Site icon Health Gujarat

ડાર્ક સર્કલથી ચહેરો બગડી ગયો છે? તો આ ઘરેલું ઉપાયો છે બેસ્ટ, માત્ર અઠવાડિયામાં જ મળી જશે રિઝલ્ટ

મિત્રો, આજના નિત્યક્રમને કારણે ડાર્ક સર્કલ એક સામાન્ય સમસ્યા બની ચુકી છે. ઊંઘની અછત, મોડી રાતનું કામ વગેરે જેવા કારણોને લીધે આંખ નીચે ડાર્ક સર્કલની સમસ્યા થઇ શકે છે પરંતુ, તેનાથી પરેશાન થવાને બદલે તમે ઘરેલું ઉપાયો કરીને પણ તેને સરળતાથી દૂર કરી શકો છો. ચહેરા પર કાળા વર્તુળો સ્પષ્ટપણે દેખાય છે, જેથી તેમની અવગણના જ ન કરી શકાય. આવો જાણીએ કયા ઘરેલું ઉપચાર થી ડાર્ક સર્કલ માંથી છુટકારો મેળવવા નો પ્રયાસ કરી શકાય છે.

બટાકા અને ગુલાબ જળ

Advertisement
image source

પહેલા બટાકા લો અને તેને છોલી ને સારી રીતે છીણી લો. હવે આ છીણેલા બટાકામાં ગુલાબ જળ ઉમેરો. પહેલાં ચહેરો સાફ કરો. હવે આ મિશ્રણ ને આંખો ની નીચે હળવા હાથ થી લગાવો. તમારી આંખો વીસ મિનિટ સુધી બંધ રાખી ને સૂઈ જાઓ અને હવે તમારા ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો. આ ઉપાય તમારે અઠવાડિયામાં એકવાર કરવો જોઈએ.

ટામેટા અને દહીં

Advertisement
image source

આ માસ્ક બનાવવા માટે, તમારે પહેલા ટામેટા ને પીસી ને તેનો રસ કાઢવો જોઈએ. આ રસને દહીંમાં મિક્સ કરો. માસ્ક નો ઉપયોગ કરવા માટે ચહેરો ધોઈ લો. હવે આ મિશ્રણ ને આંખો નીચે લગાવી સૂકવવા માટે છોડી દો. આ માસ્કને અઠવાડિયામાં બે વાર લગાવો અને સૂકા કપડા થી ચહેરો સાફ કરો. આમ કરવાથી તમને ટૂંક સમયમાં કાળા વર્તુળો થી છૂટકારો મળશે.

ફૂદીનો

Advertisement
image source

ફૂદીનો એટલે કે મીંટજે તમને તાજગી સભર બનાવવવા માટે ઉપયોગમાં આવે છે. એવિ જ રીતે આનો ઉપયોગ ડાર્ક સર્કલ નિકાલવા માટે પણ થાય છે. એમાં માત્ર એટલુ જ કરવાનું છે કે એના પત્તાની પેસ્ટ બનાવીને એમાં થોડું પાણી મિક્સ કરો પછી આ પેસ્ટ ને ડાર્ક સર્કલ ઉપર લગાવો. ત્યાર બાદ દસ મિનિટ સુધી આને એમ જ રહેવા દો અને પછી ઠંડા પાણી થી મોં ધોઈ લો. આને રોજ રાત્રે લગાવશો તો અઠવાડિયામાં જ ફર્ક જોવા મળશે.

છાશ અને હળદર

Advertisement
image source

હળદર પોતે જ બહુ ગુણકારી છે, અને એંટી બાયોટિક પણ હોય છે. જેને શાકમાં તો ઉપયગમાં આવે જ પણ હળદર વાળું દૂધ પણ પી શકાય છે, અને વળી વાગ્યું હોય તો પણ એને લાગવાય છે. જ્યારે છાશ તો જમ્યા પછી પીવામાં આવે તો બેસ્ટ છે ડાર્ક સર્કલ માટે બે ચમચી છાશ લો પછી એમાં ચમચી ભરી ને હળદર મિક્સ કરો પછી આ પેસ્ટ ને ડાર્ક સર્કલ ઉપર લગાવો અને દસ મિનિટ સુધી રહેવા દો પછી ગરમ પાણી ની મદદથી આંખો ધોઈ લો.

ઠંડુ દૂધ

Advertisement
image source

ઠંડા દૂધ ના લગાતાર ઉપયોગ થી તમે માત્ર ડાર્ક કિર્ક્લેજ નહીં પણ આંખો ને પણ સારી કરી શકશો. તમાએ એટલુ જ કરવાનું છે રૂ ને વાટકીમાં રાખેલા ઠંડા દૂધમાં ડૂબાડી રાખો અને પછી આને ડાર્ક કિર્ક્લેસ વાળા ભાગ પર મૂકો પણ એમાં એવત નું ખાસ ધ્યાન રાખવાનું કે ડાર્ક સર્કલ વાળો ભાગ પૂરેપૂરો ઢાંકાઇ જવો જોઇયે. દસ મિનિટ સુધી રૂ ને એમનું એમ જ રહેવા દો અને પછી સાદા પાણી થી આંખો ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version