Site icon Health Gujarat

શું તમારી આઇલેશિસ પાતળી છે? તો ડાયટમાં સામેલ કરો આ આહાર, થોડા જ દિવસોમાં મળી જશે જોરદાર રિઝલ્ટ

ઘણા લોકો સાથે એવું બને છે કે તેમના સબંધી અથવા તેમના ગ્રુપમાં દરેકના આઇલેશિસ કુદરતી રીતે જાડા અને ઘાટા હોય છે, જ્યારે તમારે તમારા આઇલેશિસને સુંદર બનાવવા માટે મસ્કરા અથવા પેન્સિલનો ઉપયોગ કરવો પડે છે ? ખરેખર આ સમસ્યા ફક્ત તમારી જ નથી. ઘણી સ્ત્રીઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે. પરંતુ જો તમે એમ વિચારીને નિરાશ થઈ રહ્યાં છો કે તમે તમારા આઇલેશિસની લંબાઈ વધારવા માટે કંઇ કરી શકતા નથી, તો તમે અહીં ખોટા છો. હકીકતમાં, વાળની ​​જેમ, તમારા આઇલેશિસ પણ કુદરતી રીતે જાડા અને લાંબા બનાવી શકાય છે. જી હા, ઘણા એવા ખોરાક છે જે તમે તમારા આહારમાં ઉમેરીને તમારા આઇલેશિસ ઘાટા, જાડા અને મજબૂત બનાવી શકો છો. એ પેહલા તમારે એ જાણવું પણ જરૂરી છે કે શા માટે તમારા આઇલેશિસ બીજા લોકો કરતા પાતળા છે, તો ચાલો જાણીએ આ વિશે વિગતવાર.

આઇલેશિસ શા માટે પાતળા રહે છે ?

Advertisement
image soucre

કેટલીકવાર આઇલેશિસ વારસાગત પાતળા અથવા જાડા હોય છે. પરંતુ કેટલીકવાર તે શરીરમાં આંતરસ્ત્રાવીય બદલાવ, શુષ્કતા, પોષણનો અભાવ વગેરેને કારણે થાય છે. આટલું જ નહીં, ઘણી વખત, સસ્તા અને ખરાબ મેક-અપ પ્રોડક્ટ્સના ઉપયોગથી પણ ઉમર સાથે આઇલેશિસ નબળા થવા લાગે છે. જ્યારે ઘણી વખત તે તબીબી સ્થિતિને કારણે પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આપણા આહારમાં થોડું પરિવર્તન લાવીને આઇલેશિસ જાડા, ઘાટા અને મજબૂત બનાવી શકાય છે.

આ વસ્તુઓને ખોરાકમાં શામેલ કરો

Advertisement

1. ડ્રાયફ્રુટ –

image soucre

ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ સાથે તે આપણા આઇલેશિસ માટે પણ ઉપયોગી છે. તેમાં વિટામિન ઇ અને ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે આઇલેશિસના વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટના સેવનથી આઇલેશિસ જાડા, ઘાટા અને મજબૂત તો બને જ છે, સાથે તે તેના મૂળિયાં પણ મજબૂત બનાવે છે.

Advertisement

2. મશરૂમ –

image soucre

વિટામિન બી 3 મશરૂમ્સમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે આઇલેશિસને લાંબા અને જાડા બનાવે છે. વિટામિન બી રક્ત પરિભ્રમણને વધારે છે અને કેરાટિનનું ઉત્પાદન પણ વધારે છે. તે ત્વચાના કોષોનું પ્રજનન કરે છે જે આઇલેશિસને ઝડપથી વધવા માટે મદદ કરે છે.

Advertisement

3.કઠોળ –

image soucre

કઠોળમાં ફોલિક એસિડ અને વિટામિન એચ મોટી માત્રામાં હોય છે. ફોલિક એસિડ વાળની ​​વૃદ્ધિમાં વધારો કરે છે જ્યારે વિટામિન એચ રક્ત પરિભ્રમણને વેગ આપે છે અને વાળ ખરતા અટકાવે છે. તેથી કઠોળનું સેવન કરવાથી આઇલેશિસ લાંબા અને મજબૂત બને છે.

Advertisement

4. ફળો અને શાકભાજી-

image soucre

વિટામિન એ અને વિટામિન સીવાળા ફળ આઇલેશિસને લાંબા, જાડા અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તે શરીરમાં કોલેજનના ઉત્પાદનમાં વધારો કરે છે અને આઇલેશિસને વોલ્યુમ આપવા માટે કામ કરે છે.

Advertisement

5. આખા અનાજ-

image soucre

આખા અનાજમાં ઘણું આયરન અને વિટામિન બી 6 છે. આટલું જ નહીં, તેમાં હાજર મેલાનિન (વિશેષ પિગમેન્ટેશન એલિમેન્ટ) આઇલેશિસ લાંબા સમય સુધી કાળા રાખે છે, સાથે તે વાળ ખરતા પણ અટકાવે છે.

Advertisement

6. વિટામિન-ઇ કેપ્સ્યુલ

image soucre

વિટામિન-ઇ કેપ્સ્યુલ પણ આઇલેશિસ વધારવામાં મદદ કરે છે. આ માટે વિટામિન-ઇ કેપ્સ્યુલ લો અને આ કેપ્સ્યુલમાંથી તેલ કાઢીને આઇલેશિસ પે લગાવો. આ તેલને ત્રણ થી ચાર કલાક અથવા આખી રાત આઇલેશિસ પર રહેવા દો. પછી સવારે ચોખ્ખા પાણીથી આંખો ધોઈ લો. સારા પરિણામ માટે, તમે દરરોજ આંખો પર વિટામિન-ઇ કેપ્સ્યુલ તેલ લગાવી શકો છો. આઇલેશિસને વધારવા માટે વિટામિન-ઇ કેપ્સ્યુલ્સનો સમાવેશ કરી શકાય છે. એક સંશોધન મુજબ, વિટામિન-ઇમાં ટોકોટ્રિનોલ કમ્પાઉન્ડ હોય છે, જે વાળના ગ્રોથમાં વધારો કરી શકે છે અને એલોપેસીયાની સમસ્યાથી પણ રાહત મળે છે. આ કારણોસર વિટામિન-ઇનો ઉપયોગ આઇલેશિસને જાડા કરવા માટે ઘરેલું ઉપાય તરીકે કરવામાં આવે છે.

Advertisement

7. ઓલિવ તેલ

image soucre

આ સિવાય તમે રાત્રે સુતા પહેલા ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો. તમે સૂતા પહેલા ચહેરો ધોઈને ઓલિવ તેલને તમારા આઇલેશિસ પર લગાવો. આ તમારા આઇલેશિસને લાંબા, જાડા અને મજબૂત બનાવશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version