Site icon Health Gujarat

માત્ર જાડાપણાંથી જ નહીં, પરંતુ આ 4 સામાન્ય કારણોને કારણે પણ તમારું ફુલી જાય છે પેટ

ઘણા લોકોને હાથ,પગ અને મોઢું નાનું હોય છે અને તેઓનું પેટ વધુ ફુલેલું હોય છે.આપણને આ જાડાપણાની સમસ્યા લાગે છે,પરંતુ એવું નથી.પેટ ફૂલવું એ જાડાપણાના કારણે જ નહીં પરંતુ બીજી ઘણી સમસ્યાઓના કારણે પણ થાય છે.અહીં આપણે મુખ્ય કારણો વિશે જાણીશું જેના કારણે પેટની સમસ્યાઓ સૌથી વધુ થાય છે.પેટની સમસ્યાને લીધે આપણે બધાં ચોક્કસપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ.આ ઘણાં વિવિધ કારણોસર થાય છે. આમાંથી 4 મુખ્ય કારણો આ છે…

હોર્મોન્સમાં પરિવર્તન

Advertisement
image soucre

શરીરમાં આંતરસ્ત્રાવીય પરિવર્તન આપણા મૂડને તેમજ પાચન તંત્રને અસર કરે છે.ખાસ કરીને જો આપણી ઊંઘ,ખાન-પાન અને જીવનશૈલીનો સમય બરાબર ના હોય તો તે હોર્મોન્સના પરિવર્તનનું સૌથી મોટું કારણ છે.હોર્મોન્સના પરિવર્તનના કારણે વારંવાર તમારે પેટ ફૂલવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે,જો તમને તમારા મૂડમાં પરિવર્તન લાગે છે તો તમારા ડોક્ટરની સલાહ મુજબ દવાનું સેવન કરો અથવા તમારી જીવનશૈલી બદલો.

અંડાશયમાં કેન્સર થવું

Advertisement
image source

વારંવાર પેટ ફૂલવાની સમસ્યાના કારણે અંડાશયમાં કેન્સરની સમસ્યા થઈ શકે છે.આ કારણ છે કે જ્યારે અંડાશયમાં કેન્સરની શરૂઆત થતી હોય ત્યારે તે તમારા પાચનમાં અસર કરે છે.પરંતુ સમસ્યા એ છે કે અંડાશયના કેન્સરનું નિદાન સામાન્ય રીતે ખૂબ અંતમાં થાય છે.તેથી જો તમને વારંવાર પેટ ફૂલવાની સમસ્યાનો સામનો કરવો પડે છે તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો.

ઓટોઇમ્યુન ડિસઓર્ડર

Advertisement

ઓટોઇમ્યુન ડિસઓર્ડરને લીધે તમારા શરીરના કોષો તેમના પોતાના શરીરના અન્ય તંદુરસ્ત કોષોને નુકસાન કરવાનું શરૂ કરે છે.આવો જ એક સમાન રોગ સેલિયાક રોગ છે,જેના કારણે વ્યક્તિને ઘણીવાર પેટમાં દુખાવો થાય છે,વારંવાર થાક લાગ્યા કરે છે અને કોઈપણ પ્રયત્નો કર્યા વિના વજન ઝડપથી ઘટવાનું શરૂ થાય છે.

image soucre

-આ સામાન્ય રીતે એવા લોકોને થાય છે,જેમને ઘઉંમાં જોવા મળતા ગ્લૂટોનથી એલર્જી હોય છે.ઘઉં,જવ અને તેમાંથી બનાવેલા ખોરાક જેવા કે પાસ્તા,મેગી,બન,બ્રેડ વગેરે ખાધા પછી આ લોકો પેટનું ફૂલી જાય છે.આ સમસ્યા થવા પર તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.કારણ કે આ સમસ્યાનો ઈલાજ તમારી ઉમર પર આધારિત છે.તેથી આ માટે ડોક્ટરની સલાહ લો.

Advertisement

આંતરડા સિંડ્રોમ

image soucre

આંતરડા સિંડ્રોમ અને આઇબીએસ એ એક સમસ્યા છે જેમાં તમારી પાચન સિસ્ટમ સાથે કોઈ સમસ્યા નથી,પરંતુ તમારા આંતરડાના ખૂબ સંવેદનશીલ બેક્ટેરિયાને લીધે તમારે પેટ ફૂલવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.જો કે આ સમસ્યાના ઘણાં અન્ય લક્ષણો અને કારણો પણ હોઈ શકે છે.તેથી આ સમસ્યાનો ઈલાજ ડોક્ટરની મદદથી કરો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version