Site icon Health Gujarat

બાળકની લાળ પડવાથી કેવી રીતે રોકશો જાણો તમે પણ

જ્યારે લાળ એટલે કે સલાઈવા કોઈ વ્યક્તિના મોઢામાંથી ઓચિંતી જ બહાર આવે તો એમે ડ્રલિંગના રૂપે ઓળખવામાં આવે છે.
બાળકોના મોઢામાંથી લાળ પડવી એ ખૂબ જ સામાન્ય વાત છે પણ વધારે પ્રમાણમાં લાળ પડવી એ ચિંતાનો વિષય બની શકે છે.

આપણી પાસે 6 લાળ ગ્રંથિઓ હોય છે, જે આપણા માટે સલાઈવા બનાવે છે અને જ્યારે વધારે માત્રામાં લાળ બને છે તો આપણે

Advertisement

ડ્રલ કરીએ છે. બાળકોમાં ડ્રલિંગ એક સામાન્ય વાત છે. બાળકોમાં લગભગ ત્રણ મહિનાની ઉંમરથી લાળ પડવાનું શરૂ થઈ જાય છે.

કેટલાક બાળકોને ઓછી લાળ પડે છે તો ઘણા બાળકોને ખૂબ જ ડ્રલિંગ થાય છે. જો તમારા બાળકને પણ ખૂબ જ લાળ પડે છે તો

Advertisement

એ તેના મોઢાની અવિકસિત માંસપેશીઓ કે પછી એના મોઢામાં વધારે પડતી લાળ બનવાનું કારણ હોઈ શકે. પણ એમાં ચિંતા કરવા

જેવી કોઈ વેટ4 નથી કારણકે લાળ પડવી એ બાળકના શારીરિક વિકાસનો જ એક ભાગ છે.

Advertisement

શુ બાળકોની લાળ પડવી એ સામાન્ય છે?

image source

બાળકોની લાળ પડવી એ ખૂબ જ સામાન્ય વાત છે અને કોઈપણ બાળક પોતાના જીવનના શરૂઆતના 2 વર્ષ લાળ પાડે જ છે. એક
બાળક કોઈ વસ્તુ ગળી જાય ત્યારે પોતાના મોઢાની માંસપેશીઓને સંપૂર્ણ રીતે કન્ટ્રોલ નથી કરી શકતું. ઘણીવાર બાળક જ્યારે સૂતું
હોય ત્યારે પણ એની લાળ પડતી હોય છે. જો તમારા બાળકે ઓડકાર લેવાનું શરૂ કરી દીધું છે, તો બાળક 18 થી24 મહિના સુધો
ડ્રલિંગ કરી શકે છે. શરૂઆતના સમયમાં ડ્રલિંગ ખૂબ જ સામાન્ય વાત છે, એટલે તમારા બાળકના દિવસમાં 5 6 વાર કપડાં બદલવા
માટે તૈયાર રહો.આમ તો લાળ પડવી એ એકદમ સામાન્ય વાત છે, પણ જો બાળક 4 વર્ષની ઉંમર પછી પણ લાળ પાડતું હોય તો એ
સામાન્ય નથી.

Advertisement

બે વર્ષ સુધી બાળક લાળ પાડે છે.

image source

લાળ પડવી એ એકદમ સામાન્ય વાત છે અને એ બાળકના વિકાસમાં પણ મદદ કરે છે. બાળક પોતાના શરૂઆતના મહિનાઓમાં
જુદી જુદી માત્રામાં લાળ પાડે છે.

Advertisement

એક થી ત્રણ મહિના વચ્ચે લાળ પડવી.

જ્યારે બાળક એક થી ત્રણ મહિના વચ્ચેનું હોય છે ત્યારે સામાન્ય રીતે એને બિલકુલ લાળ નથી પડતી. આ સમયે બાળકને લાળ
એટલા માટે નથી પડતી કે બાળક આ સમય દરમિયાન સીધું જ સુઈ રહે છે. એટલે બાળક એ સમયમાં લાળ નથી પાડતું. પણ કેટલાક
બાળકો 3 મહિનાની ઉંમર માં જ લાળ પાડવાનું શરૂ કરી દે છે.

