Site icon Health Gujarat

બેબી પ્લાનિંગના પ્રશ્નોથી અતિશય કંટાળી ગયા હોવ તો વાંચી લો એકવાર આ ટિપ્સ

બેબી પ્લાનિંગના પ્રશ્નોથી પરેશાન થઈ ગયા છો, તો આ સ્માર્ટ ટિપ્સ અપનાવો

બાળક આયોજનના પ્રશ્નોથી છુટકારો મેળવવા અપનાવો, આ ઉપાય

Advertisement

શું તમે લોકોના બેબી પ્લાનિંગ વિશેના સવાલોથી ઇરિટેટિંગ થઈ ગયા છો? તો હવે આ રીતે તેઓના સવાલોને હલ કરો

image source

એકવાર લગ્ન થઈ ગયા પછી, મિત્રો અને સંબંધીઓ ફેમિલી પ્લાનીંગના સવાલ શરૂ કરી દે છે. પતિ-પત્ની બંનેને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. પતિ-પત્નીએ એકબીજા સાથે ખુશ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પોતાના બાળક વિશેનો નિર્ણય પણ તેમનાથી વધુ કોઈ પણ સારો કે યોગ્ય નિર્ણય લઈ શકતું નથી. પરંતુ લગ્ન પછી, પતિ અને પત્ની માટે લોકોને મળવાનું ખૂબ જ પડકારજનક બની જાય છે. બધે જ, તેઓને પરિવાર આગળ વધારવા વિશેના જ પ્રશ્નો પૂછવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે બંનેએ ધીરજ રાખવાની જરૂર છે. જ્યારે મિત્રો અને સંબંધીઓ બેબી પ્લાનિંગ પર સવાલ કરે છે ત્યારે તેને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણો.

Advertisement

સંકોચ છોડી દો

image source

પરિવાર આગળ વધારવાના પ્રશ્ન પર મનમાં ખચકાટ ઉદભવે છે અને ઘણા લોકોના ચહેરા તો શરમથી લાલ થઈ જાય છે. જ્યારે તમારી સામેની વ્યક્તિને આ ખચકાટ વિશે ખબર પડી જાય છે, ત્યારે તે આ જ વિષય સાથે તમને વારંવાર પરેશાન કરવા લાગે છે. જ્યારે તમે તમારી વાતોને મુક્તપણે બોલતા શીખી જશો, ત્યારે લોકો તમને પરેશાન કરવાનું પણ બંધ કરી દેશે.

Advertisement

ગુસ્સો ન કરો

image source

સામાન્ય રીતે લગ્ન પછી, છોકરીઓને જ લગ્ન બાદ આ સવાલ પૂછવામાં આવે છે કે, તેઓ બેબી પ્લાનિંગ ક્યારે કરી રહ્યા છે? કે તે અંગે શું વિચારી રહ્યા છે. પરંતુ કેટલીકવાર છોકરાઓ પણ આ સવાલથી બચી શકતા નથી. તમારે આવા સવાલ પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીં. આવી સ્થિતિમાં તમારે તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખવી પડશે. ધૈર્ય રાખો અને આ પ્રકારના સવાલોના ઉલટા જવાબો આપવાનું ટાળો. અને હા, તમારો મૂડ બગાડો નહીં કારણ કે તમને અને તમારા સાથીને એનો જવાબ ખબર જ છે.

Advertisement

પ્રશ્નનો જવાબ રમુજી રીતે આપો

image source

જો તમારી સામેની વ્યક્તિ એ જ પ્રશ્ન વારંવાર પૂછે છે, તો તમે મજાકિયા અંદાજમાં તેનો જવાબ આપવાનું શરૂ કરી દો. તમે કટાક્ષથી જવાબ આપી શકો છો કે આ અમારું અંગત જીવન છે અને બેબી પ્લાનિંગનો નિર્ણય એ પણ અમારી વ્યક્તિગત બાબત છે. જ્યારે અમને યોગ્ય લાગશે ત્યારે અમે લોકોને આ અંગે સારા સમાચાર આપીશું.

Advertisement

તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો

image source

જો તમે ફેમિલી પ્લાનિંગ ન કર્યું હોય તો બેબી પ્લાનિંગના પ્રશ્નોથી ગભરાવાની જરૂર નથી. આ પ્રશ્નોથી તમારી જાત ઉપર દબાણ ન કરો. જ્યારે તમે અને તમારા જીવનસાથી બાળક માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થાવ ત્યારે આ વિશે વિચારો. લોકોને પૂછપરછ કરવાની ટેવ છે, તેથી તેઓ શું કહે છે તેની ચિંતા ન કરો.

Advertisement

જીવનસાથીનો સપોર્ટ

image source

જો કોઈ એકને જ આવા સવાલો પૂછવામાં આવે છે, તો એવું સારું રહેશે કે તમે બંને એક સાથે બેસીને તેના પર વાત કરો અને કોઈ સમાધાન શોધી કાઢો. જ્યારે તમારો સાથી તમારી સાથે હોય, ત્યારે તમે વિશ્વની કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકો છો અને આવા પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકો છો.

Advertisement

વિષય બદલો

image source

જ્યારે કુટુંબના સભ્યો કોઈ કાર્યક્રમમાં અથવા પાર્ટીમાં ભેગા થાય છે, ત્યારે અહીં-તહીંની વાતો થવી સામાન્ય બાબત છે. આ કિસ્સામાં, જો તમારા લગ્ન પછી થોડો સમય પસાર થઈ ગયો છે, તો તમે નિશાના પર હશો. તમને ખાતરીપૂર્વક બેબી પ્લાનિંગનો પ્રશ્ન પૂછવામાં જ આવશે. તમારે અહીં સ્માર્ટનેસ બતાવવી પડશે અને વિલંબ કર્યા વિના વિષય બદલવો પડશે. આ યુક્તિ તમને આ સવાલનો જવાબ આપતા બચાવે છે, સાથે જ લોકોને પણ ખબર પડી જશે કે તમે આ મામલે હમણાં વાત કરવા માંગતા નથી.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version