Site icon Health Gujarat

આ ફેસપેક સ્કિન કરે છે ગોરા કરવાનું કામ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

ઝાંખી અને શામ પડી ગયેલી ત્વચાને ચમકદાર અને ઉજળી બનાવવા કરો આ ફેસપેકનો ઉપયોગ

આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા કુદરતી ઉપાયો જણાવીશું જેનાથી તમે તમારી ત્વચાને ઓર વધારે ચમકીલી અને ઉજળી તેમજ તાજી બનાવી શકશો. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે ચમકતી અને તાજી લાગતી ત્વચા એ એક સારા સ્વાસ્થ્યની નિશાની છે. આજના સમયમાં ત્વચા ઝાંખી થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, પોલ્યુશન, ડ્રાઈનેસ, ઓઇલીનેસ, સૂર્ય પ્રકાશ, માનસિક તાણ વિગેરે. જીવનના એક નહીં તો બીજા પોઈન્ટ પર આપણે એવી સ્થિતિનો સામનો કરવો જ પડે છે જ્યારે આપણને આપણી ત્વચા જરા પણ આકર્ષક નથી લાગતી અને ખૂબ જ ઝાંખી લાગે છે પછી ભલે તમે તેની પાછળ ગમે તેટલી સારી પ્રોડક્સ કેમ ન વાપરી લો. કેટલીકવાર તો મેકઅપ પણ તમારી ત્વચાની ઝાંખપને નથી છૂપાવી શકતો.

Advertisement
image source

તો આજે અમે તમને કેટલાક કૂદરતી ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે સરળતાથી, સ્વસ્થ, ઉજળી ત્વચા મેળવી શકશો. આજકાલ ઘણી છોકરીઓ પોતાના લગ્નના કેટલાક મહિનાઓ પહેલાં જ પોતાના ચહેરા પર કેમિકલયુક્ત વસ્તુઓ એપ્લાઇ કરવાનું છોડી દે છે અને સંપૂર્ણ પણે કુદરતી વિકલ્પો પર જ પસંદગી ઉતારે છે અને લગ્નના દિવસે સાચે જ તેમનો ચહેરો ચમકી ઉઠે છે. તો ચાલો જાણીએ આ કુદરતી અને અસરકારક ઉપાયો વિષે. જે તમારી ત્વચાને નોંધનીય રીતે આકર્ષક બનાવશે.

આખું કાચુ દૂધ

Advertisement
image source

આખુ દૂધ કે પછી ફુલ ક્રીમ મિલ્ક એ એક અત્યંત ચમત્કારી સામગ્રી છે તે તમારી ત્વચાને ચમકીલી બનાવે છે. દૂધમાં લેક્ટિક એસિડ સમાયેલું હોય છે જે કુદરતી એક્સફોલીએટરનું કામ કરે છે અને ત્વચા પરની મૃત ત્વચાને તેમજ ગંદકીને દૂર કરે છે. તેમાં રહેલી ક્રીમ તમારી ત્વચાને કોમળ બનાવે છે અને તેને ભેજયુક્ત એટલે કે મોઇશ્ચર્ડ રાખે છે. અને આ સામગ્રી દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે.

લીંબુ અને હુંફાળુ પાણી

Advertisement
image source

લીંબુ અને હુંફાળુ પાણી એ તમારી ત્વચા માટે એક ઉત્તમ ટોનર સાબિત થઈ શકે છે. તેને તમારે ધોઈ નાખવાની પણ કોઈ જરૂર નથી તેનાથી મોઢું ધોઈને તમે તેના પર મેકઅપ પણ લગાવી શકો છો તો વળી રાત્રે તે જ મિશ્રણથી મોઢું ધોઈ તમે સુઈ પણ શકો છો. આ બન્ને વસ્તુનું મિશ્રણ તમારા ચહેરા પરના કાળા ડાઘા તેમજ ઉઝરડા દૂર કરે છે.

મસુરની દાળ અને કોફી

Advertisement
image source

આ બન્ને વસ્તુ દરેક પ્રકારની ત્વચા માટે છે. તેના માટે તમારે બે મોટી ચમચી દહીં લેવું અને તેમાં મસુરની દાળની પેસ્ટ એક ચમચી ઉમેરી દેવી. તેને બરાબર મિક્સ કરી લેવું. ત્યાર બાદ તેમાં એક ચમચી મધ ઉમેરવું આ બધાને બરાબર મિક્સ કરી લેવું. ત્યાર બાદ તેમાં એક ચમચી કોફી ઉમેરવી અને તેને મિક્સ કરી લેવું. હવે આ તૈયાર થયેલા સ્ક્રબને તમારે તમારા ચહેરા તેમજ ડોક પર લગાવવું. તેના પર તમારે હળવા હાથે 5-10 મિનિટ મસાજ કરવું. ત્યાર બાદ તેને તેમજ 10-15 મિનિટ રાખવું અને ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લેવો. તમારી ત્વચામાં થોડા જ સમયમાં નોંધનીય ફેરફાર જોવા મળશે.

