પણ ઓછું રહ્યું હતું.

Advertisement
image source

આ અંગે એક્સરસાઇઝ વિજ્ઞાની ડૉ. ટ્રાઇન મોહાલ્ટ કહ્યું કે પરિણામ પરથી સ્પષ્ટ છે કે સાંજે કસરત કરનારે ખરાબ ડાયટથી થનારા પરિવર્તનને ઊલટા કરી દીધા અથવા ઓછા કરી દીધા. તો બીજી તરફ મોહાલ્ટ કહે છે કે, આ અભ્યાસ એવું નથી જણાવતો કે સવારે કસરત કરવી એ સારી નથી પણ સાંજે કસરતથી મેટાબોલિજમ અને બ્લડ સુગર લેવલ સુધારવામાં નોંધપાત્ર ફાયદો થાય છે. ખાસ કરીને જ્યારે ડાયટ વધુ ફેટવાળું હોય ત્યારે ખાસ. તેમણે આગળ કહ્યું કે, જરૂરી એ છે કે કોઈપણ સમયે કસરત કરો, કંઈ ન કરવાથી તો સારું જ છે.

image source

તો બીજી તરફ સંશોધક ડૉ. મોહાલ્ટ કહે છે કે સવારે કે સાંજે કસરતથી ફિટનેસમાં સુધારો થયો પણ રાતનું ગ્લાયસેમિક નિયંત્રણમાં સુધારો સાંજે કસરત કરનારા જૂથમાં જોવા મળે છે. તેથી આ વાત ખાસ છે કારણ કે ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં રાત્રે સૂતા સમયે જ ગ્લુકોઝની માત્રા ઝડપથી વધે છે. જેથી સાંજે કસરત કરનારામાં રાત્રે ગ્લુકોઝની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર પર ઓછું હતું. તેથી જે લોકો ટાઈપ-2 ડાયાબિટીસથી ગ્રસિત છે તે લોકોએ સાંજે વ્યાયામ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version