Site icon Health Gujarat

હંમેશા શરીરને સ્વસ્થ રાખવું હોય તો ડેસ્ક પર બેસીને કરો આ સરળ યોગા, નહિં પડો ક્યારે પણ બીમાર

મિત્રો, હાલ કોરોનાની સમસ્યાના કારણે હજુ પણ મોટાભાગના લોકો ઘરેથી કામ કરે છે અને આ કારણોસર આપણે લાંબા સમય સુધી આપણા ડેસ્ક અથવા લેપટોપની સામે બેસીને કામ કરીએ છીએ. આવી સ્થિતિમા ઘણીવાર શરીર, ખભા, ગળા અને કમરના ભાગમા એક વિચિત્ર પ્રકારની પીડા થાય છે અને આ પીડાને કારણે તેમને રાત્રે સરખી ઊંઘ પણ આવતી નથી હોતી.

image soucre

આ કારણોસર જ ડોકટરો અને સાથે જ આપણા ઘરના લોકો પણ આપણને અવારનવાર ટોકતા હોય છે કે, એક જ જગ્યાએ લાંબો સમય સુધી ના બેસવુ પરંતુ, આ કાર્ય આપણા માટે અશક્ય બને છે ત્યારે આજે આ લેખમા અમે તમારા માટે અમુક એવી યોગા ટીપ્સ લાવ્યા છીએ કે, જે તમને આ સમસ્યાઓથી છૂટકારો મેળવવામાંસહાયરૂપ સાબિત થઇ શકે છે, તો ચાલો જાણીએ કઈ છે આ ટીપ્સ.

Advertisement
image soucre

અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક યોગાના સરળ પોઝ, જેના દ્વારા તમે આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. તમે તમારા કાંડા અને આંગળી ખેંચો. આ માટે એક હાથની આંગળીઓને તમારા બીજા હાથની હથેળીમાં લો. ખભાની ઉંચાઈએ તે જ હાથને આગળ વધારો અને ધીમે-ધીમે તમારી આંગળીઓને પાછળની બાજુ તમારા કાંડા તરફ ખેંચો, જ્યા સુધી તમને હળવુ ખેંચાણ ના અનુભવાય.

image soucre

પાછા તમારા કાંડા અને તમારી આંગળીને ખેંચો. તમારે ફક્ત પ્રથમ પગલું જ અનુસરવુ પડશે. અહી એટલો જ તફાવત છે કે આ ખેંચાણમા દરેક આંગળી એક પછી એક પાછળની તરફ ખેંચાય છે. આ સિવાય ડોકની સ્ટ્રેચિંગ માટે તમે પહેલા ઉપર તરફ અને પછી નીચે તરફ જોશો. ત્યારબાદ તમારા ગળાને ધીમે-ધીમે જમણી અને ડાબી તરફ વાળો. તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

Advertisement
image soucre

ધીમે-ધીમે તમારા ખભા ઉપર અને નીચે કરો. ત્યારબાદ તેને ધીમે-ધીમે પાછળની તરફ કરો. તે તમને તમારા ખભાના દુ:ખાવામા રાહત અપાવશે. આ ઉપરાંત તમે બેઠા-બેઠા તાડાસનની ક્રિયા પણ કરી શકો છો. આ માટે તમે તમારા બંને હાથ ઉપરની તરફ ઉભા કરો અને તેને થોડા સમય માટે ઊંચા રાખીને બેસો. ત્યારબાદ તેને એક થી બે વાર પુનરાવર્તન કરો.

image soucre

તાડાસન પછી સાઈડ સ્ટ્રેચિંગ પણ કરો. આ માટે, તમારા જમણા હાથને તમારા શરીરની ડાબી બાજુ લંબાવો અને તે જ પગલું તમારા બીજા હાથથી કરો. જો તમે તમારા રોજીંદા રૂટીનમા આ ક્રિયાને સ્થાન આપશો તો તમને અવશ્યપણે લાભ મળશે તો તમે પણ એકવાર આ રૂટીન અજમાવો અને પછી જુઓ ફરક.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version