Site icon Health Gujarat

ચહેરા પરની કરચલીઓથી કંટાળી ગયા છો? તો ફોલો કરો આ ટિપ્સ અને માત્ર 24 કલાકમાં મેળવો છૂટકારો

ઘણીવાર તમે ઘણા લોકોને જોયા હશે કે જેમનો ચેહરો અલગ ડાઘાઓ અને કરચલીઓથી ભર્યો હોય છે,જેના કારણે તેમનો ચેહરો ખરાબ લાગે છે.મોટે ભાગે આ છોકરીઓમાં વધુ જોવા મળે છે,જેના કારણે તેમનો ચહેરો એકદમ ખરાબ લાગે છે અને આ જ કારણ છે કે છોકરીઓ ચહેરા પર વિવિધ પ્રકારના ક્રિમ અને અન્ય વસ્તુઓ લગાવતી રહે છે,જેના કારણે તેમની આ સમસ્યાઓ દૂર થાય અથવા તો આ સમસ્યા તેમના ચેહરા પર ક્યારેય ન આવે.આજે અમે તમને એવી ટીપ્સ વિશે જણાવીશું કે જો તે ટીપ્સ તમે અપનાવશો તો તમારા ચેહરાની દરેક સમસ્યા દૂર થશે અને તમારો ચેહરો એકદમ દૂધ જેવો સફેદ લાગશે.તો ચાલો જાણીએ એ ટીપ્સ વિશે.

આ માટે તમારે 2 વસ્તુઓની જરૂર પડશે.હળદર અને ગુલાબજળ.

Advertisement
image source

સૌથી પેહલા એક ચપટી હળદર અને 1 ચમચી ગુલાબજળ એક સાથે મિક્સ કરો અને આ પેસ્ટ ખૂબ સારી રીતે તૈયાર કરો.ત્યારબાદ આ પેસ્ટ ત્વચા પર લગાવો અને તેને 15-20 મિનિટ માટે રહેવા દો.ત્યારબાદ ત્વચાને હળવા પાણીથી ધોઈ લો.આ ત્વચાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.આ ઉપાય અજમાવવાથી માત્ર 24 કલાકમાં જ તમને તમારી ત્વચામાં બદલાવ દેખાશે.

એપલ સાઇડર વિનેગર

Advertisement
image source

એપલ સાઇડર વિનેગર ત્વચાની સમસ્યા દૂર કરવામાં મદદગાર છે.તેમાં મેલિક અને લેક્ટિક એસિડ જોવા મળે છે.આ એસિડ્સને કારણે એપલ સાઇડર વિનેગર ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચા પર લાલ ફોલ્લીઓ દૂર કરી શકે છે.આ ઉપરાંત તે ત્વચાને નરમ કરવામાં અને પીએચને સંતુલિત રાખવામાં મદદ કરે છે.આ કારણોસર માનવામાં આવે છે કે એપલ સાઇડર વિનેગર ત્વચાની કરચલીઓ પણ ઘટાડવાનું કામ કરે છે.

એલોવેરા

Advertisement
image source

એલોવેરામાં એલોસિન નામનું કમ્પાઉન્ડ હોય છે,જે ત્વચાનો ગ્લો વધારવા માટે કામ કરે છે.એવું માનવામાં આવે છે કે આ કમ્પાઉન્ડ કરચલીઓ અને ફોલ્લીઓ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.ઉપરાંત એલોવેરામાં સૂર્યના યુવી કિરણોથી સુરક્ષિત રાખવાની ક્ષમતા હોય છે.આ કારણોસર એવું માનવામાં આવે છે કે એલોવેરાનો ઉપયોગ કરચલીને દૂર કરવામાં અસરકારક થઈ શકે છે.

ગ્રીન ટી

Advertisement
image source

ગ્રીન ટીના ફાયદામાં ત્વચાના સ્વાસ્થ્યનો સમાવેશ પણ થાય છે.ગ્રીન ટી મેલાનિનના ઉત્પાદનને નિયંત્રિત કરી શકે છે.આ કારણોસર માનવામાં આવે છે કે ગ્રીન ટીનો ઉપયોગ કરચલીઓ સાફ કરવા માટે કરવા માટે થાય છે.

લીંબુ

Advertisement
image source

લીંબુ પણ ચેહરાની કરચલીઓ દૂર કરવા માટેના ઉપાયમાં શામેલ છે.લીંબુમાં વિટામિન-સી હોય છે. એક સંશોધન મુજબ વિટામિન-સી ચેહરાના કોષો સુધારે છે તેથી આ સંશોધન પરથી એવું માનવામાં આવે છે કે લીંબુમાં હાજર વિટામિન સી પણ ચેહરાની દરેક સમસ્યા દૂર કરવામાં અસરકારક હોઈ શકે છે.

મુલેઠી

Advertisement
image source

મુલેઠીના અર્કમાં લિક્વિરીટીન નામનું ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોવા મળે છે.તેનો ઉપયોગ કરવાથી તે ત્વચા પર હાજર બ્રાઉન પિગમેન્ટ્સ ઘટાડીને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે.આ ઉપરાંત મુળેઠીમાં આલ્કોહોલિસમાં બાયોએક્ટિવ સંયોજનો હોય છે જેમ કે ગ્લેબ્રેન,આઇસોલીક્રાઇટેજિનિન લિસુરાસાઇડ, આઇસોલીક્રીટિન અને લિકોચાલ્કોન એ.આ સંયોજનો ટાઇરોસિનેઝ પ્રવૃત્તિને અવરોધે છે,જે મેલાનિન વધારવાનું કામ કરે છે.એનસીબીઆઈના એક સંશોધન સૂચવે છે કે મુલેઠી સૂર્યની કિરણોને કારણે થતી દરેક સમસ્યા ઘટાડી શકે છે.તેથી એમ કહી શકાય કે મુલેઠીનો ઉપયોગ કરવાથી ત્વચાની દરેક સમસ્યાઓ દૂર થાય છે.

દૂધ

Advertisement
image source

દૂધ ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે એક રામબાણ ઈલાજ છે.આ માટે એક વાટકીમાં દૂધ લો અને કોટનની મદદથી ચહેરા પર લગાવો.આ ઉપાય કરચલીઓ ઓછી થશે.દૂધ ચહેરાને હાઇડ્રેટ કરે છે.દૂધ,દૂધની ક્રીમ અથવા દૂધના પાવડરનો ઉપયોગ કરીને ચહેરો ચેહરો ચમકદાર બને છે અને તે ત્વચા પરની ફોલ્લીઓ અને ડાઘ દૂર કરવા માટે ઉપયોગી છે.દૂધ ચહેરા પરના ડાઘોને બ્લીચ કરીને ત્વચાને ફાયદો પહોંચાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version