Site icon Health Gujarat

તમારા ચહેરા પરથી આ રીતે જાણી લો તમારા સ્વાસ્થય વિશેની A TO Z માહિતી

તમારો ચહેરો તમારી લાગણીઓને જ દર્શાવે છે એવું નથી, પણ તે તમારા સ્વાસ્થ્ય વિશે પણ જણાવે છે. તો તમે પણ તમારા ચહેરાને ધ્યાનથી જુઓ અને જાણો કે તે તમારા સ્વાસ્થ્ય વિશે શું કહે છે?

માથું.

Advertisement
image source

શુ હોઈ શકે છે હેલ્થ પ્રોબ્લમ: પિત્તાશય અને યકૃતની સમસ્યાઓ ઉપરાંત, તે પાચક તંત્રમાં ગડબડ તરફ સંકેત કરે છે.

માથું આપણા નર્વસ સિસ્ટમ અને પાચનતંત્ર સાથે જોડાયેલું છે, જેથી પાચનતંત્રમાં કોઈપણ પ્રકારની ગડબળની સીધી અસર માથા પરની આડી રેખાઓ કે પછી પિમ્પલ્સના સ્વરૂપમાં જોવા મળે છે.

Advertisement

હેલ્થ ટીપ: દરરોજ સવારે હુંફાળા પાણીમાં લીંબુ પીવો. ખોરાકમાં પ્રોસેસ્ડ ફૂડ અને ચરબીનું પ્રમાણ ઘટાડવું. તણાવથી દૂર રહેવા માટે ધ્યાન અને યોગ કરો.

આંખો

Advertisement
image source

શુ હોઈ શકે હેલ્થ પ્રોબ્લમ-: આંતરડા અને સાંધાની સમસ્યાઓ ઉપરાંત, લીવર-કિડની અને થાઇરોઇડની સમસ્યાઓ દર્શાવે છે
એવું કહેવામાં આવે છે કે આંખો બોલે છે, એટલે જ આંખોનો રંગ, તેમાં થતા ફેરફાર, કોઈપણ પ્રકારનો ડાઘ આપણને આપણા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરે છે.

આંખોના બદલાતા રંગ: જો આંખો લાલ થઈ જાય, તો તેનો અર્થ એ કે તમને કોઈ ઓટો ઇમ્યુન ડીસીઝ છે કે પછી તમે ડિપ્રેશનનો શિકાર છો.
આંખો નીચે ડાર્ક સર્કલ્સ: ડાર્ક સર્કલ્સ કે પછી ફુલેલી આંખોનું કારણ ઊંઘ પુરી ન થવી એ હોઈ શકે આ ઉપરાંત લોહીમાં આયર્નનો અભાવ, કિડનીની ખલેલ વગેરેનું કારણ બની શકે છે.

Advertisement

હેલ્થ ટીપ: આંખોના સ્વાસ્થ્ય માટે, ખોરાકમાં મીઠું અને ખાંડની માત્રા ઓછી કરો. આંખોના રંગ બદલાતો હોય તો તરત જ ડોકટરનો સંપર્ક કરો. આંખો જો ફુલેલી રહેતી હોય તો એ માટે વધુ પાણી પીવો. ખોરાકને ખૂબ જ ચાવી ચાવીને ખાવો અને 6-8 કલાકની સંપૂર્ણ ઊંઘ મેળવો. ડાર્ક સર્કલ માટે, ડેરી પ્રોડક્ટ અને ઘઉંથી થોડા દિવસો સુધી દૂર રહો

ગાલ

Advertisement
image source

શુ હોઈ શકે છે હેલ્થ પ્રોબ્લમ- ધીમા મેટાબોલિઝમ, પોષકતત્વોની ઉણપ, હૃદય અને ફેફસાની તકલીફો વગેરે તરફ સંકેત કરે છે.
ગાલનો રંગ- ગાલનો રંગ ઉડી જવો કે પછી ગાલ બેસી જવાનું કારણ મેટાબોલિઝમ ધીમું થઈ જવું કે પછી ફોલિક એસિડ અને આયર્ન જેવા પોષકતત્વોની ઉણપ હોઈ શકે છે. એ સિવાય ગાલ ફેફસા અને હૃદયની ક્રિયાઓ સાથે જોડાયેલા હોય છે એટલે એમની સ્થિતિ ગાલ પર દેખાય છે, જેમ કે તમે હેવી વર્કઆઉટ કરો તો ગાલ લાલ થઈ જાય છે.

ખીલ- ફેફસાંની નબળાઇ, હોર્મોનલ બદલાવ, એલર્જી, પાચનક્રિયામાં ગડબડ અને લોહી શુદ્ધિકરણ બરાબર ન થવાના કારણે ગાલ પર ખીલ થાય છે. આ સિવાય ખીલને ગંદા મોબાઈલ ફોન, ગંદા ઓશિકા અને બેડશીટના કારણે પણ થઈ શકે છે.

Advertisement

હેલ્થ ટીપ: ગાલ ફેફસાંને દર્શાવે છે. જો તમારે ગાલનો ગુલાબી રંગ જાળવી રાખવો હોય તો ફેફસાંને સ્વસ્થ રાખવા પર ધ્યાન આપો. આહારમાં ગુડ ફેટ્સને શામેલ કરો. દરરોજ બ્રીથિંગ એક્સરસાઇઝ કરો. મોબાઇલ ફોનને સાફ રાખો, જો તમારે લાંબા સમય સુધી વાત કરવી હોય તો ઇયરફોનનો ઉપયોગ કરો. ઓશીકું અને બેડશીટ્સને સાફ રાખો અને વારંવાર ચહેરાને સ્પર્શ ન કરો.

