Site icon Health Gujarat

દાંતમાં કોઈ તકલીફના કારણે પોલાણની સમસ્યા થઈ શકે છે, આ સમસ્યા દૂર કરવાના ઉપાય જાણો.

જો દાંતની યોગ્ય રીતે કાળજી ન લેવામાં આવે તો પોલાણની સમસ્યા કોઈને પણ થઈ શકે છે. આ વાસ્તવમાં દાંતના સડાને કારણે અથવા પેઢામાં કોઈપણ પ્રકારના સોજાના કારણે થાય છે. કેટલીકવાર આ પીડા એટલી અસહ્ય બની જાય છે કે દૈનિક જીવન પ્રભાવિત થાય છે. કેટલીકવાર શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે પણ આ સમસ્યા થાય છે. ઘણી વખત આ કોઈ પ્રકારની તબીબી સ્થિતિ, દાંતની સારી સફાઈનો અભાવ, એસિડિટી, મોડી રાત્રે કંઈપણ ચીજોનું સેવન વગેરેને કારણે થઈ શકે છે. આવી સ્થિતિમાં, એકવાર દાંતમાં પોલાણની સમસ્યા થઈ જાય, તો તરત જ દંત ચિકિત્સક પાસે જવું ખૂબ જ જરૂરી બની જાય છે, પરંતુ જો તમને વારંવાર દુખાવો થતો હોય, તો આ પીડામાંથી રાહત મેળવવા માટે, તમે ઘરેલું ઉપાયની મદદ લઈ શકો છો. તો ચાલો અમે તમને આ ઉપાય દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય જણાવીએ.

1. મીઠાના પાણીથી કોગળા

Advertisement
image soucre

જો દાંતમાં દુખાવો હોય તો તમારે પાણી ગરમ કરી તેમાં મીઠું નાખીને આ પાણીથી કોગળા કરવા જોઈએ. આમ કરવાથી જો પેઢામાં કોઈ પણ પ્રકારનો સોજો આવે તો રાહત મળશે.

2. હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે કોગળા

Advertisement

હાઇડ્રોજન પેરોક્સાઇડથી કોગળા કરવાથી તે તમારા દાંતના દુખાવાને અને દાંતમાં આવેલા સોજાને પણ ઘટાડી શકે છે.દાંતમાં થતા દુખાવા અને સોજામાં થતા બેક્ટેરિયાને મારવામાં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડથી રાહત મળે છે. તેનો ઉપયોગ કરવા માટે, તમે 3 ટકા જેટલા હાઇડ્રોજન પેરોક્સાઇડને સમાન ભાગોના પાણી સાથે ભેળવી દો અને પછી તમે તેનો ઉપયોગ માઉથવોશ તરીકે કરી શકો છો. ધ્યાનમાં રાખજો કે તમે તેનો ઉપયોગ કરતી વખતે તેને ગળી ન જાવ.

3. ફટકડીના પાણીથી કોગળા કરો

Advertisement
image soucre

જો તમે દરરોજ સવારે બ્રશ કર્યા પછી ફટકડીના પાણીથી કોગળા કરો તો દાંતના દુખાવામાં રાહત મળે છે.

4. ગરમ અથવા ઠંડા કોમ્પ્રેસ

Advertisement

તમારા દાંતને ગરમ પાણી અથવા આઇસ પેકથી કોમ્પ્રેશ એટલે કે શેક કરો. તેનાથી થોડા સમય માટે દુખાવામાં રાહત મળી શકે છે. પોલાણમાં સખત વસ્તુઓ ખાવાનું ટાળો.

5. ફુદીનાની ટી બેગ્સ

Advertisement
image source

ગરમ પાણીમાં ફુદીનાની ટી બેગ મૂકો અને ત્યારબાદ આ પાણીથી કોગળા કરો. જો તમે ઇચ્છો તો આને ફ્રીઝરમાં રાખીને તેનાથી શેક પણ કરી શકો છો.

6. લસણ

Advertisement
image soucre

લસણમાં ઔષધીય ગુણ હોય છે. તે બેક્ટેરિયાનો નાશ કરે છે, સાથે પીડામાંથી પણ રાહત આપે છે. તમે દુખાવાની જગ્યા પર લસણની પેસ્ટ લગાવી શકો છો.

7. લવિંગ

Advertisement

લવિંગના ઉપયોગથી દુખાવામાં ઘણી રાહત મળે છે. જો દુખાવો હોય તો લવિંગને દાંતની વચ્ચે દબાવો. તમારા દાંત અને પેઢા પર લવિંગનું તેલ લગાવો. આ સોજામાં રાહત આપશે અને દુખાવામાં રાહત આપશે.

8. હિંગ

Advertisement
image source

દાંતના દુખાવા માટે હીંગ ઉપયોગી થઈ શકે છે. તેમાં એનલજેસિક ગુણધર્મો છે, જેના કારણે તે કોઈપણ પ્રકારની પીડા માટે ઉપયોગી થઈ શકે છે. આ સાથે, તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો પણ છે, જે દાંતના સડોને અટકાવી શકે છે અથવા બેક્ટેરિયાને કારણે થતી પીડાથી રાહત આપી શકે છે. દાંતના દુખાવા માટે હિંગ દવા તરીકે કામ કરી શકે છે. આ માટે પાણી સાથે હીંગ નાખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને કપાસની મદદથી દુખદાયક દાંત પર લગાવો. જ્યારે પણ દાંતમાં દુખાવો થાય ત્યારે તેનો ઉપયોગ કરો.

9. સરસવનું તેલ

Advertisement
image source

દાંતમાં થતા તીવ્ર દુખાવા અને સોજા જેવી સમસ્યા દૂર કરવા માટે સરસવના તેલમાં મીઠું નાખીને દાંત ઉપર આંગળીથી માલિશ કરવું જોઈએ. આ કરવાથી દાંત મજબૂત હશે અને પેઢામાં થતા સોજાની સમસ્યા સમાપ્ત થશે.

10. અજમાના ફૂલો

Advertisement
image source

અજમાના ફૂલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓકિસડન્ટના ગુણધર્મો હોય છે, જે તમારા દાંતમાં થતા દુખાવાને રાહત આપવાનું કામ કરે છે. આ માટે, તમે રૂના ટુકડા પર થોડું અજમાનું તેલ નાખી અને તેમાં થોડા ટીપાં પાણીના નાખો. પાણીથી આ તેલ થોડું પાતળું પડશે, પછી તેને દુખાવાની જગ્યા પર અને સોજા પર લગાવો. આ ઉપરાંત, તમે એક ગ્લાસ પાણીમાં તેલના ટીપાં પણ ઉમેરી શકો છો અને પછી તેનો ઉપયોગ માઉથવોશ તરીકે પણ કરી શકો છો.

Advertisement
Advertisement
Exit mobile version