પપૈયુ

Advertisement
image source

પપૈયાને ખાવાથી તમારા શરીરને પુષ્કળ ફાયદા થાય છે, પણ તેને ત્વચા પર લગાવવાથી પણ ઘણા લાભ થાય છે. તે તમારી ત્વાચના સેલ્સને પુનર્જીવન આપે છે અને તે ત્વચાને નોંધનીય રીતે તેજસ્વી દેખાડે છે. માટે જ્યારે ક્યારેય તમે કોઈ ફેસ માસ્ક લગાવતા હોવ ત્યારે પપૈયાના પલ્પનો પણ તેમાં ઉપયોગ કરવો જોઈએ.

એલોવેરા જેલ

Advertisement
image source

એલોવેરા જેલ એ ત્વચાને રીપેર કરતી સામગ્રી છે. આ ઉપરાંત જો તમારી ત્વચા પર ક્યાંય પણ વાગ્યું હોય, કે બળ્યુ હોય કે પછી કોઈ ડાઘ રહી ગયો હોય તો એલોવેરા જેલનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને ડાઘ રહીત બનાવી શકો છો. જો તમને સતત કાળા ડાઘા તેમજ ડલનેસની ફરિયાદ રહેતી હોય તો એલોવેરા જેલનો ઉપયોગ તમારી તે ફરિયાદ પણ દૂર કરી દે છે.

કેસર અને દહીં

Advertisement
image source

કેસરના થોડા તાંતણાને એક આખી રાત અરધી વાટકી દહીંમાં પલાળી રાખવા. તેને તેમજ ફ્રીજમાં મુકી દેવું. સવારે આ બન્નેને બરાબર મિક્સ કરી લેવા અને ચહેરા પર આ પેક લગાવી લેવો. તેને તેમજ 20 મિનિટ રાખીને ચહેરો ધોઈ લેવો.

લીંબુ અને દહીં

Advertisement
image source

લીંબુ અને દહીંને એકબીજામાં મિક્સ કરીને તેનો ફેસમાસ્ક નિયમિત રીતે લગાવવામાં આવે તો તે તમારી ત્વચા પર જાદૂઈ અસર કરે છે. દહીંમાં પુષ્કળ પ્રમાણમાં લેક્ટિક એસિડ હોય છે જે તમારી ડલ અને ડીહાઇડ્રેટેડ ત્વચાને ભેજ પુરો પાડે છે, લીંબુનો રસ કૂદરતી બ્લીચીંગનું કામ કરે છે.

બદામ અને દૂધ

Advertisement
image source

બદામ અને દૂધનું મિશ્રણ તમારી ત્વચા પરની ઝાંખપને દૂર કરશે અને તેને ક્લીયર બનાવશે. તેના માટે તમારે ત્રણ બદામ લેવી – પાવડર અથવા પેસ્ટ ફોર્મમાં, તેની સાથે બે-ત્રણ કેસરના તાતણા લેવા, કાચુ દૂધ લેવું અને એક કપ ચણાનો લોટ લેવો. આ બધી જ વસ્તુને તમારે બરાબર મિક્સ કરવી અને તેને ચહેરા પર લગાવી લેવું. તેને તેમજ 20 મિનિટ રાખ્યા બાદ ધોઈ લેવું.

મધ અને લીંબુ

Advertisement
image source

મધ અને લીંબુમાં કુદરતી એસ્ટ્રીજન્ટ પ્રોપર્ટીઝ સમાયેલી હોય છે જે તમારી ત્વચા પરના કાળા ડાઘા તેમજ ડલનેસ પર કામ કરે છે અને તમારી ત્વચાને ઓર વધારે ઉજળી બનાવે છે. મધમાં મોઇશ્ચરાઇઝીંગ અને સુધનીંગ પ્રોપર્ટી સમાયેલી હોય છે. જ્યારે આ બન્ને સામગ્રીનો ભેગો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે તમારી ત્વચાને તેજસ્વી અને કોમળ બનાવે છે અને એક સુંદર ટેક્સ્ચર પણ પુરુ પાડે છે.

ટામેટા

Advertisement
image source

ટામેટાને એક પ્રકારની સ્કીન બ્રાઇટનીંગ ક્રીમ પણ ગણવામાં આવે છે કારણ કે તે અસરકારક રીતે તમારી ત્વચાને ઉજળી બનાવે છે. ટામેટા તમારી ત્વચાના પીએચ લેવલને પણ સંતુલીત રાખે છે. તેમાં એવા પણ ગુણો સમાયેલા છે જે તમારી ત્વચાના ટેક્સ્ચર અને બ્રાઇટનેસને સુધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version