Advertisement

છ મહિનાના બાળકની લાળ પડવી.

image source

આ સમય સુધી લાળ પડવાનું થોડું કાબુમાં આવી જાય છે, પણ જ્યારે બાળક મોઢામાં રમકડાં નાખે છે ત્યારે ફરી લાળ પડવા લાગે છે.
સામાન્ય રીતે આ સમય સુધી બાળકોના દાંત આવવા લાગે છે એટલે પણ બાળકને લાળ પડે છે.

Advertisement

નવ મહિનાના બાળકની લાળ પડવી

આ સમય સુધી બાળક ઊંધું પડવાનું અને ઘૂંટણીયા ભરવાનું શરૂ કરી દે છે.આ સમયે બાળકોના દાંત પણ આવતા હોય છે એટલે પણ
બાળક લાળ પાડે છે.

Advertisement

15 મહિનાના બાળકને લાળ પડવી.

15 મહિના સુધી મોટાભાગના બાળકો ચાલવાનું અને દોડવાનું શરૂ કરી દે છે પણ એ ચાલવા અને દોડવાના સમયે લાળ નથી પાડતા.
પણ જો બાળકો એવી કઈક પ્રવૃત્તિ કરતા હોય જેમાં એકાગ્રતાની જરૂર હોય તો એમની લાળ પડી શકે છે.

Advertisement

18 મહિનાના બાળકની લાળ પડવી.

નિયમિત રૂપે કે પછી મોટર સ્કીલને પ્રોત્સાહન આપતી એક્ટિવિટી કરતી વખતે બાળકની લાળ નથી પડતી. પણ ક્યારેક એમને
ખવડાવતી વખતે કે કપડાં પહેરાવતી વખતે એ લાળ પાડી શકે છે.

Advertisement

24 મહિનાના બાળકની લાળ પડવી.

આ સમય સુધી બાળકોનું લાળ પડવાનું સાવ ઓછું થઈ જાય. છે, નહિ જેવી જ લાળ બાળકના મોઢામાંથી ક્યારેક જ પડે છે.

Advertisement

બાળકોની લાળ પડવી એમના વિકાસ માટે જરૂરી.

image source

હા, બાળકોની લાળ પડવી એ એમના વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લાળ પડવી એ બાળકોના દાંત આવવાનો
ઈશારો પણ છે. લાળ પડવી અને મોઢથી પરપોટા કરવા એ બાળકના શારીરિક વિકાસને દર્શાવે છે. જો તમારું બાળક દૂધ કે ભોજન
સૂંઘી ને લાળ પાડવા લાગે છે તો તમારે સમજી જવું કે એની સૂંઘવાની શક્તિ વિકસી રહી છે.

Advertisement

બાળકોના સલાઈવામાં એન્ઝાઇમ હોય છે, જે 4થી 6 મહિનાની ઉંમર માં બાળકને સેમી સોલિડ કે સોલિડ ફૂડ પચાવવામાં ઉપયોગી
હોય છે. લાળ પેટના એસિડની અસર ઘટાડે છે અને એ બાળકોની ઇન્ટેસ્ટાઇનને પુરી રીતે વિકસિત કરવામાં મદદ કરે છે. લાળ
ભોંજનને એકરસ કરવામાં મદદ કરે છે જેથી બાળક ભોજન સરળતાથી ગળે ઉતારી શકે છે.

આમ તો બાળકો લાળ પાડે એ એકદમ સામાન્ય છે પણ વધારે પડતી લાળ પડવાથી બાળકોને તકલીફ થઈ શકે છે.

Advertisement

લાળ પડવાથી થઈ શકે છે ચામડીને લગતી તકલીફો.

image source

બાળકોને સતત પડતી લાળને કારણે નીચલા હોઠ, ગાલ, ગળું અને છાતીની ચામડી પર બળતરા થતી જોવા મળે છે.

