Site icon Health Gujarat

ક્યારે દવાખાનના ધક્કા ના ખાવા હોય તો નિયમિત સવારે ખાઓ પલાળેલા ચણા, થશે આટલા બધા ફાયદાઓ

મિત્રો, આપણા રસોઈઘરમા અનેકવિધ એવી વસ્તુઓ આવેલી છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે પરંતુ, આપણી પાસે તે અંગેનુ યોગ્ય જ્ઞાન ના હોવાના કારણે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. આજે રસોઈઘરમા રહેલી એક એવી જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છુ, જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુ?

image soucre

જો આપણે આપણા સવારના નાસ્તામા કાળા ચણાનુ સેવન કરીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક અને લાભદાયી સાબિત થશે. ઘરના વડીલો પણ ઘણીવાર સવારે નાસ્તામા ચણાનુ સેવન કરવાનુ સલાહ આપતા હોય છે. ફક્ત આટલુ જ નહી ઘણા રમતવીરોને પણ વહેલી સવારે ભૂખ્યા પેટે પલાળીને ચણા ખાવાનુ પસંદ હોય છે.

Advertisement
image source

તેમા પુષ્કળ માત્રામા પ્રોટીન અને ફાઇબર તથા ખનિજો સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્યને તાત્કાલિક ઉર્જા આપે છે. તો ચાલો આપણે જાણીએ કે, પોષકતત્વોથી ભરપૂર આ પલાળેલા ચણાનુ સેવન કરવાથી આપણને શું-શું લાભ થાય છે? આ ઉપરાંત તેમા ફાઈબર અને પ્રોટીન જેવા પોષકતત્વો હોવાને લીધે તે બ્લડસુગરને નિયંત્રણમાં રાખવામા પણ અસરકારક સાબિત થાય છે.

image soucre

આ ઉપરાંત પલાળેલા ચણા આપણી પાચકશક્તિને મજબૂત બનાવવા માટે પણ સહાયરૂપ સાબિત થાય છે. વાસ્તવમા પલાળેલા ચણામા રેસાની માત્રા પણ પુષ્કળ માત્રામા હોય છે, તે આપણા ખોરાકને પચાવવાનુ કાર્ય પણ કરે છે. આ સિવાય તેમા ગ્લાયકેમિક ઇન્ડેક્સ સમાવિષ્ટ હોય છે, જે તમારી ભૂખને ઘટાડીને વજન પણ ઘટાડે છે. આવી સ્થિતિમા વજન વધારવામાં પીડિત લોકો તેનો ઉપયોગ ખોરાકમાં કરે છે.

Advertisement
image source

જો તમે પલાળેલા ચણાનું નિયમિત સેવન કરો તો કેન્સરના જોખમમા પણ રાહત મળે છે. તેમા પુષ્કળ માત્રામા બુટ્રિક ફેટી એસિડ સમાવિષ્ટ હોય છે, જે કેન્સરને જન્મ આપતા કોષોને દૂર કરવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય ચણા એ આપણી આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તેમા કેરોટિન તત્વ પણ સમાવિષ્ટ હોય છે, જે મુખ્યત્વે આંખોના કોષોને થતી હાનીને અટકાવે છે અને આપણી જોવાની ક્ષમતામા પણ વધારો કરે છે.

image source

નિયમિત પલાળેલા ચણા ખાવાથી શરીરમાં આયર્નની કમી સમાપ્ત થાય છે. આયર્ન એ તમારા શરીરમાં લોહીનું પૂરતું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે, જેથી તમે એનિમિયાનો શિકાર ના બનો. સગર્ભા સ્ત્રીઓ માટે પણ ચણાનુ સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પ્રોટીનથી ભરપુર ચણા એ માતાના અને નવજાત બાળકના સર્વાંગી વિકાસમા પણ મદદગાર સાબિત થાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version