Site icon Health Gujarat

તમારા સ્કેલ્પમાં પણ ડેન્ડ્રફ અને ફોલ્લીઓ થવાની સમસ્યા છે? તો આ ઉપાય છે તમારા માટે સૌથી બેસ્ટ

ઉનાળાની ઋતુમાં ઘણા લોકોના ચહેરા તેમજ સ્કૈલ્પ પર ફોલ્લીઓ થાય છે. આવી સ્થિતિમાં ત્વચાને ઠંડક આપે તેવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો જરૂરી છે. ચણાની દાળથી બનેલું હેર પેક સ્કૈલપને ઠંડુ કરવામાં મદદ કરે છે. તેમજ તેને લગાવવાથી વાળ જાડા અને નરમ થાય છે. તો ચાલો આપણે જાણીએ કે ઉનાળાની ઋતુમાં સ્કૈલ્પને ઠંડુ કરવા માટે કેવા પ્રકારનું હેર પેક બનાવવું જોઈએ.

ચણાની દાળમાં પુષ્કળ પ્રોટીન હોય છે. જે શાકાહારી લોકોની રોજીંદી જરૂરિયાતમાંથી 60 ટકા જરૂરી હોય છે. આવી સ્થિતિમાં દિવસમાં એક બાઉલની દાળ ખાવાથી ફાયદો થાય છે. ચણાની દાળથી હેર-પેક બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે.

Advertisement

ચણાની દાળ, દહીં અને એલોવેરા જેલ

image soucre

એક કપ ચણા દાળ લો. જેની સાથે એક કપ દહીં અને એક ચમચી એલોવેરા જેલની જરૂર પડશે. હવે એક કપ ચણાની દાળને આખી રાત પલાળી રાખો અને તેમાં સવારે દહીં મિક્સ કરીને પીસી લો. હવે તેમાં એલોવેરા જેલ ઉમેરો અને પેસ્ટ બનાવો. પેહલા તમારા વાળને શેમ્પુથી ધોઈ લો. હવે આ પેસ્ટને તમારા વાળમાં લગાવો અને ત્રીસ મિનિટ માટે રહેવા દો. ધ્યાનમાં રાખો કે વાળના મૂળમાં આ હેર પેકને સારી રીતે લગાવો.

Advertisement
image source

ચણાના લોટમાં કુદરતી તેલ હોય છે. જે વાળને કુદરતી રીતે સૂર્યપ્રકાશ અને ધૂળના જીવાતથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. આ હેર પેક લગાવવાથી ડેન્ડ્રફ તો દૂર થશે જ સાથે વાળમાં શુષ્કતા પણ નહીં આવે. સાથે દહીં ત્વચાને ઠંડુ કરવાનું કામ કરે છે.

મેથી

Advertisement
image soucre

ઉનાળામાં વાળની થોડી સંભાળ રાખીને, તમે મજબૂત અને જાડા વાળ મેળવી શકો છો. કારણ કે આ ઋતુમાં પરસેવો અને તેલના કારણે વાળ નબળા પડવા લાગે છે અને તૂટી જાય છે. આ સ્થિતિમાં, જો તમે ઈચ્છો તો મેથીનો ઉપયોગ પણ કરી શકો છો. મેથી આપણા સ્કૈલ્પની સમસ્યા દૂર કરે છે. આ માટે મેથી લો અને તેમાં દહીં નાખીને તેને પલાળી લો. ત્યારબાદ આ મિક્ષણ વાળ પર લગાવો અને 15 મિનિટ પછી તમારા વાળ સારી રીતે શેમ્પુથી ધોઈ લો. આ ઉપાય વાળ ખરવા અને શુષ્કતાની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદ મળશે.

ફુદીના અને એલોવેરા જેલ

Advertisement
image soucre

સ્કૈલ્પ પરની સમસ્યા દૂર કરવા માટે 15 ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો. પાણીની માત્રામાં પચાસ ટકાનો ઘટાડો ન થાય ત્યાં સુધી તમારે તેને ગરમ કરવું પડશે. ત્યારબાદ આ પાણીને ઠંડુ થવા દો. હવે એલોવેરા જેલ લો અને તેને ફુદીનાના પાણીમાં મિક્સ કરી દો. આ પાણી સ્કૈલ્પ પર યોગ્ય રીતે લગાવો. આ ઉપાય રોજ અપનાવવાથી સ્કૈલ્પ પરની સમસ્યા દૂર થશે.

આદુનો રસ

Advertisement
image soucre

આદુનો રસ કાઢો પછી તેને સ્કૈલ્પ પર યોગ્ય રીતે લગાવો અને થોડા સમય પછી તમારા વાળ ધોઈ લો. આદુના રસમાં બેક્ટેરિયાથી લડવાના ગુણધર્મો હોય છે, જેનાથી તે સ્કૈલ્પ પર થતી ફોલ્લીઓ ઝડપથી મટાડે છે.

બેકિંગ સોડા

Advertisement
image soucre

બેકિંગ સોડા સ્કૈલ્પ પરના પિમ્પલ્સને ઘટાડવાની એક કુદરતી રીત છે. જ્યારે માથાની ચામડીના છિદ્રોને બંધ કરવામાં આવે છે, ત્યારે પિમ્પલ્સ થવાનું શરૂ થાય છે. બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી બંધ છિદ્રો ખુલી જાય છે અને પિમ્પલ્સની સમસ્યા દૂર થાય છે. આ માટે બેકિંગ સોડા લો અને તેમાં પાણી ઉમેરો. હવે આ મિક્ષણથી સ્કૈલપની મસાજ કરો અને તરત જ તમારા વાળ ધોઈ લો. આ ઉપાય અપનાવવાથી સ્કૈલ્પ પરની સમસ્યા દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version