Advertisement

જો તમારા
બાળકને વધારે પડતી લાળ પડતી હોય તો લાળ એના ગાલ, ગળા અને છાતી પર પ્રસરે છે અને એ ભાગમાં લાલ ચાઠા તમને દેખાશે.
જો બાળકના મોઢાની આજુબાજુ રેસિસ દેખાય તો એને ડ્રલિંગ રેસિસ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉપચાર માટે તમારે જે

જગ્યા એ રેસિસ થયા હોય એને પહેલા સારી રીતે ધોઈ લો અને લેનોલીન આધારિત ક્રીમ લગાવી શકો છો. તમે તમારા બાળકની

Advertisement

ગરદનની ચારેબાજુ લાળીયું બાંધી શકો છો, જેથી બાળકની લાળ એની ગરદન અને છાતી સુધી ન પહોંચે. તમે પ્રભાવિત ભાગો પર

પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો જેનાથી રેસિસ જલ્દી મટી જશે. જોકે તમારા બાળકને કોઈપણ ક્રીમ લગાવતા પહેલા ડોકટર

Advertisement

સાથે એકવાર અચૂક વાત કરી લો.

બાળકની લાળ પડવાથી કેવી રીતે રોકશો.

Advertisement
image source

જોકે બાળકોમાં લાળ પડવી એ એમના શારીરિક વિકાસનો મહત્વપૂર્ણ ભાગ છે. પણ જો બે વર્ષ પછી પણ બાળકની લાળ પડતી રહે
તો એ સામાન્ય નથી.જો તમારું બાળક 2 વર્ષની ઉંમર પછી પણ લાળ પાડતું હોય તો એને સહજતાથી ન લેશો.તમારે ડોકટરની સલાહ લેવી જોઈએ કારણ કે તમારા બાળક ને સારવારની જરૂર છે. જો તમારું બાળક અતિશય લાળ પાડતું હોય તો તરત જ ડોકટરની સલાહ લો કારણ કે એ બાળકના સામાજિક જીવનને અસર કરે છે.

ડોકટર લાળ પડવાના ઈલાજ માટે બાળકમાં આ લક્ષણોને ધ્યાન પર લેશે.

Advertisement

• શુ તમારું બાળક એના હોઠ સરખી રીતે બીડી શકે છે અને જીભને આમ તેમ ફેરવી શકે છે

•શુ તમારું બાળક સામાન્ય રીતે જમવાનું લઈ રહ્યું છે?

Advertisement

• શુ બાળકનું નામ સુજેલું અને બ્લોક છે?

•શુ બાળક પાસે કુદરતી સ્વેલોવિંગ રીફલેક્સ છે?

Advertisement

• બાળકનું જડબું મજબૂત છે કે નહીં?

આ બધી વાતોને ધ્યાનમાં લીધા બાદ ડોકટર આ પ્રકારનો ઈલાજ જણાવી શકે છે.

Advertisement

•બાળકોને હોઠ બીડવાની કસરત કરાવવી. • બાળકમાં ખોરાકમાં એસિડિક ફૂડને ઓછું કરો.• બાળકની ખોરાક ગળા નીચે ઉતારવાની
ક્ષમતા પર કામ કરવું •ચહેરાની માંસપેશીઓને ટાઈટ કરવા પર કામ કરવું.

image source

•બાળકના જડબા, ગાલ અને હોઠને મજબૂત કરવા માટે ઓરલ મોટર થેરેપી. આ થેરેપી બાળકને લાળ ગળવામાં મદદ કરશે.
લાળ બાળકને સોલિડ ફૂડને નરમ કરવામાં મદદ કરે છે અને ખોરાકને ગળે ઉતારવામાં સરળતા રહે છે.જોકે લાળ પડવી એ બાળક
માટે જરૂરી છે પણ એક ઉંમર પછી પણ લાળ પડવી એ બાળક માટે તકલીફ ઊભી કરી શકે છે. એટલે તકલીફ વધતા પહેલા ડોકટરને
સંપર્ક કરો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version