નાક

Advertisement
image source

શુ હોઈ શકે હેલ્થ પ્રોબલમ્સ: હૃદય સંબંધિત સમસ્યાઓ અને ફેફસાની સમસ્યાઓ. ખીલ, નાક પર થતા ખીલનું કારણ હાઈ બ્લડ પ્રેશર અથવા હાર્ટ પ્રોબ્લેમ્સ હોઈ શકે છે.

લાલ નાક: જો નાક વારંવાર લાલ થઈ જતું હોય કે પછી વહેતું રહેતું હોય તો તે હૃદયની સમસ્યાઓ, હાઈ બ્લડ પ્રેશર અથવા લીવર ડિસઓર્ડરને કારણે થઈ શકે છે.

Advertisement

હેલ્થ ટીપ: ખોરાકમાં ફેટી એસિડ યુક્ત એવોકાડો, અળસી, ઓલિવ તેલ વગેરેનો સમાવેશ કરો. આલ્કોહોલ અને મસાલાવાળા ખોરાકથી દૂર રહો.

જીભ

Advertisement
image source

શુ હોઈ શકે છે હેલ્થ પ્રોબ્લેમ્સ- ટોક્સિનની વૃદ્ધિ અને ફેફસાની સમસ્યાઓ. જીભ પર વધારે પડતા સફેદ ફોલ્લીઓ થવાનો અર્થ એ છે કે શરીરમાં ટોક્સિનનું પ્રમાણ વધ્યું છે.

આરોગ્ય ટીપ: તમારી જાતને ડિટોક્સ કરો.

Advertisement

હોઠ

image source

શુ હોઈ શકે છે હેલ્થ પ્રોબ્લેમ્સ: આંતરડાની સમસ્યાઓ, વિટામિન બીની ઉણપ, લોહીની કમી, ડિહાઇડ્રેશન, ફેફસાં અને હૃદય સંબંધિતની સમસ્યાઓ વગેરે.

Advertisement

હોઠ પર સોજો: એનું કારણ આંતરડામાં સોજો કે પછી બળતરા હોઈ શકે છે. આ સિવાય તે ફૂડ સેન્સેટિવિટીને કારણે પણ હોઈ શકે છે.

સુકા હોઠ: તમારા સુકા હોઠ એ તરફ ઈશારો કરે છે કે તમને ડિહાઇડ્રેશન, વિટામિન બીની ઉણપ અથવા આયર્નની ઉણપ હોઈ શકે છે. જ્યારે હોઠ ગુલાબીને બદલે પીળા થઈ જાય છે, ત્યારે સમજી લો કે તે શરીરમાં લોહીની ઉણપનું પરિણામ છે. નબળા ફેફસાંને લીધે જ્યારે હૃદય સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચી શકતું નથી, ત્યારે તેની અસર સુકા હોઠના રૂપમાં જોવા મળે છે.

Advertisement

ફાટેલા હોઠ: હોઠ ફાટી જવાનું કારણ કોઈપણ પ્રકારની એલર્જી કે પછી કોસ્મેટિક પ્રોડક્ટસની આડઅસર હોઈ શકે છે.

હેલ્થ ટીપ: દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવો. જો તમને લાગે કે આ બધું ડિહાઇડ્રેશનને લીધે નથી, તો તરત જ ડોકટરનો સંપર્ક કરો.

Advertisement

મોં

image soucre

શુ હોઈ શકે છે હેલ્થ પ્રોબ્લેમ્સ: કમજોર લીવર, ડાયાબિટીઝ, પાચનક્રિયામાં ગરબડ, સ્ટ્રેસ વગેરે.

Advertisement

શ્વાસની વાસ: જો યોગ્ય સંભાળ છતાં તમારા શ્વાસમાંથી વાસ આવતી હોય તો બની શકે છે એનું કારણ ખરાબ પેટ, અપચો કે પછી લીવરની સમસ્યા હોઈ શકે છે.

ડ્રાય માઉથ : આમ તો સુકા મોં અથવા લાળનો અભાવ માટે ઘણાં કારણો છે, જેમ કે ડિહાઇડ્રેશન, વધુ પડતું આલ્કોહોલ, ધૂમ્રપાન, વગેરે, પરંતુ તે ડાયાબિટીઝના શરૂઆતના લક્ષણોમાંનું એક પણ છે

Advertisement

વારંવાર મોઢું આવી જવું: મોમાં વારંવાર ફોલ્લીઓ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળાઇ અને શરીરમાં વિટામિન બીનો અભાવ સૂચવે છે. આ સિવાય પાચનક્રિયામાં ગરબડ પણ આનું કારણ હોઈ શકે છે.

image source

હેલ્થ ટિપ્સ: શ્વાસમાં આવતી વાસ માટે તમારે તમારા ડેન્ટિસ્ટને મળવાનું રહેશે, તો ડાયાબિટીઝ શોધવા માટે તમારા ફેમિલી ફિઝિશિયનની મુલાકાત લો. મોના અલ્સર માટે તમારા આહારમાં અનાજ, લીલા શાકભાજી અને માંસ જેવા વિટામિન બીથી ભરપૂર ખોરાકને શામેલ કરો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version