Site icon Health Gujarat

જો તમે પણ ઊભા રહીને જમતા હોવ તો થઇ જ જજો સાવધાન, કારણકે…

અત્યારના સમયમાં દરેક લગ્ન-પ્રસંગોમાં ઉભા રહીને જમવાની સિસ્ટમ ચાલુ છે, જે આપણા માટે ઘણા નુક્સાનનું કારણ બને છે. તમે ગામડામાં જોશો તો ત્યાં બધા નીચે બેસીને જ જમે છે તેથી તે લોકો સ્વસ્થ અને નિરોગી હોય છે. નીચે બેસીને જમવાથી ખોરાકની નુકસાની નથી થતી અને આપણે સારી રીતે ખોરાકનું સેવન કરી શકીએ છીએ. પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને જમતા, પછી લોકો ટેબલ-ખુરશી પર જમવા લાગ્યા અને હવે એવો સમય આવી ગયો છે કે લોકો ઉભા રહીને જમે છે. જો કે આ ટેવ એકદમ ખોટી છે અને તેનાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું જોખમ પણ વધે છે. ઘણા લોકો એવા પણ છે જેમને આની જાણકારી નથી અને આ કારણે તેઓ ઉભા-ઉભા જમવાનું બંધ કરતા નથી. આવી રીતે જમવાથી થતા શારીરિક નુકસાન જાણીને તમે આજથી જ તમારી આ ખરાબ આદતને બદલી નાખશો. ચાલો અમે તમને જણાવીએ ઉભા રહીને જમવાથી થતા નુકસાન વિશે.

આ રીતે નુકસાન થાય છે

Advertisement
image source

ઉભા રહીને જમવાથી મન હંમેશાં પરેશાન રહે છે જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. મનની અશાંતિ સિવાય ઉભા રહીને જમવાથી એકાગ્રતા પણ ઓછી થાય છે, જેના કારણે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં મુશ્કેલી આવે છે.

image source

સૌથી પેહલા ઉભા રહીને જમવાથી તમે સ્વસ્થ અનુભવતા નથી. ઉભા રહીને જમવાથી તમે જરૂર કરતા વધુ જમી લો છો જેના કારણે તમારો વજન વધી શકે છે. આ સિવાય બેસીને જમવાથી વ્યક્તિને જેટલો આનંદ અને સંતોષ મળે છે તેટલો ઉભા રહીને જમવાથી નથી મળતો.

Advertisement
image source

ઉભા રહીને જમવાથી તમારી પાચન શક્તિ નબળી પડી શકે છે, જેથી તમારો ખોરાક સરળતાથી પચતો નથી અને તમને ગેસ, એસીડીટી અને અપચા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ઉભા રહીને જમવું એ આંતરડા માટે પણ નુકસાનકારક છે. આ દૈનિક ટેવ આંતરડાના સંકોચનનું કારણ બની શકે છે, જે સ્વાસ્થ્ય સંબંધી અન્ય સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે.

Advertisement
image source

ઉભા રહીને જમવાથી આપણા શરીરમાં ઘણા રોગો ઉત્પન્ન થાય છે, જેમાં કિડનીમાં પથરી થવી અને લીવરના રોગો જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેથી હંમેશા નીચે બેસીને જ જમવું જોઈએ.

image source

આપણે ઉભા રહીને જમીએ છીએ ત્યારે આપણે સેંડલ અથવા બુટ પહેરીને જમીએ છીએ. આયુર્વેદ અનુસાર આપણે જયારે જમીએ ત્યારે આપણા પગ ઠંડા હોવા જોઈએ. જયારે આપણે નીચે બેસીને જમીએ છીએ ત્યારે આપણે સેંડલ અને બુટ કાઢી નાખીએ છીએ જેથી આપણા પગ ઠંડા રહે અને આપણો ખોરાક સરળતાથી પચી શકે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version