Site icon Health Gujarat

આ 6 વસ્તુઓ પર ક્યારેય ના અડવો જોઇએ પગ, નહિં તો જીવન થઇ જશે બરબાદ

આપણે હંમેશા આપણા પગથી જાણતા અજાણતા જ કેટલીક વસ્તુઓ અડી લેતા હોઈએ છીએ અથવા તો તેને લાત મારી દેતા હોઈએ છીએ. ઘણીવાર જાણી જોઈને સંસ્કારોના અભાવના કારણે આવું થતું હોય છે તો વળી ઘણીવાર અજાણતા જ આવું થતું હોય છે. પણ તમારે એ જાણી લેવું જોઈએ કે તમારી આ ભૂલથી તમે બરબાદ થઈ શકો છો અને જીવનમાં તેના તમને ઘાતક પરિણામો મળે છે તો આજે અમે તેવા જ કેટલાક લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે ક્યારેય ભૂલથી પણ પગ ન અડાડવો જોઈએ.

image source

આ છ લોકોમાં બ્રાહ્મણ, ગુરુ, અગ્નિ, કુંવારી કન્યા, બાળક અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ લોકોને ક્યારેય ભૂલથી કે જાણી જોઈ પગ ન અડાડવો જોઈએ. તે પાપ સમાન બાબત છે.

Advertisement

બ્રાહ્મણોને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામા આવે છે માટે તેમના પગે લાગીને તેમના આશિર્વાદ લેવામાં આવે છે પણ ક્યારેય તેમને ભૂલથી પણ તમારા પગ ન અડી જાય તેનું ધ્યાન રાખવું. તે અપમાન બરાબર છે.

image source

ગુરુની વાત કરીએ તો ગુરુ આપણને આપણા જીવનમાં અત્યંત ઉપયોગી તેવું જ્ઞાન આપણને આપે છે. ગુરુનું સ્થાન હિન્દુ ધર્મમાં ઘણું ઉંચુ છે. તેમને ભગવાન સમાન ગણવામાં આવે છે. તેમની પાસેથી આપણે જીવનને ઉપયોગી શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ માટે હંમેશા આપણી જગ્યા તેમના ચરણોમાં છે. માટે તેમને ક્યારેય પગેથી અડીને તેમનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Advertisement
image source

અગ્નિને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામા આવે છે અગ્નિને સાક્ષી માનીને જ સાત જન્મ સુધી સાથે રહેવાના પતિ-પત્ની ફેરા લેતા હોય છે. અગ્નિને સાક્ષી માનીને જ એક કુંવારી કન્યાને લક્ષ્મી બનાવીને આપણે ઘરમા લાવતા હોઈએ છીએ, માટે અગ્નિને પણ ક્યારેય પગેથી અડીને અપમાનીત ન કરવા જોઈએ.

image source

કુંવારી કન્યાઓને લક્ષ્મી માતા ગણવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કુંવારી કન્યાઓની પૂજા કરીને તેમને પ્રશાદ ચડાવવાનો હિન્દુ ધર્મમાં રિવાજ છે કારણ કે તેમને માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. માટે ક્યારેય કુંવારી કન્યાનું ફપ અપમાન ન થવું જોઈએ ક્યારેય તેમને પણ પગથી ન અડવું જોઈએ. ઘણી હિન્દુ જાતિમાં કુંવારી કન્યાઓ દ્વારા મોટાઓને પગે નથી લાગી શકાતું કારણ કે તેમને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

Advertisement
image source

આપણા હિન્દુ ધર્મમાં વડિલોને સમ્માનનિય માનવામાં આવ્યા છે. ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પછી કોઈ મોટો તહેવાર હોય ત્યારે મોટાઓના ચરણસ્પર્શ કરીને તેમના આશિર્વાદ લેવામાં આવે છે. તેમને ક્યારેય આપણા પગ ન અડાડવા જોઈએ. તેનાથી તેમનું અપમાન થાય છે.

image source

ઉપર જણાવેલી વ્યક્તિઓને ક્યારેય આપણે પગ ન અડાડવો જોઈએ. તેનાથી તેમનું અપમાન થાય છે. તેમનું હંમેશા સમ્માન કરવું જોઈએ. તેમ નહી થવાથી આપણે પાપના ભાગીદાર બનીએ છીએ અને પછી જીવન બરબાદ થઈ જાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version