Site icon Health Gujarat

સાવધાન રહો ! ઇયરફોનના કારણે મોત થઈ શકે છે

તમે સાંભળ્યું જ હશે, તાજેતરમાં થયેલા દુ: ખદ દુર્ઘટનામાં ડ્રાઇવરની ઘોર બેદરકારીથી નિર્દોષ બાળકોનું મોત નીપજ્યું હતું.જો તે સમયે ડ્રાઇવરે ઇયરફોન કાનમાં ન રાખ્યા હોત,તો તે નાના બાળકો આજે તેમના ઘરોમાં હસતાં હોત.

આ દિવસોમાં,આ સમસ્યા ફક્ત યુવાનો જ નહીં,પરંતુ મોટી વયના પુરુષો અને મહિલાઓમાં પણ જોવા મળે છે.આજ-કાલ સ્ત્રીઓના કાનમાં ઈયરિંગ્સ હોય કે ન હોય,પણ ઇયરફોન તો હશે જ.તમે કોઈપણ જગ્યા પર જતા હસો,ત્યાં તમને રસ્તામાં ઇયરફોન વાળા લોકો તો જોવા મળશે જ,લગભગ આ આદત તમને પણ હશે જ.પણ શું તમને ખબર છે,કે આ કારણે દરરોજ હજારો અકસ્માતો થાય છે.જે વ્યક્તિઓ ઇયરફોનનો રસ્તા પર ઉપયોગ કરે છે,તેમનું અકસ્માત તો થાય જ છે,પરંતુ આવા લોકો સાથે-સાથે તેઓને ન ભોગવવું પડે છે,જે નિયમિત નિયમોનું પાલન કરતા હોય છે.

Advertisement
image source

જે વ્યક્તિઓ નિયમોનું પાલન કરે છે,તેવા લોકો અચાનક વ્યક્તિના સંતુલનને જોઈને ગભરાઈ જાય છે અને પછી અકસ્માત થાય છે.એમ પણ અકસ્માત સમયની રાહ જોતા નથી.તાજેતરમાં જ,એવા અહેવાલો સતત મળી રહ્યા છે કે ઇયરફોન લગાવાને કારણે,એક વ્યક્તિ ટ્રેનનો અવાજ સાંભળી શક્યો નહીં અને તેનું મોત નીપજ્યું હતું.આપણે આવા અકસ્માતોને જાતે જ આમંત્રણ આપી રહ્યા છીએ,કેટલીક ચીજોની સંભાળ રાખીને આપણે ઘટનાઓને સરળતાથી ટાળી શકીએ છીએ.

1. જવાબદાર નાગરિક તરીકે રસ્તા પર રહો.સંગીત સાંભળવું અથવા ફોન પર વાત કરવી એ તમારી વ્યક્તિગત બાબત છે અને તમને તમારા એવા શોખના કારણે બીજાના જીવન સાથે રમવાનો કોઈ અધિકાર નથી.

Advertisement
image source

2. જો તમે આવા વ્યક્તિને રસ્તા પર જતા જોવ,તો તરત જ તેમને રોકો અને તેમને ઈયરફોનનો ઉપયોગ રસ્તા પર કરવાની ના પાડો.તેને તેની સામાજિક જવાબદારીનો અહેસાસ કરવો .

image source

3. તમારી એક નાની ભૂલ કોઈના માટે મૃત્યુનું કારણ બની શકે છે.તેથી,રસ્તામાં તમારી સાથે અન્ય નાગરિકોની સલામતીની પણ કાળજી લો.

Advertisement

4. ઇયરફોન અને હેડફોનોમાં આવતા અવાજ જોરથી અને સ્પષ્ટ સંભળાય છે કારણ કે તે કાનની ખૂબ નજીક હોવાને કારણે તેમાંથી નીકળતો અવાજ સીધો તમારા કાંમાં જ અસર કરે છે.ઘણા લોકો તો એટલો વધુ અવાજ રાખતા હોય છે,કે તેમના ગીતોનો અવાજ ઈયરફોનની બહાર એટલે કે તેમની બાજુમાં રહેલા વ્યક્તિને પણ સંભળાતો હોય છે. તેથી જો તમને આવી ટેવ હોય તો તો તમારી આ ટેવ જલ્દી જ બદલો.ઇયરફોનનો ઉપયોગ ઘરની બહાર ન કરવાનો પ્રયાસ કરો.

image source

5.ઇયરફોનનો અવાજ આજુબાજુમાં થતા અવાજને આપણા કાં સુધી પોહ્ચવા નથી દેતો,પછી ભલે આપણે વાહન ચલાવીએ,અભ્યાસ કરીએ કે ચાલતા હોઈએ.આવી સ્થિતિમાં,આપણી આસપાસના જોખમો જેમ કે,કોઈ વાહનના હોરનો અવાજ, નજીક આવતી ટ્રેનનો અવાજ અને કોઈ લોકો આપણને ચેતવણી આપે તેનો અવાજ જેવા કાં તો કાન સુધી પહોંચતા નથી અથવા એટલા ધીમા લાગે છે કે આપણું ધ્યાન તે તરફ નથી જતું. પરિણામે આગળ જણાવેલ અકસ્માત જેવા અકસ્માતો જોવા મળે છે.

Advertisement
image source

6. જો તમને સંગીત સાંભળવાનો શોખ છે અને તે સાંભળવા માટે મોટાભાગે ઇયર ફોનનો ઉપયોગ કરો છો,તો ધ્યાનમાં રાખો કે 2 કલાકથી વધુ વધુ ઈયરફોનનો ઉપયોગ કરવાનું ટાળો.આ તમારા કાનને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

7. તમારા ઈયરફોનને કોઈ બીજા વ્યક્તિને ન વાપરવા દો,અથવા કોઈ બીજાના ઇયરફોનનો તમે ઉપયોગ ન કરો.આ તમારા કાનમાં બેક્ટેરિયાના ચેપ અથવા અન્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.

Advertisement
image source

8. ઇએનટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ,તમારો કાન ઉપયોગ વગરની વાતો કાનના પડદા પાસેથી જ પછી મોકલી દે છે,જયારે ઈયરફોન લગાડો છો ત્યારે ગીતોના અવાજો પણ કાનના પડદા પાસેથી જ પાછા આવી જાય છે અને ઈયરફોનના કારણે તે અવાજો બહાર પણ નથી જઈ શકતા,તેથી તે અવાજો કાનમાં જ ફર્યા કરે છે,અને આ કારણે તમારા કાનની નસો પણ નબળી પડે છે.

9. જો તમે લાંબા સમયથી ઇયરફોનનો ઉપયોગ કરી રહ્યાં છો,તો તે તમારા મગજ પર પણ અસર કરી શકે છે અને તમારા મગજની નસો પણ નબળી પડી જાય છે.તે તમે જાણી પણ નથી શકતા,કારણ કે તે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ પર કામ કરે છે અને લાંબા સમય સુધી ઇયર ફોન્સનો ઉપયોગ કરવાથી ચેતા નુકસાનનું જોખમ વધે છે.

Advertisement
image source

10. દરરોજ 4 થી 5 યુવાન દર્દીઓ આ રોગનો ભોગ બને છે,કારણ કે મોબાઇલ ફોનના અને ઈયરફોનના ઉપયોગથી સાંભળવાની તકલીફ થાય છે.ડોક્ટરોના પરીક્ષણ મુજબ,આ રોગથી પીડાતા 25 થી 30 ટકા દર્દીઓની જ સારવાર શક્ય છે,કારણ કે બીજા દર્દીઓને થતા ચેતા નુકસાનના કારણે,તેની સારવાર શક્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version