Site icon Health Gujarat

નાની આંખો, મોટી આંખો, ઊંડી ઉતરી ગયેલી આંખો કે પછી હોય કોઈપણ શેપ આ ધ્યાન રાખો…

કહેવાય છે કે આજના સમયમાં ગર્લ્સ મેક અપ વગર ઘરની બહાર નીકળતી નથી. જો કે આ વાત સાચી પણ છે. આમ, મેક અપ કેવી રીતે કરવો તેની જાણ પણ હોવી ખૂબ જ જરૂરી છે કારણકે જો તમે મેક અપ યોગ્ય રીતે નથી કરતા તો તે તમારા ચહેરાને બગાડીને મુકી દે છે. આ માટે જરૂરી નથી કે તમે પાર્લરમાં જઇને પ્રોપર મેક અપ કરવાનો કોર્સ કરો. આ તમે ઘરે બેઠા જાતે પણ શીખી શકો છો. તો આજે અમે તમને આંખોના શેપ પ્રમાણે તમારે કેવો મેક અપ કરવો જોઇએ તે વિશે વાત કરીશું. આમ, જો તમે આ પ્રોપર રીતે મેક અપ કરશો તો તમારી આંખ ખૂબ જ સુંદર લાગશે અને તમારો ફેસ પણ એકદમ મસ્ત લાગશે.

ઊંડી આંખો માટે

Advertisement
image source

બાકીના ચહેરા કરતાં આંખો થોડી અંદર ઊતરેલી હોવી. ઊંડી આંખો માટે લાઇટ શેડના આઇ-શેડો સારા લાગશે. આઇ-શેડોના આંખોની અંદરની બાજુના ખૂણા પાસેથી લગાવતા બહારની તરફ આવો. લાઇટ કલરને આંખોની વચ્ચેના ભાગમાં લગાવો. ત્યાર બાદ ડાર્ક કલર ફક્ત બહારના કોર્નર પાસે. ડાર્ક શેડને બહારની તરફ તેમજ ઉપરની તરફ સારી રીતે બ્લેન્ડ કરો.

પહોળી આંખો માટે

Advertisement
image source

જે સ્ત્રીઓની આંખો પહોળી હોય તેમણે આંખોના બહારના ખૂણામાં ડાર્ક શેડ લગાવીને આ પહોળી આંખોને થોડી નાની હોવાનો આભાસ આપી શકે છે. અહીં લાઇટ શેડના આઇ-શેડોને આંખોની વચ્ચેથી અંદરના કોર્નર તરફ લઈ જવાનો છે. જુદા-જુદા કલર્સ લઈને આઇ-લીડની વચ્ચેના ભાગથી શેડોને બ્લેન્ડ કરો.

ક્લોઝ્ડ સેટ આઇઝ

Advertisement
image source

આવી આંખોની વચ્ચેની જગ્યા ખૂબ નાની હોય છે અને આંખો પાસે-પાસે હોય એવું લાગે છે. આવી યુવતીઓએ લાઇનર લગાવતી વખતે લાઇનરને આંખોની બહારની તરફ લાવતાં થિક લાઇન રાખવી, જેથી આંખો બહારના ખૂણાથી વધારે પહોળી લાગે. આંખોના અંદરના ખૂણાથી લઈને વચ્ચે સુધી આઇ-શેડોની એક પાતળી લાઇન બનાવો અને જ્યારે બીજો શિમરિંગ શેડ લગાવો ત્યારે વચ્ચેથી શરૂ કરીને બહારની તરફ આવો. જો કે ખાસ ધ્યાન એ બાબતનુ રાખો કે, કલર્સ બરાબર બ્લેન્ડ થયા હોય તેમજ પાંપણો પર થોડી વધારે મસ્કરા લગાવી આંખોને વધુ હાઇલાઇટ કરો.
થોડી ઝૂકેલી આંખો

image source

આવી આંખોની આઇ-લીડનો ભાગ ખૂબ મોટો હોય છે અને આંખો થોડી નમેલી હોય એવું લાગે છે. આવી આંખોમાં આઇ-શેડો સ્ટ્રોક્સમાં અને ઉપરની તેમજ બહારની તરફ આવતો હોય એમ લગાવવો. આઇ-લાઇનરને ઉપરની પાંપણોની લાઇનથી ખૂબ નજીકથી લગાવો અને આઇ-શેડોને બહારના ખૂણાથી 2/3 જેટલા ભાગમાં બરાબર બ્લેન્ડ કરો. વધારે હાઇલાઇટ કરવા માટે થોડી થિક મસ્કરા લગાવો.

Advertisement

એશિયન આંખો માટે

image source

એશિયન સ્ત્રીઓને લાઇટ કલરના આઇ-શેડો ખૂબ સુંદર લાગે છે. આંખોમાં જાડું અને ઘેરા કાળા રંગનું કાજળ લગાવવાથી આંખો મોટી લાગશે. કાજળ લગાવ્યા બાદ પાંપણોને બે-ત્રણ લેયર મસ્કરા લગાવી કવર કરો.

Advertisement

આ બાબતનુ રાખો ખાસ ધ્યાન

image source

સામાન્ય રીતે કાજળ લગભગ બે વર્ષ સુધી સારી રહે છે. જો કાજળ કે આઇ-પેન્સિલ વેક્સ-બેઝ્ડ હોય તો એ વધુ ચાલે છે, કારણકે વેક્સ માં બેક્ટેરિયા નથી લાગતા, પણ બહુ વખતથી પડી રહેલી કાજળ-પેન્સિલથી આંખમાં ઇન્ફેક્શન થાય છે. આંખની સાથે સંપર્કમાં આવતી કોઈ પણ પ્રોડક્ટનો એની કાળ-અવધિથી વધારે સમય સુધી વપરાશ ન કરવો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version